Don't wanna be here? Send us removal request.
Text
કાવ્ય કરતાં કમેન્ટરી મોટી
કાવ્ય કરતાં કમેન્ટરી મોટી
કાવ્ય કરતાં કમેન્ટરી મોટી, ઓરડા કરતા ઓસરી મોટી. શહેરમાં જાય ગામડેથી, પણ, દીકરીને તો સાસરી મોટી. એ જ રિસન છે જીવવાનું દોસ્ત, પ્યાર નઈ, એની ઇન્જરી મોટી. શાંત સાંજે એ યાદ આવી ગઈ, તો સરોવર કે કાંકરી મોટી? જિંદગીની બધી જ ઇચ્છાઓ – નાની લાગી, ને આખરી મોટી. તો કરો પ્રેમ, પ્રેક્ટિકલ છે એ, ધર્મગ્રંથોમાં થિયરી મોટી. ગીત, સોનેટ, ને અછાંદસ છે, તોય ગુજરાતી શાયરી મોટી.
View On WordPress
3 notes
·
View notes
Text
મળ્યાં જે, મળ્યાં છે કલાકાર થઈને
મળ્યાં જે, મળ્યાં છે કલાકાર થઈને
મળ્યાં જે, મળ્યાં છે કલાકાર થઈને, હવે હુંય મળું છું સુપરસ્ટાર થઈને. તું ના આવ મળવા ખબરદાર થઈને, ને હુંય નઈ મળું બહુ સમજદાર થઈને. બધા વાર આવો ને રવિવાર થઈને, એ રવિવાર આવે છે પળવાર થઈને. ભજન ગાવું’તું, તો કરી દીધું ચાલુ, મળે એકતારોય ગિટાર થઈને. જવા ના દે એળે જીવનનો કોઈ શ્વાસ, મળું સૌને દીપકનો અવતાર થઈને. બન્યો હર ખૂણો શહેરનો બહુ જ સરખો, મળે મોલ, માર્કેટ, બાઝાર થઈને. મને “ચેન-રાઇટિંગનું” છે…
View On WordPress
1 note
·
View note
Text
જો આઈ બેગ્સમાં સાગર મળી જાય
જો આઈ બેગ્સમાં સાગર મળી જાય
જો આઈ બેગ્સમાં સાગર મળી જાય, તો તમને ડ્રિમ્સમાં ઝાલર મળી જાય. મને ત્યારે ઘણો પાવર મળી જાય, નવો જોશી, જૂનો ડોક્ટર મળી જાય. રખડતી ગાયનો પ્રોબ્લેમ પૂરો, જો મારા શહેરને પાદર મળી જાય. મળે ઈજ્જત, વધે બ્યુટી તમારી, ��ો તમને પણ કોઈ શાયર મળી જાય. ભજું ભગવાનને, પણ ઓળખું નઈ, સંબંધો બાધું તો ઠાકર મળી જાય. ગઝલમાં નામના મળતી નથી, તો, કવિને રૂપિયા, ડોલર મળી જાય. ઝાલરઃ માછલીમાં શ્વાસ લેવાનો અવયવ, ચૂઈ
View On WordPress
0 notes
Text
હવે હસવું આવે તો આસું મળે
હવે હસવું આવે તો આસું મળે
હવે હસવું આવે, તો આંસું મળે, બગાસું શું ખાઉં, પતાસું મળે. હંમેશા થશે માણસો આડા, જોજે, જગત દૂરથી દેખ, ત્રાંસુ મળે. હૃદય હોય પમ્પીંગ સ્ટેશન, તો કેમ- મળું જેને, દિલ એનું પ્યાસું મળે? મળે સ્વપ્નને વાસ્તવિકતા બસ આમ, કોઈ ઘરમાં વહુ સાથે સાસુ મળે. છે સોનાની મૂર્તિ પ્રભુ માટે, પણ, તું જો, ઘંટમાં ફક્ત કાંસું મળે. ઇરાદાનું ખેતર ઉગાડ્યું તો છે, ત્યાં રાતે નિરાશાનો વાસુ મળે. તને સાથ દઉં, કે સિતારા ધરું, તું…
View On WordPress
1 note
·
View note
Text
કરું જયારે નફરત તો retake કહેવાય
કરું જયારે નફરત તો retake કહેવાય
કરું જયારે નફરત તો retake કહેવાય, કરું જે, એ ચાહું તો remake કહેવાય. કર્યું જે બીજી વાર, એ બેવકૂફી, જીવનનો પ્રથમ દિન, એ mistake કહેવાય. કોઈ યાદને ગટગટાવી જવી નઈ, ધીમી ચુસકીઓ લો તો tea-break કહેવાય. હથેળીમાં છે એ લિસોટા કે લેડર? જે સરકી ગયો હાથ એ snake કહેવાય. ઘણી બર્થડે કેક કાપી જીવનમાં, જીવન જીવવું તો piece of cake કહેવાય. છે કાયમની પીડા, વિરહમાં દુખે દિલ, દુખે હાજરીમાં એ Headache…
View On WordPress
0 notes
Text
જ્યાં થાકુ હું, ત્યાં પડાવ થઇ જાય
જ્યાં થાકુ હું, ત્યાં પડાવ થઇ જાય
જ્યાં થાકુ હું, ત્યાં પડાવ થઇ જાય, તો બં��� આ આવજાવ થઇ જાય. જો ડોળ કરું ગઝલ રચ્યાનો, થોડા સમયે સ્વભાવ થઇ જાય? આરોપ મૂકે તું પ્રેમનો જો, મારા એ જ હાવભાવ થઇ જાય! જીવવું છે, જીવવું છે, જીવવું છે, મારા મૃત્યુ! એક દાવ થઇ જાય. ભાગોળે તું જા, ઘડાની સાથે, કીચડનું પછી તળાવ થઇ જાય. આજે કવિની કલમ છે સત્તા, મક્તાથી ગઝલ ઠરાવ થઇ જાય. મક્તો: ગઝલનો છેલ્લો શેર ઠરાવ: નિયમ; ધારો; કાનૂન.
View On WordPress
0 notes
Text
જિંદગી જીવવી બહુ સરલ તો નથી
જિંદગી જીવવી બહુ સરલ તો નથી
જિંદગી જીવવી બહુ સરલ તો નથી, જે વલોવી રહ્યો છું, બબલ તો નથી? સાંભળું છું બધી બાજુ, એ આવશે, આ પવન કોઈ સબટાઇટલ તો નથી. શ્વાસ ઊંડા લો તો જલદી ઊંઘી જવાય, છાતીમાં કાંઈ લાંબી મજલ તો નથી. સાચું-જૂઠું, જીવન-મોત, સુખ-દુઃખ, બધા- રોલ છે આપણા, પણ ડબલ તો નથી. નોટ ખોટી છે તો આવશે પાછી એ, આવશે આ દુઃખો પણ, અસલ તો નથી. જિંદગી આખી, કરવાનું એનું કહ્યું, સ્ટ્રોંગ છે આ મગજ, પણ મસલ તો નથી.
View On WordPress
0 notes
Text
નગરમાં નિશાચર બધા થાય છે બહુુ
નગરમાં નિશાચર બધા થાય છે બહુુ
નગરમાં નિશાચર બધા થાય છે બહુુ, એ દિલોને તોડીને સૂઈ જાય છે બહુ. ચિતા ખ્વાહિશોની બળી ગઈ ઝડપથી, હવા રુમના પંખાથી ફેલાય છે બહુ. એ ખોળામાં કેવી રીતે માથું ઢાળું, એ ખોળામાં લેપટોપ મૂકાય છે બહુ. ઓ પ્રેમી! ફરે રાતે પાસા તું, થયું શું? એ તો નાક છે, બંધ થઈ જાય છે બહુ. બધી બૂક્સ લાવીને ત્યાં ગોઠવી દો, નજર થાય ભેગી, તો વંચાય છે બહુ. કર્યું જીવવા માટે જે, થઇ ગયો રોગ, ડિપ્રેશન છે, ખવાય-પીવાય છે બહુ. સફર…
View On WordPress
1 note
·
View note
Text
રણ મહીં જઈને તેઓ વસે એટલે
રણ મહીં જઈને તેઓ વસે એટલે
રણ મહીં જઈને તેઓ વસે એટલે, ઓતરા ચીતરા ના નડે એટલે. યાદ કરવા કે ભૂલી જવા માટે છે, પણ હું પીવું છું, કિસ્સા બને એટલે. છેક છેલ્લે સુંધી મોતની વાટ જોઉં, થાળી બદલાની ટાઢી પડે એટલે. ઘા કરી દઉં છું ત્યારે સમય-ચક્રથી, આ નયન કુલ સો વાર રડે એટલે. વાવની જેમ જળ માટે ના આવ્યું કોઈ, એ જળાશયનું પાણી હશે એટલે. ચાલુ રાખી છે વાતો અમે ક્યારની, મૌન વચ્ચે કદી ના પડે એટલે. પ્રેમ પરમાતમા છે, ખબર હોય પણ, પ્રેમી કંઈ…
View On WordPress
0 notes
Text
પ્યાર થોડો પ્યૉર રાખો
પ્યાર થોડો પ્યૉર રાખો
પ્યાર થોડો પ્યૉર રાખો, પાસે દિલનો ચોર રાખો. જો નથી બોલવું મિલનમાં, તો નયનમાં શોર રાખો. માગવાની મળશે મોસમ, આપવાનો દૌર રાખો. મળશે બહુ આરામ સાંજે, જાગવાને ભોર રાખો. છે સફળતાની આ ચાવી, જીભ પર ઘી-ગોળ રાખો. સાપ ઇચ્છાના ચપળ બહુ, નોળિયાની ક્યૉર રાખો.
View On WordPress
0 notes
Text
કોઈની હાજરીથી જ વરસતાં હોય છે આંસુ
કોઈની હાજરીથી જ વરસતાં હોય છે આંસુ
કોઈની હાજરીથી જ વરસતાં હોય છે આંસુ, કોઈની આંગળી માટે તરસતાં હોય છે આંસુ.
કરી દીધી મેં એને નામ ઘરની રૂમ થાકીને, નથી જોઈ શકાતા, જે રઝળતાં હોય છે આંસુ.
પછી આકાશ પણ દેખાશે બહુ લાચાર ને પામર, ધરાના ગાલે વર્ષાથી ટપકતાં હોય છે આંસુ.
નયનના ઘૂઘવે સાગર, છુપાયા છે દરદ ઊંડે, એ મરજીવો છે, ને એના ચળકતા હોય છે આંસુ.
લો ત્યારે, ઓળખી કાઢો તમે માણસને દેખીને, મઘર જેવા છે, ક્યાં ચહેરો બદલતાં હોય છે આંસુ?
મદદ લેવી…
View On WordPress
0 notes
Text
પ્રયત્નો મિલનના કર્યા, પાડી બૂમો, એ જુદા
પ્રયત્નો મિલનના કર્યા, પાડી બૂમો, એ જુદા
પ્રયત્નો મિલનના કર્યા, પાડી બૂમો, એ જુદા, ને સામે મળ્યા તો ભરાયો જે ડૂમો, એ જુદા.
આ જીવન દરદ પોતે છે, એ ખબર છે બધાને, ને પાછો ઉમેરુ છું હું રોજ દુઃખો, એ જુદા.
તમારી હા માટે તો વર્ષોના વર્ષો વીત્યાં છે, વખત વીતે છે જે, તમે જ્યારે રૂઠો, એ જુદા.
ગણી ના શકો એટલા પત્થરો છે કીનારે, જો મધદરિયે જાઓ ખલાસી, ને ડૂબો, એ જુદા.
ખબર તો છે રસ્તો પૂરો, કાફલાના ધણીને, ને નક્શાને ટેબલ ઉપર ખાલી મૂકો, એ જુદા.
જગતમાં…
View On WordPress
0 notes
Text
ભક્ત છે પૂજાની પાસે
ભક્ત છે પૂજાની પાસે, કાનુડો મીરાંની પાસે. એકલો છે સૂર્ય તેથી, રહે છે તે ઊર્જાની પાસે. છે બધાની પાસે આંખો, ઊંઘ બહુ ઓછાની પાસે. એ જ ઇચ્છુ હું હંમેશા, હોય જે બીજાની પાસે. વૈદ્યની સાથે દવા છે.... http://surajnasapna.com/?p=1328
ભક્ત છે પૂજાની પાસે, કાનુડો મીરાંની પાસે.
એકલો છે સૂર્ય તેથી, રહે છે તે ઊર્જાની પાસે.
છે બધાની પાસે આંખો, ઊંઘ બહુ ઓછાની પાસે.
એ જ ઇચ્છુ હું હંમેશા, હોય જે બીજાની પાસે.
વૈદ્યની સાથે દવા છે, રોગી છે દુવાની પાસે.
માપસરનાં દર્દ જગમાં, છે જુદા જુદાની પાસે.
રાહી જ્યાં બેસી ગયો છે, મંજિલો જૂતાંની પાસે.
બૉટલોની જોડે માંગવું કશું નથી પ્યાલાની પાસે.
દેવતા જેવા સંબંધો, છે સમજ સીતાની પાસે.
પાત્ર…
View On WordPress
0 notes
Text
એમની યાદમાં ઉજવું છું રાત, જો જાગરણ હોય તો
એમની યાદમાં ઉજવું છું રાત, જો જાગરણ હોય તો? પાપણોની જગાએ ત્યાં ખ્વાબોનું જો આવરણ હોય તો? બોમ્બને જંગ પહેલાં સલામત રીતે ફોડી જોવાય છે, પ્રેમમાં દિલને અજમાવી લો, એનું જો પોખરણ હોય તો. રેત, દરિયો, કીનારો, જુવાની, અદા... http://surajnasapna.com/?p=1312
એમની યાદમાં ઉજવું છું રાત, જો જાગરણ હોય તો? પાપણોની જગાએ ત્યાં ખ્વાબોનું જો આવરણ હોય તો?
બોમ્બને જંગ પહેલાં સલામત રીતે ફોડી જોવાય છે, પ્રેમમાં દિલને અજમાવી લો, એનું જો પોખરણ હોય તો.
રેત, દરિયો, કીનારો, જુવાની, અદા, દારુ, સંગાથ, બધું, દૂર નહી, આપણા શહેરની બાજુમાં દીવ-દમણ હોય તો?
વાયુ, પૃથ્વી, ગગન, જળ, ને અગ્નિની જોડે રમો જૂગટું, એમની દ્રૌપદી-જીંદગીનું પછી ચીરહરણ હોય તો?
કેટલા શાયરો કહી ગયા, પ્રેમ…
View On WordPress
0 notes
Text
શું કરત હું, જો ગઝલ ના હોત તો
શું કરત હું, જો ગઝલ ના હોત તો, ઘણું ગુમાવત, જો શરત ના હોત તો. દર્દ થોડી પણ અસર કરતાં નથી, થાત શું, જો હું મરદ ના હોત તો. મોત, ભક્તિ, પ્રેમ, લઈ લે છે વખત, હું શું આપત, જો વખત ના હોત તો? http://surajnasapna.com/?p=1214
શું કરત હું, જો ગઝલ ના હોત તો? ઘણું ગુમાવત, જો શરત ના હોત તો.
દર્દ થોડી પણ અસર કરતાં નથી, થાત શું, જો હું મરદ ના હોત તો.
મોત, ભક્તિ, પ્રેમ, લઈ લે છે વખત, હું શું આપત, જો વખત ના હોત તો?
મૌન, વાતો, હસવું, રડવું, બીજું બધું, થાત દિલથી, જો મગજ ના હોત તો.
લાગણીઓ છેતરાઈ જાત, જો- દુઃખના આંસું ગરમ ના હોત તો.
હાલ કેવાં થાય છે, આ પ્યારમાં, થાત મોહબત? જો ખબર ના હોત તો?
પાનખરની બીક લાગત બાગને, જો શતમ્ જીવો…
View On WordPress
0 notes
Text
જીવનની સ્ટોરીમાં ક્લિફહેન્ગર હર એક પળ
જીવનની સ્ટોરીમાં ક્લિફહેન્ગર હર એક પળ
જીવનની સ્ટોરીમાં ક્લિફહેન્ગર હર એક પળ, રીઝલ્ટ એ કે નવું જ પ્રકરણ હર એક પળ.
સમયને છંછેડી દઉં, તો અજગર હર એક પળ, ને થોડી મસ્તી જો કરું તો મરકટ હર એક પળ.
સવારે કેવળ ના હોય ઝાકળ ફૂલો ઉપર, જો પાંખડી ચૂમી લે તો શબનમ હર એક પળ.
ચણી દીધો તાજમહેલ તારી જુદાઈમાં, બનાવી યાદોંને સંગેમરમર હર એક પળ.
એ છટકી જઈ રહી છે, સરકી જઈ રહી છે હાથથી, શું થાય, જીવનથી કરું જો લથપથ હર એક પળ?
સફળ રાઈટ પ્લેસ રાઈટ ટાઈમથી થઈ શકો, ન…
View On WordPress
0 notes
Text
કાગળ નથી આવ્યો હજી
કાગળ નથી આવ્યો હજી, ક્યાં હાથ પણ દાઝ્યો હજી! આ જાન ચાલી જાય છે, સાકી નથી આવ્યો હજી. પીવે છે દિવસે ઓસ તે, રાત્રે નથી ફાવ્યો હજી. આઝાદ બચપણ થઈ જશે, પણ ઘંટ ક્યાં વાગ્યો હજી? થઈ ગઈ લકીરો એક ત્યાં, મેં હાથ ક્યાં માગ્યો હજી! http://surajnasapna.com/?p=1132
કાગળ નથી આવ્યો હજી, ક્યાં હાથ પણ દાઝ્યો હજી!
આ જાન ચાલી જાય છે, સાકી નથી આવ્યો હજી.
પીવે છે દિવસે ઓસ તે, રાત્રે નથી ફાવ્યો હજી.
આઝાદ બચપણ થઈ જશે, પણ ઘંટ ક્યાં વાગ્યો હજી?
થઈ ગઈ લકીરો એક ત્યાં, મેં હાથ ક્યાં માગ્યો હજી!
પાણીનું તળ દેખાય છે, પથ્થર નથી નાખ્યો હજી.
સપનાં વગર માણસ જીવે, એવો નથી પાક્યો હજી!
છે પંથ કેવો અટપટો! હમણાં ધરમ પાળ્યો હજી.
બધું સાચું સૅલ્ફીમાં ના હોય, ફોટો નથી પાડ્યો હજી.
સાકીઃ…
View On WordPress
0 notes