Text
મહાભારત નાં દરેક પાત્ર ની મનોદશા અને મનોવ્યથા સરળ શબ્દો માં..!!
જે કરવાનાં હતાં જ નહી, એ કામ કર્યાની માથાકૂટ છે..!!
મોરપિચ્છને હડસેલીને, મુકુટ ધર્યાની માથાકૂટ છે....!!!!
– કૃષ્ણ
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર, સૂતી વખતે એને થાતું..!!
ઈચ્છાને આધીન રહી, આ નહી મર્યાની માથાકૂટ છે....!!!!
– ભીષ્મ
સમજણની નજરેથીયે ના સમજે, તો સમજી લેવાનું..!!
પુત્રમોહમાં આંખોએ, અંધાર વર્યાની માથાકૂટ છે....!!!!
– ધૃતરાષ્ટ્ર
આંખો પર પાટા બાંધો એ, દ્રષ્ટિનું અપમાન જ છે ને..!!
આમ જુઓ તો હકીકતોથી, રોજ ડર્યાની માથાકૂટ છે....!!!!
– ગાંધારી
નહીંતર એવી કંઈ મા છે જે, વ્હાલ નદીમાં તરતું મૂકે..??
કુંવારા સપનાએ સૂરજ સહેજ, સ્મર્યાની માથાકૂટ છે....!!!!
– કુંતી
નથી જાણતા એમ નથી પણ, કોઈ પૂછે તો એ બ��લે છે..!!
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે....!!!!
– સહદેવ
ખેંચાતા વસ્ત્રોના કંઠે, માંડ આટલા શબ્દો નીકળ્યાં,..!!
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે....!!!!
– દ્રૌપદી
સો સો હાથીનું બળ પણ, લાચાર બની ચિત્કારી ઉઠ્યું..!!
વચનોમાં બાંધી બાંધી આ પળ, ઉતર્યાની માથાકૂટ છે....!!!!
- ભીમ
કવચ અને કુંડળની સાથે, જીવ ઉતરડી પણ આપું કે..??
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે....!!!!
– કર્ણ
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો, એને તો કહેવું જ પડેને..!!
હા અથવા ના ની વચ્ચોવચ, આમ ફર્યાની માથાકૂટ છે.....!!!!
– અર્જુન
અંગૂઠો ખોયાનો અમને, રંજ હજુયે છે જ નહિં..!!
બસ ખોટી મૂરત સામે, સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે....!!!!
– એકલવ્ય
છેક સાતમા કોઠામાં ઘેરાયેલા, સાહસને લાગ્યું..!!
માના કોઠામાંથી, હોંકારા ઉચર્યાની માથાકૂટ છે....!!!!
– અભિમન્યુ
મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું, ત્યારે સમજાયેલું..!!
કેવળ પાસામાં જ અમારો જીવ, ઠર્યાની માથાકૂટ છે....!!!!
– શકુનિ
નરોકુંજરો વા ની વચ્ચે, ભાંગી પડતી એ પળ બોલી..!!
વિદ્યા વેચી વેચી સામે પાર, તર્યાની માથાકૂટ છે....!!!!
– દ્રોણ
થાકી હારી આંસુના તળિયે, બેઠા ત્યાં તો સંભળાયું..!!
ધર્મ જાણવા છતાં અધર્મે રહી, ઉછર્યાની માથાકૂટ છે....!!!!
– દુર્યોધન
અંતહીન અંધારે મારગ, ઘુવડ જેમ ભટકવું એ તો,..!!
અર્ધા જીવતા રાખી, અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે....!!!!
- અશ્વત્થામા
ક્યાં છે ને કેવું છે એ, હું સમજાવું પણ કેવી રીતે..??
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત, સર્યાની માથાકૂટ છે....!!!!
- યુધિષ્ઠિર
મહાકવિ તો કહેવાયા પણ, સાચું કહું આ વ્યથા-કથામાં..!!
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે, વિચર્યાની માથાકૂટ છે....!!!!
- વેદવ્યાસ

1 note
·
View note
Text
हे भारत के राम जगो मै तुम्हे जगाने आया हूँ,
और सौ धर्मो का धर्म एक बलिदान बताने आया हूँ !
सुनो हिमालय कैद हुआ है दुश्मन की जंजीरों में,
आज बतादो कितना पानी है भारत के वीरों में |
खड़ी शत्रु की फौज द्वार पर आज तुम्हे ललकार रही
सोए सिंह जगो भारत के, माता तुम्हें पुकार रही |
रण की भेरी बज रही, उठो मोह निंद्रा त्यागो!
पहला शीष चढाने वाले माँ के वीर पुत्र जागो!
बलिदानों के वज्रदंड पर देशभक्त की ध्वजा जगे
रण के कंकर पैने हैं, वे राष्ट्रहित की ध्वजा जगे
अग्निपथ के पंथी जागो शीष हथेली पर रखकर,
और जागो रक्त के भक्त लाडलों, जागो सिर के सौदागर |
खप्पर वाली काली जागे, जागे दुर्गा बर्बंडा!
रक्त बीज का रक्त चाटने वाली जागे चामुंडा
नर मुण्डो की माला वाला जगे कपाली कैलाशी
रण की चंडी घर घर नाचे मौत कहे प्यासी प्यासी…
‘रावण का वध स्वयं करूंगा!’ कहने वाला राम जगे
और कौरव शेष न बचेगा कहने वाला श्याम जगे!
परशुराम का परशा जागे, रघुनन्दन का बाण जगे,
यजुनंदन का चक्र जगे, अर्जुन का धनुष महान जगे|
चोटी वाला चाणक जागे, पौरुष परुष महान जगे,
सेल्युकस को कसने वाला चन्द्रगुप्त बलवान जगे|
हठी हमीर जगे जिसने, झुकना कभी न जाना,
जगे पद्मिनी का जौहर, जागे केसरिया बाना|
देशभक्त का जीवित झंडा, आज़ादी का दीवाना
रण प्रताप का सिंह जगे और हल्दी घटी का राणा|
दक्षिण वाला जगे शिवाजी, खून शाह जी का ताजा,
मरने की हठ ठाना करते विकट मराठों के राजा|
छत्रसाल बुंदेला जागे, पंजाबी कृपाण जगे
दो दिन जिया शेर की माफिक, वो टीपू सुलतान जगे|
कलवोहे का जगे मोर्चा जागे झाँसी की रानी,
अहमदशाह जगे लखनऊ का जगे कुंवर सिंह बलिदानी|
कलवोहे का जगे मोर्चा और पानीपत का मैदान जगे,
भगत सिंह की फांसी जागे, राजगुरु के प्राण जगे|
जिसकी छोटी सी लकुटी से संगीने भी हार गयी…बापू !
हिटलर को जीता, वो फौजे सात समुन्दर पार गयी|
मानवता का प्राण जगे और भारत का अभिमान जगे,
उस लकुटी और लंगोटी वाले बापू का बलिदान जगे|
आज़ादी की दुल्हन को जो सबसे पहले चूम गया,
स्वयं कफ़न की गाँठ बाँध कर सातों भांवर घूम गया!
उस सुभाष की आन जगे और उस सुभाष की शान जगे,
ये भारत देश महान जगे, ये भारत की संतान जगे |
झोली ले कर मांग रहा हूँ कोई शीष दान दे दो!
भारत का भैरव भूखा है, कोई प्राण दान दे दो!
खड़ी मृत्यु की दुल्हन कुंवारी कोई ब्याह रचा लो,
अरे कोई मर्द अपने नाम की चूड़ी पहना दो!
कौन वीर निज-ह्रदय रक्त से इसकी मांग भरेगा?
कौन कफ़न का पलंग बनाकर उस पर शयन करेगा?
ओ कश्मीर हड़पने वालों, कान खोल सुनते जाना,
भारत के केसर की कीमत तो केवल सिर है,
और कोहिनूर की कीमत जूते पांच अजर अमर है !
रण के खेतों में छाएगा जब अमर मृत्यु का सन्नाटा,
लाशों की जब रोटी होगी और बारूदों का आटा,
सन-सन करते वीर चलेंगे ज्यों बामी से फ़न वाला|
जो हमसे टकराएगा वो चूर चूर हो जायेगा,
इस मिट्टी को छूने वाला मिट्टी में मिल जायेगा|
मैं घर घर इंकलाब की आग जलाने आया हूँ !
हे भारत के राम जगो मै तुम्हे जगाने आया हूँ |

0 notes
Text
એની આંખોમાં ઉર્દૂના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એ જો માને તો કરવી છે મારે
એનો પાલવ પકડવાની નોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એ સમંદરની લહેરોનું ગીત છે
એ તો ઝાકળથી દોરેલું નામ છે
એ છે વગડામાં ઉગેલું ફૂલ ‘ને
એનાં પગલાં શુકનના મુકામ છે
એની પાસેથી સૂરજના ચાકરો
થોડા સાંજના રંગો લઈ જાય છે
એની પાસે લખાવે પતંગિયાં
મીઠા મોસમની મીઠી કંકોતરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એ તો ખુશ્બૂની માફક લહેરાય છે
એની ફૂલોને ઈર્ષ્યા પણ થાય છે
એની મસ્તીમાં સૂફીના સૂર ને
એની વાતોમાં ટહુકા સંભળાય છે
રોજ તડકા ને છાંયાના કાફલા
એને જોવાને આવે ને જાય છે
એની આંખો જુલાઈનાં વાદળાં
મારા હૈયાની ભીંજવતા ઓસરી
એક ગાલિબના શેર જેવી છોકરી

1 note
·
View note