Tumgik
#OnlineGujaratNewsLive
aapnugujarat1 · 5 years
Text
છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો
Tumblr media
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામમાં ખેતરે જતી આધેડ વયની મહિલા પર દીપડાએ હુમલા કરીને ઇજા કરી હોવાની ઘટના આજે સવારે બની હતી. મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા દીપડો જંગલમાં નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પાવીજેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાયપુર ગામમાં રહેતા ગંગાબેન રાઠવા આજે ખેતરે જઇ રહ્યા હતા તે સમયે અચાનક તેમને પાછળના ભાગેથી દીપડાએ હુમલો કર્યો હતો. ગંગાબેનને ઇજા થતા તેઓએ ચીસાચીસ કરી મૂકી હતી જેના પગલે દીપડો જંગલમાં નાસી છૂટ્યો હતો. આ અંગેની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતાં.ગંગાબનને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાવીજેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ પણ સ્થળ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. (તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
નાયબ મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા
Tumblr media
આયુષ્યમાન ભારત દિવસ ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદના કિરીટ શેલત, વિરમગામના નીલકંઠ વાસુકિયા, જુનાગઢના શૈલેશ નાંઢા, વિજાપુરના સોનલ પ્રજાપતિને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સન્માનિત કર્મચારીઓને પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. અગ્ર સચિવ જયંતિ રવિનાં માર્ગદર્શન પ્રમાણે રાજ્યભરમાં ૧૫ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને સપ્તધારા તાલિમ આપવામાં આવી છે અને સપ્તધારાના સાધકો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓની સચોટ માહિતી આપવામાં આવી રહી છે. સ્ટેટ આઇ.ઇ.સી ઓફિસર ડો.શૈલેશ સુતરીયા દ્વારા સપ્તધારાની તમામ પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણને ૨૩/૦૯/૧૯ના રોજ એક વર્ષ પુર્ણ થયું છે જેને ધ્યાને લઇને ભારત સરકારે સમગ્ર દેશમાં ૧૫/૦૯/૧૯ થી ૦૨/૧૦/૨૦૧૯ સુધી આયુષ્યમાન ભારત પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આ પખવાડિયુ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાનો પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવાનો છે જેથી લાભાર્થીઓને યોજનાની સંપુર્ણ માહિતી મળી રહે અને વધુ લોકો યોજનાનો લાભ મેળવી શકે. સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકો સુધી સચોટ માહિતિ પહોંચાડવામાં આવી રહી છે. (તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિા, વિરમગામ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની મંજુલા મોદી
Tumblr media
હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં મોદી સમાજનું અને લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ એવી મંજુલા મોદીએ ૧૦/૦૯/૨૦૧૯ના રોજ દિયોદર મુકામે તાલુકા કક્ષાએ ૧૫ સ્પર્ધકોને હરાવીને પ્રથમ નંબર મેળવી તારીખ ૧૮/૦૯/૨૦૧૯નાં રોજ રૈયા મુકામે સમગ્ર દિયોદર તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. હવે મંજુલા મોદી આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીરાજ્ય ખાતે રમવા જશે. આ બાબત સમગ્ર મોદી સમાજ તેમજ લોકનિકેતન સ્કૂલ તેમજ ગામ માટે ગૌરવા્‌ની વાત છે. શાળાના શિક્ષક મહેન્દ્ર રોહિત અને આચાર્ય યુ.ડી.ચૌહાણે મંજુલાને શાળા, સમાજ ગામ અને માતા - પિતાનું નામ રોશન કરવા બદલ અભિનંદનંદન પાઠવ્યા હતાં. (તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
સૌરાષ્ટ્રનાં પત્રકારોએ ખોડલધામમાં ધજા ચઢાવી
Tumblr media Tumblr media
શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આઈ શ્રી મા ખોડિયાર મંદિરની પ્રથમ નિમંત્રણની ધ્વજાનો ધ્વજારોહડનો શુભારંભ સૌરાષ્ટ્ર ઝોન પત્રકારો (પ્રિન્ટ - ઈલેક્ટ્રોનિક મિડિયા)થી કરવામાં આવ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ તેમજ ટ્રસ્ટીઓએ પત્રકારો સાથે રહી નવરાત્રિના શુભારંભ પહેલાંની ધ્વજા સૌરાષ્ટ્ર ઝોનના પત્રકારોના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અધ્યક્ષ નરેશ પટેલ તથા ટ્રસ્ટીઓ અને પત્રકાર મિત્રોએ સાથે મળીને વિશ્વ દીકરી દિન નિમિત્તે આદ્ય શક્તિ મા ખોડિયારનાં મંદિરે ખોડલધામ, (કાગવડ) ખાતે ધ્વજારોહણ કર્યું હતું. પત્રકારો માટે તમામ વ્યવસ્થા ખુબ સરસ રીતે ખોડલધામ ટ્રસ્ટ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પરિસરમાં પગ મુકતાંની સાથે જ રોમ રોમમાં મા શકિતનો સંચાર ઘોડાપુરની વેગે દોડતો થઈ જાય છે અને જાણે પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથ મહાદેવના મંદિર જેવો જ અહેસાસ થાય છે. શ્રી ખોડલધામ મંદિર પરિસરની સ્વચ્છતા, વ્યવસ્થા અને આદ્યાશકિત મા ખોડિયારનું દિવ્ય સ્વરૂપ મન મોહીલેય છે. પર્યાવરણનું સંરક્ષણ કરતું શકિત વન નયનરમ્ય હરિયાળી અહીં જોવા મળે છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એમ્ફી તથા થિયેટર, સત્સંગ હોલ, ૫૦ ફુટ લંબાઈ અને ૫૦ ફુટ પહોળાઈમાં યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે. આ સિવાય અનેક સુવિધાઓ શ્રી ખોડલધામમાં ઉપલબ્ધ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ૨૦૧૨માં ૨૪૨૩૫ દંપત્તિ દ્વારા શિલાપૂજન વિધિ, ૪૮૮૭૦ લોકોએ એક સાથે હસ્તધુન કર્યાનો રેકોર્ડ બનાવાયેલ છે. આ ઉપરાંત વિવિધ અશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તથા ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનેક રેકોર્ડ બનાવાયા છે. શ્રી ખોડલધામ આદ્યશક્તિ મા ખોડિયારનાં દર્શનાર્થે દેશ - વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આર્શીવાદ લેવા આવે છે ને મા ખોડીયારનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. (તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
છોટાઉદેપુરમાં પતિએ પત્ની અને દોઢ વર્ષના પુત્રની નર્મદામાં ફેંકી હત્યા કરી
Tumblr media
ક્રુર બનેલા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને નર્મદા કેનાલમાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દઇને હત્યા કરી હોવાનો કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઝાંખરપુરા નજીક બન્યો હતો. બોડેલી તાલુકાના ભરદા ગામેથી વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામે પત્નીને પિયર લઇ જવાનું કહીને ઘાતકી પતિ પત્ની અને પુત્રને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. રસ્તામાં કેનાલ બ્રિજ પર ઉભો રહીને પત્ની અને પુત્રને ધક્કો મારીને કેનાલમાં ધકેલી દીધા હતા. મૃત યુવતીની લાશ વાઘોડિયાના સરણેજ ગામેથી મળી હતી જ્યારે બાળકની શોધખોળ હજી ચાલુ છે. જો કે પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા. તેઓને બે સંતાનોમાં સિદ્ધાર્થ (ઉ.૧૩) અને દક્ષરાજ (ઉ.દોઢ વર્ષ)ના પુત્રો છે. ગત તારીખ ૧૬મીએ સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્ર દક્ષરાજને લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઉભું રાખ્યું હતું. આ સ્થળ પર તેણે રાખ્યુ હતુ. જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ધસમસતા ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા. આ ઘટના બાદ ગુલાબ પરમાર તેના ઘરે જતો રહ્યો હતો. સાંજે ગુલાબનાં પિતાએ જયાનાં પિતા દોલતસિંહને ફોન કરીને કહ્યું કે ગુલાબ, જયા અને દક્ષરાજને લઇને બાઇક પર નીકળ્યા છે, ત્યાં આવ્યા છે ? તો જયાનાં પિતાએ ના પાડી હતી જેથી બીજા દિવસે તા.૧૭ નાં રોજ રાજપુરાથી ભાડે ગાડી કરીને જયાનાં પિતા, કાકા અને ભાઈ તમામ ભોરદા ગયા હતા. જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો ન હતો, ત્યારે પોલીસ પાસે લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડ્યો હતો. ગુલાબે પત્ની અને પુત્રને જે જગ્યાએથી ધક્કો માર્યો હતો, ત્યાં ગાડી ઉભી રખાવીને ગુલાબે કબૂલાત કરીને કહ્યું, કે બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્રને કેનાલમાં ધક્કો મારીને પાડી દીધા હતા જેના પગલે તાત્કાલીક કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. આખરે વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામ પાસે કેનાલમાંથી જયાની લાશ મળી આવી હતી. જરોદ પોલીસે ત્યાં પહોંચીને લાશનો કબજો મેળવીપીએમ રૂમમાં મૂકી હતી. બીજી તરફ બાળકની શોધખોળ હાથ ધરી હતી. પિતા દોલતસિંહની ફરિયાદને આધારે બોડેલી પોલીસે આરોપી પતિ અને પિતા ગુલાબની પત્ની અને પુત્રનાં મોત બદલ અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના પાછળ પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. (તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
ઓલ ઈન્ડિયા સિટીઝન વિજીલન્સ કમિટિના વર્કશોપ યોજાયો
Tumblr media
૧૦૦થી વધુ દેશોમાં કાર્યરત ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્‌સ એસોસિયેશન સાથે સંકળાયેલ ઓલ ઈન્ડિયા સીટીઝન વિજીલન્સ કમિટિના પ્રદેશ કક્ષાનો વર્કશોપ સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજાઈ ગયો જેમાં ૧૨ જિલ્લાના ૬૫ જેટલા હોદ્દેદારો અને ચુનંદા કાર્યકર્તાઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. બી.એસ.જેસલપુરાએ (સંયુકત નિયામક , કમિશ્નરશ્રીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ભ્રષ્ટાચાર મુક્ત તંદુરસ્ત ભારત ભેળસેળ મુકત પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લેવડાવ્યા હતાં. માનવ અધિકાર બંધારણીય મૌલિક અધિકારના રક્ષણ માટે માર્ગદર્શન આપી શપથ લેવડાવ્યા. (તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન પખવાડિયાની ઉજવણી કરાઈ
Tumblr media
બોડેલી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભારતી ગુપ્તાની ઉપસ્થિતિમાં બોડેલી તાલુકા આરોગ્ય સ્ટાફ એમ.ઓ / એસ.આઇ / એચ.વી / એલ.ટી / ફાર્માસિસ્ટ / એમ.પી.એચ. ડબલ્યુ / એફ.એચ.ડબલ્યુ / આશાબહેન હાજર રહી હતી. બોડેલી તાલુકા સેવા સદનથી લઈને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્માન ભારત યોજના તથા મા યોજના, મા વાત્સલ્ય યોજનાના લાભો જન જન સુધી પહોંચે તેવા ઉમદા આશયથી રેલી આયોજન કરેલ જેમાં બેનરો તથા વિવિધ સૂત્રો ઉચ્ચારણ કરવામાં આવ્યાં હતાં. ‘‘ના કોઈ જાત હે, ના કોઈ ભાત હે. આયુષ્માન ભારત સબકે સાથ હે’’, ‘‘બિમાર હવે નહીં રહે લાચાર, બિમારીનો થશે મફત ઉપચાર’’ જેવા સૂત્રો ઉચ્ચારી જન જન સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો રેલી સ્વરૂપે બહોળો પ્રચાર પ્રસાર કરી આયુષ્માન ભારત પખવાડિયાની ઉજવણી કરી હતી. (તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
સ્વામિનારાયણ ફિઝિયોથેરાપીસ્ટ કોલેજના વિદ્યાર્થીઓએ સેવાકીય પ્રવૃત્તિ કરી
Tumblr media
“સેવા પરમો ધર્મ” એ ઉક્તિને સાર્થક કરતા શ્રી સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજના વિધાર્થીઓ દ્વારા વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિત્તે અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી જેમાં પ્રબોધ રાવળ વાનપ્રસ્થાશ્રમ અને સોપાન મંદબુધ્ધિના બાળકોની શાળામાં નિઃશુલ્ક સારવાર તથા કોલેજ કેમ્પસ ખાતે વાલીગણને ઉંમરની સાથે વધતા જતા દુખાવા અંગે નાટકરૂપે તથા પ્રતિકૃતિઓ દ્વારા અવેરનેસ આપવામાં આવેલ હતી. (તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
કંગના રાણાવતે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું
Tumblr media
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, તત્કાલ મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી દ્વારા શ્રી કંગનાને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિન્હ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી અદભુત અનુભુતી થઇ તેમ જણાવ્યું હતું. (તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું
Tumblr media
કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું શિહોરી જીઈબીમાં કાંકરેજના ખેડૂતોએ એકઠા થઇ શિહોરી અને ડીસાના કાર્યપાલક ઈજનેર પટેલને વીજ ચેકીંગ બંધ કરવા માટે રજુઆત કરી હતી અને પછી અન્ય મુદ્દાઓ વિષે આવેદનપત્ર આપ્યું હતું, રેલી યોજી મામલતદાર કચેરીમાં પહોંચ્યાં હતાં. કાંકરેજ મામલતદાર એમ. ટી.રાજપુતને પણ આવેદનપત્ર આપ્યું હતું અને બનાસ નદીમાં પાણી છોડવા માટે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જોકે સવારથી સાંજ સુધી અંતે ખેડૂતોએ પોતાની માંગો ઉપર અટલ રહ્યા હતા. જીઈબીના અધિકારીઓએ આવેદનપત્ર લઈ માંગણીઓ સ્વીકારી લીધી હતી ત્યારેખેડૂતોમાંખુશીજોવા મળી હતી. ખેડૂતોને ચોમાસામાં બોર બંધ હોવાથી અત્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે લોડ વધારો આવતો હોવાથી આંદોલનનો માર્ગ ઉપર પોતાની માંગણીઓ સરકાર સામે અને વીજ કંપની સામે મૂકી છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીક્યારે પુરી પાડવામાં આવશે તે જોવું રહ્યં. (તસવીર / અહેવાલ :- મોહમંદ ઉકાણી, કાંકરેજ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
કડી શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયું
Tumblr media Tumblr media
કડી શહેરમાં આવેલ પાણીની ટાંકી, કમળ સંકૅલની સાંમે, ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી ગણપતિ બાપાની વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવે છે.ગણપતિ બાપાની ૯ દિવસ વિધિ પ્રમાણે સેવા પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમ્યાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે જેમાં ભજન, મ્યુઝીકલ નાઇટ, નાટક ,ગરબા, સંગીત સંધ્યા ,હાસ્ય દરબાર જેવા અનેક કાયક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. દસમા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે. ગણપતિ બાપાનું વિસર્જન મુખ્ય સ્થળેથી વાજતે-ગાજતે ડીજેના તાલ સાથે નીકળી સિંધવાઇ માતાના મંદિર આવેલ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં ભકતોની ખુબ મોટી સંખ્યામાં ભીડ જામી હતી અને ગણપતિ બાપા મોરયા જેવા જયકારા લગાવવામાં આવ્યાં હતાં. (તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
વિરમગામમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન
Tumblr media Tumblr media Tumblr media Tumblr media
વિરમગામ નગર અને તાલુકામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગુરૂવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ, નગારા, ડીજે, શરણાઇ સાથે વાજતે ગાજતે ઠાઠ માઠથી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિરમગામના રાજમાર્ગો ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. પાર્વતી પુત્ર ગજાનંદને વિદાય આપતી વખતે ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને સર્જનહાર ગણેશજીની મુર્તિઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે વહેલી સવારથી જ ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ પંથકમાં નાના મોટા ૩૦૦ થી વધુ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મુર્તિઓનુ ગુરૂવારે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરના ગણેશ મહોત્સવના આયોજકો સાથે સંકલન કરી ગંગાસર તળાવના બદલે સતત બીજા વર્ષે વિરમગામ-ડુમાણા રોડ પર તુલસી વાટીકા પાસે આવેલ કોરી તલાવડીમાં વિઘ્નહર્તાના વિસર્જનની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિ વિસર્જનના સ્થાન તથા રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વિરમગામ નગરપાલિકા દ્વારા ગણપતિ બાપાની મોટી મુર્તિઓના વિસર્જન માટે ક્રેઇન અને તરાપાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલીકા પ્રમુખ, નગરપાલિકાની ટીમ, સ્વયંસેવકો ગણેશ વિસર્જનમા મદદરૂપ બન્યા હતા. વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાં વલાણાના વડેચી તળાવ, જકસી તલાવડી, કરકથલ તળાવ સહિત વિરમગામ તાલુકામાં અનેક સ્થાનો પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. માંડલ તથા દેત્રોજ તાલુકામાં પણ ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાય આપવામા આવી હતી. ગણપતિ બાપાના પંડાલથી વિસર્જન સુધી ઢોલ નગારા ડીજેના તાલ સાથે હજારો ભક્તો નાચ્યા હતાં અને અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. જાહેર માર્ગો પર અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા છાસ, પાણી, સરબત, પ્રસાદ સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ગણપતિ બાપાની સેવા પુજા કરનારા અનેક ભક્તો ગણપતિ બાપાની મુર્તિ વિસર્જન દરમ્યાન ભાવુક થઈ ગયા હતા અને ચારેબાજુ જય ગણેશ દેવ, ગણપતિ બાપા મોરિયા નો નાદ સંભાળાઇ રહ્યો હતો. (તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
મહેસાણા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા વીરમાયા જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ
Tumblr media Tumblr media
સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમવાર વીરમાયા જન્મ જંયતીની ઉજવણી તા. ૦૭-૦૯-૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે કરવામાં આવી હતી. વીરમાયા વિષયના ઈતિહાસકાર અને સમગ્ર પરગણા વણકર સમાજ પ્રમુખ આયોજક ભીખાભાઈ એ. મકવાણા અને વીણાબેન એમ. દિપકર, નરેન્દ્ર વાણીયા,નટુભાઈ પરમાર, વિનોદ પી. નંદા, ખુશાલભાઈ એમ. મકવાણા, ડૉ. પી.એ. પરમાર, એમ.જે. સુતરીયા, જિજ્ઞેશ બી. કાપડીયા, કિશોર પી. સોલંકી અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સમાજના લોકોને વીરમાયા પેંડન્ટ, વીરમાયા છબી અને ડૉ. નરસિંહદાસ વણકર લિખિત વીરમાયા વિષયક કંઠસ્થ પરંપરાનું સાહિત્ય પુસ્તક આપવામાં આવ્યું હતું. Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
મા વાઘેશ્વરીના દર્શનાર્થે ઉપડ્યો સોની પરિવારનો સંઘ
Tumblr media
અમદાવાદનાં પાલડીમાં આવેલા સિગ્મા સ્પર્શમાં રહેતાં સોની ભાવેશકુમાર ચમનલાલ (માંડલિયા) દર વર્ષે તેમના પરિવારના સભ્યો સાથે મા વાધેશ્વરી માતાનો રથ લઈ ભાદરવી પૂનમે અમદાવાદથી માંડલ સ્થિત મા વાધેશ્વરી માતાના મંદિર પગપાળા જાય છે જેમાં પરિવારના ૧૨૫થી પણ વધારે સભ્યો હોય છે. આ પગપાળા સંઘમાં ૭૦ પુરુષો, ૪૫ સ્ત્રીઓ અને બાળકો સાથે કેટરિંગના માણસો સાથે મા વાધેશ્વરી માતાના દર્શને જતાં હોય છે. આ કાર્યક્રમની તૈયારી લગભગ બે મહિનાથી શરૂ કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૧ વર્ષથી સોની પરિવાર પગપાળા સંઘ લઈ માતાના દર્શનાર્થે જાય છે. (તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
ઈડર તાલુકામાંમૃઘણેશ્વર મહાદેવ ત્રિ દિવસીયમેળો ખુલ્લો મૂકાયો
Tumblr media
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર મુકામે તા. ૯મી સપ્ટેમ્બર ભાદરવી સુદ અગિયારસના રોજથી ભગવાનશ્રી મુઘણેશ્વર મહાદેવનો ત્રિ-દિવસીય લોકમેળાને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદ અને ઉત્સાહથી મનોરંજન માણવા લોકસમાજે લોકોત્સવની રચના કરી છે. આ લોકત્સવમાં લોકસંસ્કૃતિના દર્શન સાથે ભક્તિમય વાતાવરણ અને અનેક લોકોને રોજગારી મળી રહે છે. વર્ષોથી આ મેળાઓ ભારતની ભાતીગળ લોકસંસ્કૃતિને પ્રદર્શિત કરવાની સાથે જાળવણીનું કામ પણ કરી રહ્યા છે. આ મેળામાં આસપાસના વિસ્તારના લોકો નાતજાતના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ભાગ લે છે. આ મેળો સામાજિક સમરસતા મેળો પણ છે. ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉત્સાહથી ભાગ લે છે. જાદર મેળાની વિશેષતા અને તેનો ઇતિહાસ જોઇએ તો ઘણાં વર્ષો પહેલાની વાત છે. ઇડર નગરની બાજુમાં આવેલ જાદર ગામ ઉજ્જડ અને વેરાન સ્થળ, તે સમયમાં અહીંના લોકો પશુપાલન કરતા અને આ ગામની આજુબાજુ ગોવાળિયા ગાયો ચરાવવા જતા ત્યારે એક ગોવાળિયાની ધ્યાને આવ્યું કે તેની એક ગાય રોજ દૂધ નથી આપતી તેણે લાગ્યું કે કોઇ દૂધ દોહી લેતું હશે કે વાછરડુ દૂધ પી જતુ હશે. બીજા દિવસે એને એ ગાયનું ધ્યાન રાખ્યું તો જંગલમાં ખીજડાના ઝાડ જોડે ગાય ઉભી હતી તેણે ખાસ ધ્યાન ન આપ્યું આ ઝાડ નીચે સાપનો વિશાળ રાફળો હતો. એ દિવસે પણ ગાયે દૂધ ન આપ્યું એટલે બીજા દિવસે ગોવાળિયાએ ખાસ ધ્યાન આપ્યું તો તેને જોયું કે ગાય રાફડા જોડે જાય છે તો એની મેળે તેના આંચળમાંથી દૂધની ધારાઓ છુટે છે જે દૂધ રાફળામાં રહેલા નાગદેવતા પીતા હતા. આ સમયે મુઘલ શાસકોનો ત્રાસ હતો તેઓ ગાયો ચોરી ગયા અને ઓછું હોય તેમ જંગલમાં આગ લગાવતા ગયા. જંગલ સળગતા નાગ દેવતા તાપ સહન ન થતા ખીજડાના ઝાડ પર ચડી ગયા તેજ સમયે ગામના ચાર-પાંચ યુવાનો ગાયોનુ રક્ષણ કરવા જતા હોય છે ત્યારે ખીજડાના વૃક્ષમાંથી અવાજ આવ્યો “આ અગ્નિના ત્રાસમાંથી બચાવો, હે વીર યુવાનો તમો મારી વ્હારે આવો” આ સાંભળી વીર યુવક મુધવે પોતાની ઢાલ સામે ધરી અને નાગદેવ સરકીને ઢાલ પર આવ્યા. મુધલે ઢાલ માથે ચડાવી નાગદેવનુ રક્ષણ કરી નિર્ભય જગ્યાએ રાખ્યા. નાગદેવે ત્યારે કહ્યું હે વીર નર મારા પ્રાણ તમે બચાવ્યા તેથી હું તમારો આભાર માનું છું તમે આજે ગાયોની વ્હારે આવી એક મહાન કાર્ય કર્યું છે તમે મને બચાવ્યો છે તેથી તમારો અંત આ ઉજ્જડ વનમાં થશે. આ સાંભળી યુવાનો દુઃખી થયા. ગાયોનું રક્ષણ કરવામાં અમારો અંત થશે. આ જોઇ નાગ દેવતા કહે તમે મને જીવન દાન આપ્યું છે તેથી હું તમને શ્રી મહાદેવનું શિવરૂપ મહાપદ આપું છું.તમે જંગલમાં શિવરૂપ જાદર ગામમાં સ્વંયભૂ તરીકે પૂજાશો અને તમારાથી કોઇપણ સર્પનુ ઝેર ઉતરી જશે. તમારી નામના જગતના દૂર-દૂર પ્રદેશોમાં ફેલાશે. આજે આ મંદિર ગાયોને બચાવનાર મુધવના નામ પરથી મુધ્રણેશ્વરના નામે પસિધ્ધ છે. સ્વંયભૂ શિવલિંગ તરીકે મુધ્રણેશ્વરની અનોખી ઓળખ છે. ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી અહીં ભવ્ય મેળો ભરાય છે. (તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર) Read the full article
0 notes
aapnugujarat1 · 5 years
Text
લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
Tumblr media
કડી તાલુકાના રાજપુર ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓનો લક્ષ્મીપુરા(નંદાસણ) પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. કડી તાલુકાના રાજપુર ક્લસ્ટર દ્વારા સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોની હાજરીમાં સુંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શન લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં યોજવામાં આવ્યું હતું. સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિલીપ પટેલ તથા રાજપુર પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જયેશ કે. રાજપુરા દ્વારા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને આવકારવામાં આવ્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કૃતિઓને અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવી હતી તેમજ તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા. યજમાન શાળાના આચાર્ય લાલભાઈ પટેલ દ્વારા પધારેલા સૌ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી) Read the full article
0 notes