rajyapatrika-blog
rajyapatrika-blog
Rajya Patrika
2 posts
Don't wanna be here? Send us removal request.
rajyapatrika-blog · 7 years ago
Text
બનાસ ડેરી નિર્મિત “ટેક હોમ રાશન” પ્લાન્ટનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
Tumblr media
સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોમાંથી કુપોષણ નાબૂદ કરવાના લક્ષ્ય સાથે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મીલ સંકુલમાં બનાસ ડેરીના નવનિર્મિત “ટેક હોમ રાશન” પ્લાન્ટનું ગુજરાતના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રજાસત્તાક દિને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાંથી કુપોષણ સંપૂર્ણપણે દૂર થાય તે માટેના સંગીન પ્રયાસ સમાન આ લોકાર્પણ બાબતનો સ્થાનિકસ્તરનો ઉત્સાહ પણ હજ્જારોની જનમેદનીની હાજરી થકી અભિવ્યક્ત થતો હતો.
 ૨૮.૫૦ કરોડના ખર્ચે ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં રેકોર્ડ કહીં શકાય તેટલા ઓછા માત્ર આઠ મહિનાના સમયગાળામાં બનાસ ડેરી દ્વારા નિર્માણ પામેલા આ ‘ટેક હોમ રાશન’ (THR)ના ૨૦૦ મેટ્રીક ટન પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા ધરાવતાં પ્લાન્ટના પોષણક્ષમ આહાર દ્વારા ગુજરાતમાંથી કુપોષણ નાબુદ કરવામાં મદદ મળશે. અહીં ગુજરાત સરકાર દ્વારા સુનિશ્ચિત કરાયેલા ધારા-ધોરણો મુજબ પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિ એમ ત્રણ અલગ-અલગ પ્રકારના પોષક તત્વોયુક્ત “ટેક હોમ રાશન”નું ઉત્પાદન થશે.
 પોતાના પ્રસંગોચિત ઉદ્દ્બોધનમાં ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીને સમાંતર માન. મુખ્યમંત્રીના હસ્તે બનાસ ડેરી દ્વારા નિર્મિત આ પ્લાન્ટના થઇ રહેલા ઉદ્દ્ઘાટન બાબતે ઉંડો સંતોષ વ્યક્ત કર્યો હતો. બનાસ પર ભારે વરસાદની આફતમાં સરકારનું સંચાલન અહીંથી કરવાની વાત હોય કે દૂધના પાઉડરના ભાવમાં વૈશ્વિક ઘટાડાના સમયે રૂ. 300 કરોડના ખાસ પેકેજની જાહેરાત હોય, મુખ્યમંત્રીએ હંમેશા બનાસકાંઠાના ખેડૂતો-પશુપાલકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને આ જીલ્લાના છેવાડાના માનવીની સંવેદનાસભર સરકાર લીધી હોવાનું શંકરભાઇએ જણાવ્યું હતુ.
શંકરભાઇએ ગુજરાત સરકારે કુપોષણથી રાજ્યને મુક્ત કરવાના આ યજ્ઞ સમાન પવિત્ર કામમાં ગતિ આવે તથા સંપૂર્ણ પારદર્શિતા જળવાય તેવા આશય સાથે તેનું અમલીકરણ સહકારી સંસ્થાઓ મારફતે થાય તેવા વિચાર બાબતે જીલ્લાના પશુપાલકો વતી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતા. પોતાના વક્તવ્યમાં શંકરભાઇએ દૂધના ભાવમાં કીલો ફેટ દીઠ રૂ. 10નો વધારો મંચ પરથી કરતાં હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતુ. વધુમાં ગયા વર્ષ કરતાં ડેરીનો નફો સવાયો રહેશે જેનો આર્થિક લાભપણ પશુપાલકોને મળશે તેવી વાતથી પણ સમગ્ર સભાસ્થળમાં ઉપસ્થિત જનમેદનીએ ડેરીના આ ઐતિહાસીક અભિગમને પ્રચંડ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતો.
 પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રીએ હિંદુ પોષ માસમાં પોષણયુક્ત આહારનો પ્લાન્ટ બનાસની ધરતી પર થવા જઇ રહ્યો છે તે બાબતે આનંદ વ્યક્ત કરીને આ પ્લાન્ટનું નિર્માણ અત્યંત તેજ ગતિથી કરવા બદલ ડેરીના ચેરમેન શંકરભાઇને અભિનંદન પાઠવ્યાં હતા. મુખ્યમંત્રીએ મહિલાઓના સશક્તિકરણ માટે ગુજરાત સરકારના અનેકોવિધ નિર્ણયોથી હાજર સૌ જોઇને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ હવે બેન-દિકરીઓના ગળામાંથી દોરા ચોરનારાઓને લાંબી સજાના પ્રાવધા��નો કાયદો બનાવીને આવી ઘટનાને અંજામ આપવાનો કોઇ વિચાર પણ ન કરે તેવી વ્યવસ્થાનું નિર્માણ કર્યું હોવાનું અહીં જણાવેલ હતુ. વધુમાં મુખ્યમંત્રીએ બહેનોને હેરાનગતિ, કનડગત કે ઘરેલુ હિંસાનો ભોગ ના બનવું પડે તે માટે 181 નંબરની સેવા ગુજરાત સરકારે ચાલુ કરી હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે આવા કોઇપણ અપ્રિય બનાવની જાણ ફોન મારફતે કરશો તો પોલીસ દસ મિનીટમાં તમારી પાસે પહોંચી જશે. વધુમાં મુખ્યમંત્રીએ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો હોવાની બાબતથી માહિતગાર કરીને ગુજરાતને નશાખોરીના દૂષણથી મુક્ત કરવા આ સરકાર કટ્ટીબદ્ધ હોવાનું જણાવ્યું હતુ.  
 મજબૂત સહકારી તથા માળખાકીય સુવિધાઓથી સજ્જ એવી બનાસ ડેરી દ્વારા સંચાલિત આ પ્લાન્ટ મારફતે નિર્માણ થનારા વિવિધ પોષક તત્વોયુક્ત THRથી રાજ્યમાં કુપોષણ નાબુદીનું એક મોટું કામ પરિપૂર્ણ થશે તેવું જણાવતાં મુખ્યમંત્રીએ આ પ્લાન્ટથી નિર્માણ થનારા ખોરાકનું સેવન કરવાથી યુવતીઓ-માતાઓની સાથે આવનારી પેઢીમાંથી પણ કુપોષણ નાબુદ થશે તે બાબત સુનિશ્ચિત થશે.
 વધુમાં કેન્દ્રિય કોલસા અને ખાણ રાજ્યમંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ ટૂંકાગાળામાં આ વિશાળ પ્લાન્ટના નિર્માણ અને દૂધના વ્યવસાયમાં પ્રતિકૂળ વૈશ્વિક સંજોગોમાં પણ પોષણક્ષમ ભાવો પશુપાલકોને ચુકવવા બદલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીને અભિનંદન પાઠવ્યાં હતા. કાર્���ક્રમમાં જીલ્લાની પશુપાલક બહેનોની દિકરીઓ કે જે સરકારશ્રીની વર્ગ 1 અને 2માં સફળ થઇ સામાજીક સેવામાં પોતાનું યોગદાન આપી રહી છે તેઓનું સન્માન તથા અછત રાહત સહાયની રાશીના ચેકનું પણ મંચ પરથી મુખ્યમંત્રીના હસ્તે વિતરણ થયું હતુ.
 કાર્યક્રમમાં સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિહાભાઇ સભાડ, મહેસાણા દૂધ સંઘના ચેરમેન શ્રીમતી આશાબેન ઠાકોર, પૂર્વ મંત્રી અને જીલ્લા ભાજપાના અધ્યક્ષશ્રી કેશાજી ચૌહાણ, ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રી કે. સી. પટેલ, બનાસ બેંકના ચેરમેન એમ. એલ. ચૌધરી, વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, કાંકરેજના ધારાસભ્યશ્રી કિર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ તરક, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી દલસંગભાઇ પટેલ, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઇ ચક્રવર્તી, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઇ, ઇન્ચાર્જ મેનેજીન્ગ ડાયરેક્ટરશ્રી કામરાજભાઇ ચૌધરી, કલેક્ટર બનાસકાંઠા, ICDS કમીશ્નરશ્રી, ડાયરેક્ટર ICDS, NDDBના શ્રી મીનેશ શાહ, બનાસ ડેરીના સર્વે બોર્ડ ડાયરેક્ટરશ્રી અણદાભાઇ પટેલ, શ્રી ખેમજીભાઇ ચૌધરી, શ્રી તેજાભાઇ ચૌધરી, શ્રી પરથીભાઇ ભટોળ, શ્રી પી. જે. ચૌધરી, શ્રી રતનસિંહભાઇ પટેલ, શ્રી કરસનભાઇ ચૌધરી, શ્રી ફલજીભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ ભટોળ, શ્રી કરશનજી રાઠોડ, શ્રી ભાવાભાઇ રબારી, દેહીબેન આયર, પદ્મશ્રી ગેનાભાઇ પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં મહિલા સંમેલન અંતર્ગત હાજર મહિલાઓની સાથે સ્થાનિક નાગરિકો-યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
0 notes
rajyapatrika-blog · 7 years ago
Text
શંકર ચૌધરીની દૂધ ચોરી કરનારાઓ પર કડક કાર્યવાહી: થયેલ નુકશાન વસુલીને તમામ જેલના હવાલે
Tumblr media
બનાસ ડેરીએ પાલનપુર નજીકના પ્લાન્ટ સીવાય પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજ્સ્થાન જેવા અન્ય રાજ્યોમાં પોતાના પ્લાન્ટ સ્થાપીને સમગ્ર દેશમાં પશુપાલકોને દૂધના સૌથી વધુ ભાવો આપી રહી છે. આ તમામ પ્લાંટ્સનું સંચાલન ઉન્નત ટેકનોલોજીની મદદથી ખૂબ જ ચોકસાઇપૂર્વક કરવામાં આવે છે. સમગ્ર સંચાલનમાં કોઇ ગેરરીતી કે ચોરી કરે તો ટેકનોલોજીના માધ્યમથી તેને તુરંત પકડી શકાય તેવી કોઇની પણ શેહ-શરમ રાખ્યા વિનાની જડબેસલાક વ્યવસ્થા હવે ડેરીએ ઉભી કરેલ છે.
  આવો જ એક કિસ્સો દિલ્હી નજીકના ફરીદાબાદ ખાતેના બનાસ ડેરીના પ્લાન્ટ પર આવી ટેકનોલોજીના કારણે ડેરીતંત્રએ પકડી પાડ્યો છે. જે અંતર્ગત દૂધના ટેન્કરના ટ્રકચાલક, ડેરીના કેટલાક કર્મચારીઓ અને હરિયાણા ખાતેના કેટલાક સ્થાનિક લોકોના સહયોગથી દૂધના ટેન્કરમાંથી ચોરી કરવાનું કામ કેટલાક ઇસમો દ્વારા કરતું હોવાનું માલુમ પડ્યું હતુ. આ��ુનિક ટેકનોલોજી એવી GPR ટ્રેકર, ડેરીના ટ્રકને લાગાવેલ સીલ, CCTV ફૂટેજને આધારે આ બાબતની જાણ ડેરીને થતાં આ બાબત ચેરમેન શંકરભાઇને ધ્યાને મુકતાં તેઓએ તુરંત આ બાબતે હરિયાણા સરકારમાં ઉચ્ચકક્ષાએ કરતાં, હરિયાણા સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચે ડેરીએ કરેલ ફરીયાદના આધારે તપાસ આગળ ધપાવીને ગણતરીના સમયમાં આ સમગ્ર ચોરી સાથે સંકળાયેલા લોકોને પકડી પાડીને રીમાન્ડ લઇને જેલના હવાલે કરેલ છે, જેના કારણે રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એટલું જ નહીં, બનાસ ડેરીએ ફરીદાબાદ ખાતેના આ દૂધના પરિવહન સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટરની ડીપોઝીટ જપ્ત કરી છે તથા ચોરીમાં સંડૉવાયેલાઓ પાસેથી ગણતરીના દિવસોમાં વસુલાત પણ કરી છે. ટેકનોલોજીના સમન્વય સાથેના ડેરીના આવા મક્કમ વલણ, રીંમાડ સાથેની પોલીસની કાર્યવાહી તથા નુકસાનની ગણતરીના દિવસોમાં થયેલી વસુલાતથી ભવિષ્યમાં પણ લોકો આ ઘટનાનામાંથી બોધપાઠ લે તેવી કાર્યવાહી કરવામાં આવેલ છે. ચોરી કરનારાઓ સામે બનાસ ડેરી દ્વારા ભરવામાં આવેલા આ કડક પગલાઓને પશુપાલકોએ બિરદાવેલ છે.
1 note · View note