Tumgik
#પૂર્વજન્મ
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
         છ-સાત દિવસ હું રોજ મોહિનાબાઈને નિયમિત રીતે મળી હતી. આ છ-સાત દિવસમાં અમે ખરેખર મિત્રો જેવાં જ બની ગયાં હતાં. હવે તો મોહિનાબાઈ મારી સાથે ખુલ્લા દિલે વાત કરતાં. એમણે પછી તો કબૂલ કર્યું કે ભોગવ્યા વિનાનો ત્યાગ ખોટો અને છેતરામણો છે. એમણે જીવનને ભોગવ્યું નહોતું. પરંતુ બીજા લોકોને જીવનનો ઉપભોગ કરતાં જોઈને એમને થતું હતું કે મેં નાસમજમાં જ આ બધું ગુમાવ્યું છે. આ જ જીવન હું પણ ભોગવી શકી હોત.…
Tumblr media
View On WordPress
0 notes
winjoyworld · 4 years
Text
**બેટા* ...હું *લપસી* ગયો છું ...પણ *પડ્યો* નથી.. જરુર થી વાંચશો
🙏 .🙏 🙏 🙏
ગાડી ને વરસાદી વાતવરણ મા પાર્કિંગ માંથી મેં બહાર કાઢી...
અમારા *વર્કશોપ* *સુપરવાઇઝર*
*દવે* સાહેબ ને...જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો
ધીમા પગે...વરસાદ મા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા...
મેં કાર ને બ્રેક મારી.. દવે સાહેબ ને કિધુ..કાકા...ગાડી મા બેસી જાવ...તમે કહેશો ત્યાં ઉતારી દઇશ...
કાર..રસ્તા વચ્ચે દોડતી હતી...
મેં કીધું...કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર
હવે આરામ કરવા ની નથી..?
કાકા ધીરૂ પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..ધીરે થી બોલ્યા....
બેટા *જરૂરિયાત* વ્યક્તી ને કા તો *લાચાર* બનાવે છે..
અથવા.. *આત્મનિર્ભર* થતા શીખવાડે છે...
જીવવું છે..તો રડી..રડી...યાચના..અને યાતના *ભોગવી* ને જીવવું તેના કરતાં *સંઘર્ષ* કરી લેવો...
મતલબ હું સમજ્યો નહીં...દવે કાકા આપની ઉમ્મર...?
બેટા.... *મજબૂરી* માણસ ને વગર *ઉમ્મરે* *ઘરડું* કરી નાખે છે...
પણ હું *ઉમ્મર* લાયક હોવા છતાં... *યુવાન* જેવું *કામ* કરૂં છું...
કારણ.. કે *લાચારી* સામે ફકત તમારી *લાયકાત* જ *લડી* શકે છે...અથવા તમારૂ *મનોબળ*
અને જે મારી પાસે છે..
મારે *72* પુરા થયા...દવે સાહેબ મીઠું સ્માઈલ સાથે બોલ્યા...
મારાથી બોલાઈ ગયું સાહેબ...દીકરા પાસે અમેરિકા જતા રહો....આ ઉંમરે શાંતી થી જીવો..
દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા...
કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા....
સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ...
અર્થ : *સંસાર* *સ્વાર્થ* થી *ભરપૂર* છે. તુ કોને *દોષ* આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ....
કાકા ની *હસ્તી* આંખો પાછળ *દુઃખ* નો દરિયો *છલકાતો* હતો...
બેટા.. મારે પણ ફેક્ટરી હતી...
*ભૂલ* માત્ર એટલી કરી...મેં મારા
પુત્ર ને ખોટા સમયે...વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો
યુવાની ની ના થનગનાટ મા ખોટા નિર્ણયો લેવાથી...એક દિવસ.. ફેક્ટરી ને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો....
એકાદ વર્ષ પછી અમેરિકા થી ફોન આવ્યો...પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું..?
મેં કીધું
બેટા ...હું *લપસી* ગયો છું ...પણ *પડ્યો* નથી..
તને એક વર્ષે તારા બાપા ની યાદ આવી... એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો...
ફોન મુક..શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો...
તારા કાકી એ મારી સામે *દયા* ની *નજરે* જોયું...
મેં..તારી કાકી ને કિધુ..
અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?
લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય..
એને તો ફક્ત બે હાથ જ છે..
દેવા વાળો મારો મહાદેવ છે...
જેને હજારો હાથ છે...
દવે ક���કા...તમને તમારા પુત્ર તરફ કોઈ *ફરિયાદ* .. ખરી ?
જો બેટા... બધા *લેણાદેવી* ના *ખેલ* છે..મારી પાસે *પૂર્વજન્મ* નું *કંઈક* માંગતો હશે...તો...લઇ ગયો..
કેમ લઈ ગયો તેનું દુઃખ નથી... આમે ...તે *હક્કદાર* અને મારો *વારસદાર* હતો...પણ લેવા ની રીત , *સમય* અને *વર્તન* યોગ્ય ન હતું....
બસ બેટા ગાડી આ મહાદેવ ના મંદિર પાસે ઉભી રાખ...મહાદેવ ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો...
હવે...બોલતા *સંબધો* સાથે *નફરત* થઈ ગઈ છે...તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો મહાદેવ સારો...
દવે..કાકા ને ગાડી બંધ કરી..મેં
હાથ પકડી..મંદિર સુધી લઇ જવા *પ્રયતન* કર્યો..
પણ દવે કાકા બોલ્યા.. બેટા... હું ઘણા વખત થી કોઈ નો *હાથ* પકડતો નથી....
કારણ કે .... *પકડેલો* *હાથ* કોઈ પણ *વ્યક્તી* ...વગર કારણે જયારે *છોડી* દે છે..એ *સહન* નથી થતું....
તેના કરતાં *ધીરૂ* અને *સંભાળી* ને પણ આપણા *પગે* ચાલવું...
એ ફરીથી હસ્તા..હસ્તા બોલ્યા
બેટા.. હું *લપસી* ગયો છું ..પણ હજુ *પડ્યો* નથી....
મારો....મહાદેવ છે ને...નહીં પડવા દે...
ચલ બેટા...જય મહાદેવ
પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ.અને પોતાની *મક્કમ* પણ *ધીરી* ગતિ થી ચાલતા.. દવે કાકા ને હું જોઈ રહ્યો....
મિત્રો....
*દુઃખ* એ *અંદર* ની વાત છે..સમાજ ને તેનાથી *મતલબ* નથી....સમાજ ને હંમેશા *હસ્તો* ચેહરો ગમે છે.
ગમે તેટલું *દુઃખ* પડે...અંદર થી *તૂટી* જશો તો ચાલશે....પણ બહાર થી તો *વાઘ* જેવું *વ્યક્તીત્વ* રાખજો.
સમાજ *નીચોવી* નાખવા બેઠો છે....
*તૂટેલી* ભગવાન ની *મૂર્તિ* ને તો લોકો ઘરમા પણ *નથી* રાખતા..તો આપણી તો શું *હેસિયત* છે....
*રડવું* હોય તો *ભગવાન* સામે રડી.લેજો..બધા ના *ખભા* એટલા *મજબૂત* નથી હોતા...
જેમ *સિંહણ* નું *દૂધ* ઝીલવા *સુવર્ણ* નું પાત્ર જોઇએ.. તેમ... *આપણી* *આંખ* *ના* *આંસુ* *ઝીલવા* .. *સજ્જન* *માણસ* *નો* *ખભો* *જોઇએ* .....
સમાજ અને કુટુંબ મા મંથરા..અને શકુની મામા ઘણા ફરે છે....ત્યા હળવા થવા ની કોશિશ ના કરતા...
મેં ગાડી ચાલુ કરી....થોડો *ફ્રેશ* થવા
*FM* રેડિયો ચાલુ કર્યો....
*કિશોરકુમાર* નું ગીત......વાગતું હતું..
चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..
આપણી *વ્યક્તિ* જ જીંદગી *ઉજ્જડ* કરે તો..
*દોષ* કોને દેવો....
એક *પિતા* એ તેના પુત્ર ના નામે *દોલત* લખતા પેહલા કીધેલા શબ્દો..યાદ આવ્યા..
*બેટા* ....હું તારા ઉપર *આંધળો* *વિશ્વાશ* મુકું છું
*જવાબદારી* તારી છે...મને *આંધળો* સાબિત *ન* કરવાની..
*જીંદગી* માં બધી *ચાલ* ..ચાલજો..પણ કોઈ નો *વિશ્વાશ*
*તોડતા* નહીં....કારણ કે એ *વ્યક્તિ* માટે તો તમારા ઉપર મુકેલ *વિશ્વાશ* જ તેની *મરણ* *મૂડી* હોય છે....
અને એ *ગુમાવ્યા* પછી ...
*મોત* ની રાહ જોવા સિવાય...તેની પાસે કશુ *બચતુ* નથી....
પ્રણામ 🙏
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
       સુધા કુલકર્ણીના લેક્ચરના પ્રસંગની પરમજિત પર ખૂબ સારી છાપ પડી હતી. એને રહી રહીને એની પાર્ટનર તરીકે પસંદ કરવા બદલ ગૌરવ થતું હતું. પરમજિત મારાં કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી. પરંતુ મારી સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરતી હતી. અમે ઘણી વાર આડીઅવળી અનેક વાતો કરતાં. પરંતુ એ એના અંગત જીવન વિષે કે એના દીકરા વિષે ભાગ્યે જ કશું કહેતી. એનો દીકરો ભણીને આવી ગયો અને લશ્કરમાં એને કેપ્ટન તરીકે પોસ્ટિંગ મળ્યું…
Tumblr media
View On WordPress
0 notes