mithileshdsoni
mithileshdsoni
જય શ્રી સ્વામિનારાયણ
1K posts
Don't wanna be here? Send us removal request.
mithileshdsoni · 4 years ago
Video
youtube
દિવ્ય ચરીત્ર:- જય શ્રી સ્વામિનારાયણ..... સંવત ૧૮૭૯ ના વરહ મા એક વખત શ્રીહરિ સભામા ઉદાસ થયા ને બોલ્યા કે, અમે હવે બદરીકાશ્રમ જાઇશું. ત્યારે સૌ દિલગીર થયા તે સદગુરુ મુકતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી એ અરજ કરી કે, હે મહારાજ તમે કયા ઉપાયે રહો? ત્યારે શ્રીહરિ કહે કે અમને પરમહંસ કરો ને કોઇ બાઇ માણહ અમારા પાસે આવે નહી ને કોઇ અમારા વાસ્તે થાળ કરે નહી, અમે તો ભીક્ષા માંગી ને રહેશુ. ત્યારે સંતો કહે ભલે મહારાજ..! તે માથાના ફેંટાના લપેટાના રેશમી વસ્ત્રનું કોપીન કર્યું ને ઉપર રુમાલ બાંધ્યો. ત્યારે શ્રીહરિ ઢોલીયે થી ઉઠીને સંતો બેઠા'તા ત્યાં જઇ બેઠા ને બોલ્યા કે, આંહીથી આ બધા ધાતુ પાત્ર લઇ જાવો ને અમને તૂંબડું આપો. ત્યારે મુળજી બ્રહ્મચારી બોલ્યા કે, આ તમારા ધાતુ પાત્ર નથી આ તો મારો કળશીયો છે. એ સાંભળી સહુ હસ્યા. નિત્યાનંદ સ્વામીએ પોતાની રંગેલ તૂંબડી દીધી તો શ્રીહરિ બોલ્યા કે આતો રજોગુણી છે. અમ પરમહંસને આવી તૂંબડી ન શોભે..! ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ઉઠ્યા ને એમની વાંકી-ચૂંકી તૂંબડી લાવીને દીધી. ત્યારે હસીને શ્રીહરિ બોલ્યા કે આ વૈરાગી સાધુની તૂંબડી તો લઘુશંકા કરીને હાથ ધોવામા વાપરશુ. એમ કરીને ચોકડીએ એ તૂંબડી મેલાવી ને નિત્યાનંદ સ્વામીની તૂંબડી પાણી પીવા સારુ રાખી. સભા મા નિત્યાનંદ સ્વામી દતાત્રેયના આખ્યાન ની કથા કરતા હતા. તે શ્રીહરિ બોલ્યા કે અમને દત્તાત્રેય ભગવાન નુ આખ્યાન બહુ પસંદ છે. આ સાંભળી ને સદગુરુ મુકતાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે હે મહારાજ...! આપ જે દિવસ થી લોજમા મળ્યા ત્યારથી તમારા મા. અમે દત્તાત્રેય ભગવાન જેવા ગુણોના વારેવારે દર્શન કર્યા છે. કથા પુરી થતા બપોરટાણુ થયું તે પરમહંસ સ્વરુપ શ્રીહરિ કહે કે અમારે તો હવે ભીક્ષાટાણું થયું તે ભીક્ષાની ઝોળી માંગવા જાશુ. ત્યારે નિત્યાનંદ સ્વામી હસતા હસતા કહે કે, તમને તો દરબારગઢમા જ ભીક્ષા મળી રેહે. તે શ્રીહરિ ઉઠ્યા ને વાસુદેવ નારાયણ ના ઓરડાની આગળ ઉભા રહ્યા ને ઉચ્ચ સ્વરે બોલ્યા કે *નારાયણ હરે..! સચ્ચિદાનંદ પ્રભો હરે..!* તે પોતાના રસોઇયાએ ભીક્ષા મા બિરંજ ને પુરી વગેરે ઝોળીમાં દીધા તે જોઇને રસોઇયાને ખીજાઇ ને બોલ્યા કે, તમને ના કહી હતી તો પણ કેમ આવી રસોઇ કરી. ત્યારે રસોઇયા પરમહંસ શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે આ રસોઇ કાંઇ તમ સારુ નહોતી કરી, આ તો ઠાકોરજી ને થાળ સારુ કરી હતી. આ તો તમે હરે કરવા ટાણે જ ભીક્ષા કરવા આવ્યા તે તમને ભીક્ષા મા દીધી છે. એ સાંભળી ને સહુ ઘણા હસ્યા. ભીક્ષા માંગીને પોતે પોતાના ઉતારે પધાર્યા ને જમ્યા ને તૃપ્ત થયા. ભીક્ષા વધી તે વળી પુછયુ કે હવે આનું શુ કરવું ? એ સાંભળી પડખે સખા બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા તે બોલ્યા કે આવા પરમહંસ નો પ્રસાદ તો એવા જ પરમહંસ હોય એને જ ખપે. ત્યારે શ્રીહરિ કહે કે એવા પરમહંસ તો નજીકમા તમે જ છોવ તે લઇ જાઓ. બ્રહ્માનંદ સ્વામી પ્રસાદી લઇ ગયા ને પોતે પોઢ્યા. ત્રીજે પહોરે લિંબવૃક્ષ હેઠે સભા થઇ તો એમા આત્મારુપે થઇને ભગવાન ભજવા એ વાત આવી તે એ વાતને વિસ્તારે કરીને શ્રીહરિએ સૌને સમજાવી. એ નવા પરમહંસના રુપે સલૂણી છબી ના સહુએ દર્શ-સ્પર્શ કરીને ધન્યતા અનુભવી. સાંજના વાળુટાણુ થયું એટલે મુકતાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ..! થાળ જમવાનો સમય થયો. એટલે શ્રીહરિ તુરતંજ બોલ્યા કે પરમહંસ ને તો એક સમય ભીક્ષા માંગીને જમવું, એટલે બીજીવાર અમથી ભીક્ષા કરવા નય જવાય. ત્યારે પાટ્ય ઉપર બેસી ને કથા કરતા નિત્યાનંદ સ્વામી બોલ્યા કે, હે મહારાજ..! દત્તાત્રેય ભગવાન પરમહંસ હતા તે વણ માગ્યે કોઇ જમવાનુ આપે તો બીજી વખત પણ જમતા હતા. આ વાતને મુળજી બ્રહ્મચારી જાણી ગયા તે થોડીવાર મા મહારાજ સારુ દુધ ને રોટલો ને ખીચડી લાવ્યા. એ જમીને આરતી સ્તુતિ કરીને પોતે પોઢ્યા એટલે મચ્છર ગણગણાટ કરવા મંડયા તે માથે ફેંટો બંધાવ્યો. સવારે ઉઠીને ઘેલે સહુ સાથે નાવા પધાર્યા. શ્રીહરિ ખળખળીયે નાવા બેઠા. પોતાની કફની ને ફેંટો પાણી મા તણાતો ચાલ્યો ત્યારે મુકતાનંદ સ્વામીએ કીધુ કે હે મહારાજ..! બાઇ માણસ દેખે એમ પરમહંસને કોપીન ભર નવાય નહી. આમનમ જ ધોતી ભર દરબારગઢ ચાલો, ત્યાં જઇને નવું કોપીન ને ખેસ-કફની પેરજો. ત્યાથી એમજ ભીની ધોતી પહેર્યા થકા સૌને એ દુર્લભ દર્શન દેતા એમ જ દરબારગઢ પધાર્યા. ચડતે દિવસે સભા થઇ તે સમે જીવાખાચર શ્રીહરિ પાસે આવ્યા ને બહુ દિલગીર થઇને રડવા મંડયા. શ્રીહરિ કહે શુ થયું દરબાર? કેમ તમે ઢીલા પડી ગયા? ત્યારે જીવાખાચર કહે કે હે મહારાજ...! તમે હવે પરમહંસ થયા તે મારાથી સંસાર મા કેમ રહેવાશે. ત્યારે શ્રીહરિ કહે કે દરબાર..! અમે તો આ વખતે અમારા ભક્તોના સુખ વાસ્તે અવતાર ધર્યો છે, તમે જેમ રાજી થાવ એમ અમે કરીએ..! જીવાખાચર કહે કે હે મહારાજ...! જેવા તમે ડભાણના યજ્ઞ વખતે વસ્ત્ર ઘરેણા પહેરેલા એવા પહેરો તો રાજી થાઉં. ત્યારે શ્રીહરિ એ પોતાના ભક્તને રાજી કરવા એવા વસ્ત્ર ઘરેણા ફુલના હાર, બાજુબંધ, માથે પાઘ વગેરે પહેર્યા ને ઢોલીયે બીરાજયા. જીવાખાચરે રાજી થઇને શ્રીહરિનુ પુજન કર્યું. ત્યારે બ્રહ્મમુનિ બોલી ઉઠ્યા કે હે મહારાજ...! તમે પરમહંસ બહુ રહ્યા, દોઢ દિવસ તો ઘણું કહેવાય હો. હવે કૃપા કરીને બસ અમ સહુ ને આમજ દર્શન દેજો. - સદ્ગુરુ શ્રીભૂમાનંદસ્વામી કૃત શ્રી હરિલીલામૃત ગ્રંથ માથી.... https://ift.tt/3jcPA06 Jay Shree Swaminarayan #સ્વામિનારાયણ ભગવાન લીલા ચરીત્ર by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
Liked on YouTube: I said JAI HIND in PAKISTAN 🤣 https://www.youtube.com/watch?v=AdKVL5AegXY
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
Liked on YouTube: The Best Thing I Found in India... https://www.youtube.com/watch?v=6SMKyod6HCs
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
Liked on YouTube: Complete Setup For M1 Mac Mini, Under $400 https://www.youtube.com/watch?v=Wr0jboO9W-s
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
#શ્રીમદ્ ભાગવત રહસ્ય | #શુકદેવજી ભાગવત કેમ નોહતા ભણ્યા? | #શ્રીમદ્ ભાગવત ના પ્રથમ શ્રોતા અજૃનજી ના પુત્ર by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
પુરુષ પ્રયત્ન થી કલ્યાણ ને અર્થે સવ્રે સાધન માત્ર સિધ્ધ થાય. વચનામૃત ગઢડા મધ્ય ૧૨ #જય_શ્રી_સ્વામિનારાયણ #Swaminarayan #sanatanadharm #gujarati #Vachnamrut આ વચનામૃત એપ ખાસ ડાઉનલોડ કરશો… https://ift.tt/3tH07ST https://ift.tt/2Rbmd2E by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
श्री कष्टभंजन देव हनुमानजीं महाराज ना भव्य अने दिव्य जन्मोत्सव निमित्त सारंगपुर धाम आंगणे थी दिव्य संदेश... https://ift.tt/3sSRJ2g https://ift.tt/3vkZb8a #HanumanJayanti #Hanuman #kashtabhanjandev #salangpur #જય_શ્રી_સ્વામિનારાયણ #sanatandharma #hindu #SanatanDharmPravartak by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
श्री कष्टभंजन देव हनुमानजीं महाराज ना भव्य अने दिव्य जन्मोत्सव निमित्त सारंगपुर धाम आंगणे थी दिव्य संदेश... https://ift.tt/3sSRJ2g https://ift.tt/3vkZb8a #HanumanJayanti #Hanuman #kashtabhanjandev #salangpur #જય_શ્રી_સ્વામિનારાયણ #sanatandharma #hindu #SanatanDharmPravartak by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
श्री कष्टभंजन देव हनुमानजीं महाराज ना भव्य अने दिव्य जन्मोत्सव निमित्त सारंगपुर धाम आंगणे थी दिव्य संदेश... https://ift.tt/3sSRJ2g https://ift.tt/3vkZb8a #HanumanJayanti #Hanuman #kashtabhanjandev #salangpur #જય_શ્રી_સ્વામિનારાયણ #sanatandharma #hindu #SanatanDharmPravartak by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes
mithileshdsoni · 4 years ago
Video
youtube
by સ્વામિનારાયણો વિજયતેતરામ
0 notes