Don't wanna be here? Send us removal request.
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 3
મહાબીજાણુંધાની :-
• અંડક એ નાની રચના છે જ એક દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય. – અંડકનાલ / અંડક દંડ
• અંડકનો દેહ જે ભાગ વડે બીજકેન્દ્ર સાથે જોડાયેલો હોય તેને બીજકેન્દ્ર કહે છે.
• બીજકેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન.
• અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે. – અંડકાવરણો
• અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર હોય જેને અંડકાવરણો આવરિત કરતા નથી. – અંડકછિદ્ર / બીજાંડછિદ્ર
• અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે – અંડકાવરણોથી ઘેરાયેલ કોષોનો સમૂહ.
• પ્રદેહ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે.
• પ્રદેહમાં ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક હોય.
• અંડકમાં એક મહાબીજાણુંમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ હોય.
મહાબીજાણુંજનન :-
• મહાબીજાણું માતૃકોષમાંથી (MMC) મહાબીજાણુંના નિર્માણને મહાબીજાણુંજનન કહે છે.
• અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સમાન્યત : એક મહાબીજાણું માતૃકોષનું વિભેદન થાય.
• ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ.
• મહાબીજાણું માતૃકોષ અર્ધીકરણ પામે.
• ચાર મહાબીજાણુઓ સર્જાય.
માદા જન્યુજનક :-
• મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ અવનત પામે અને એક સક્રિય રહે.
• એક જ મહાબીજાણુંમાંથી ભ્રૂનપુટનો વિકાસ થાય. – એકબીજાણુંક વિકાસ.
• સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર સમભાજન પામી બે કોષકેન્દ્રો સર્જે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. ક્રમશ: 2,4,8 કોષીય ભ્રૂણપુટનું નિર્માણ થાય.
• વિભાજન બાદ તરત કોષદિવાલનું નિર્માણ થતું નથી.
• 8 કોષ કેન્દ્રિય અવસ્થા બાદ કોષદિવાલનું નિર્માણ થાય.
• 6 કોષકેન્દ્રો કોષદિવાલ વડે આવરિત થાય.
• 2 ધ્રુવીય કોષકેન્દ્રો અંડ પ્રસાધનની નીચે કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય.
• અંડછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળીને અંડ પ્રસાધન રચે.
• અંડ પ્રસાધનમાં બે સહાયક અને એક અંડકોષ.
• સહાયક કોષો, અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન દર્શાવે. – તંતુમય પ્રસાધન
• ત્રણ કોષો અંડક તલ તરફ ગોઠવાય. – પ્રતિધ્રુવીય કોષો.
• ભ્રૂનપુટ પુખ્તતાએ 8-કોષકેન્દ્રીય અને 7-કોષીય રચના.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 2
પરાગનયન :-
• પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
• 3 પ્રકાર :
1. સ્વફલન :-
• તે જ પુષ્પમાં પરાગનયન થાય.
• પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પ��ા પરાગાસન પર સ્થળાંતર થાય.
• પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જરૂરી.
પરાગાસન અને પરાગરજ પણ એકબીજાની નિકટતમ.
સંવૃત પુષ્પો :-
• કોમેલિના, વાયોલા અને અબુટીમાં
• બે પ્રકારનાં પુષ્પો સર્જાય.
• હવાઈ પુષ્પો અન્ય જાતિઓની જેમ.
• સંવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી.
• પરાગાશય અને પરાગસન એકબીજાની ખૂબ નજીક.
• પર- પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી.
• સ્પષ્ટપણે સ્વફલન.
2. ગેઈટેનોગેમી :-
• પરાગા���યમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થાપિત થવાની ક્રિયા.
• કાર્યાત્મક રીતે પરપરાગનયન.
• પરાગવાહકો ભાગ લે.
• જનીનીક દ્રષ્ટિએ સ્વફલન જેવું.
• પરાગરજ તે જ વનસ્પતિ પરથી આવે.
3. પરવશ :-
• પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા.
• પરગાસન પર જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય.
બેવડું ફલન :-
• સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના.
• પરાગનલિકાના અંડકમાંના સહાયક કોષમાં પ્રવેશ બાદ નર જન્યુઓ સહાયક કોષના કોષકેન્દ્રમાં મુક્ત થાય.
• બે પૈકી એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય. – સંયુગ્મન અને અંતે યુગમનજ નિર્માણ
• બીજો નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિકીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરે અને જોડાય. – ત્રિકીય ભ્રૂણપોષ કોષકેન્દ્રનું નિર્માણ કરે. પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે (PEN)
• બે પ્રકારનાં જોડાણ ભ્રૂણપુટમાં થાય. - સંયુગ્મન અને ત્રિકીય જોડણ – બેવડું ફલન
• મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) માં પેરેનમે અને ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે.
• યુગ્મનજ માંથી ભ્રૂણનો વિકાસ થાય.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 1
બાહ્યસંવર્ધન પ્રયુક્તિઓ :-
• મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. જેથી સતત સ્વ-પરાગનયનના લીધે અંત:સંવર્ધન દબાણ વધે.
• માટે પર-પરાગનયનને ઉત્તેજવા ઘણી પ્રયુક્તિઓ વિકસાવે.
1. પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણક્ષમતાનો તાલમેલ હોતો નથી.
• પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ગણા સમય પહેલાં જ પરાગાસન ગ્રહણશીલ બને.
2. પરાગાસના અને પરાગાશય જુદાં જુદાં સ્થાનોએ આવેલા હોય.
• જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી.
• આ બંને પ્રયુક્તિઓ સ્વફલન અવરોધે.
3. સ્વ-અસંગતતા દ્વારા અંત:સંવર્ધન દબાણ અટકે.
• જનીનીક ક્રિયાવિધિ
• સ્વ પરાગને, સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણને કે પરાગનલિકાનાવિકાસ ને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે.
4. એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા.
• નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર (એકસદની) ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અટકાવી શકાય. ઉદા. મકાઈ, દિવેલા
• ગેઇટેનોગેમી અટકાવી શકાય નહિ.
• જો નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય.
• ઉદા. પપૈયા
કૃત્રિમ સંવર્ધન :-
• પાક સુધારણાની પદ્ધતિ.
• પરાગનયન માટે માત્ર ઈચ્છીત પરાગરજનો જ ઉપયોગ થાય.
• પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે.
• દ્વિલિંગી પુષ્પમાંથી ચિપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે. – ઇમેસ્ક્યુલેસન
• ઇમેસ્ક્યુલેસન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની મિણીયા કાગળની કોથડી વસે ઢાંકવામાં આવે. – બેગિંગ
• બેગિંગ કરવાથી અસંગત પરાગનયન અટકે.
• બેગિંગ કરેલ પુષ્પના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાં એકત્રિત કરેલ પરિપકવ પરાગરજને છાંટવામાં આવે અને ફરી બેગિંગ કરવામાં આવે.
• તેમાંથી ફળોનો વિકાસ થાય.
• જો એકલિંગી અને માદા પુષ્પ હોય તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી.
• માદા પુષ્પોને માત્ર બેગિંગ કરવામાં આવે અને ઈચ્છીત પરાગરજ વડે સંકરણ કરી ફરી કોથળી ચઢાવવામાં આવે.
ભ્રૂણપોષ વિકાસ :-
• પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે.
• આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે.
• PEN વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે. – મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ
• ત્યારબાદ કોષ દીવાલ નિર્માણ થાય અને ભ્રૂણપોષ કોષીય બને.
• ઉદા. નાળિયેરનું પાણી
• વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય.
• ઉદા. વટાણા, વાલ, મગફળી
• અથવા પરિપકવ બીજમાં ચિરલગ્ન રહે.
• ઉદા. દિવેલા, નારિયેળ
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note
·
View note
Text
ઉદ્ વિકાસ
1. ઉદવિકાસ સમજાવતા બાહ્યાકાર વિદ્યાના પુરાવા પર નોંધ લખો.
Ø અંતઃસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા ના આધારે નક્કી થાય.
Ø હાલનાં સજીવો સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે.
Ø ઉદા. વ્હેલ, ચમચીડિયા, ચિત્તા અને મનુષ્ય નાં અગ્ર ઉપાગો ની સમાનતા.
Ø અગ્ર ઉપાગો માં અંતઃ સ્થ રચનાકીય સમાનતા છે પરંતુ કાર્ય ભિન્ન.
Ø આ બધા પ્રાણીઓમાં એકસરખી રચના ધરાવતા અંગો નો વિકાસ થયો પરંતુ જુદી જુદી જરૂરિયાર મુજબ અનુકૂલિત થયા. (અપાસારી ઉંદવિકાસ અને સંમુલક કે રચના સદ્રશ્ય અંગો.)
Ø વનસ્પતિમા બોગનવેલ નાં કંટક અને કુકરબિટાના પ્રકાંડ સૂત્ર.
Ø રચના સદ્રશ્ય અપસારી પરંતુ કાર્ય સદસ્ય એ કેન્દ્ર ભિસારી ઉદવિકાસ દર્શાવે છે.
Ø ઊંદા. પતંગિયા અને પક્ષીની પાંખ, ઓક્ટોપસ અને સસ્તનો ની આંખ પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ.
Ø વનસ્પતિમાં મૂળનું રૂપાંતર અને પ્રકાંડનું રૂપાંતરણ બટાકા
Ø કાર્ય સમાન હોય અને રચના ભિન્ન હોય તેને કાર્ય સદ્રશ્ય અંગો કહે છે.
2.અનુકૂલિત પ્રસરણ એટલે શુ? સમજાવો.
Ø વિવિધ જાતિઓના ઉદવિકાસ ની પ્રક્રિયા ઓમાં આપેલ ભૌગોલિક વિસ્તાર નાં અને બિંદુ થી શરુ કરી બીજા ભૌગોલિકવિસ્તારો સુધી પ્રસરવાની ક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે.
Ø ઉદા.1. એક જ ટાપુ પર નિવાસ કરતા ડાર્વિન ફિન્ચ નાં લશ્નનો અને તેમનું સ્વરૂપ જેમ કે તેમની ચાંચો નો વિકાસ ( કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ.)
2. ઓસ્ટ્રેલિયન માર્સુપીયલ ( કોથળીધારી )
Ø ટાપુના એક જ ખંડમાં વિકાસ પામ્યા હોવા છતાં એકબીજાથી ભિન્ન છે
3. ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો.
Ø એક કરતા વધુ મુખડે પ્રસરણ જોવા મળે તેને કેન્દ્રઅભિસારી ઉદવિકાસ કહે છે.
3.ટૂંક નોંધ. સ્થાપક અસર.
Ø હાર્ડી – વેઇનબર્ગ સમતુલા ને અસર કરતાં પાંચ ઘટકો :-
1. જનીનપ્રવાહ
2. જનીનીક વિચલન
3. વિકૃતિ
4. જનીનીક પુનઃ સંયોજન
5. પ્રાકૃતિક પસંદગી
Ø જયારે વસ્તી નાં કોઈ પણ ભાગ નું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે અને મૂળભૂત અને નવી વસ્તી ની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે.
Ø નવા જાનિન સ્થળણતરણ વારંવાર થાય તો તેને જનીન પ્રવાહ કહે છે.
Ø જો આ ફેરફાર તક દ્વારા પ્રાપ્ત થાય તો તેને જનીનીક વિચલન કહે છે.
Ø કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કરકોની અઆવૃત્તિ માં ખૂબ જ મોટા ફેરફાર હોય તો એને ભિન્ન જાતી તરીકે વિકસે છે.
Ø મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને. આ અસર ને સ્થાપક અસર કહે છે.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
Text
પ્રાજનનીક સ્વાસ્થ્ય
1.પ્રાજનનીક સ્વાસ્થ્ય.
શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તુણૂંકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનીક સ્વાસ્થ્ય કહેવાય છે.
2.ગર્ભપાત.
કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભને પ્રસુતિ પૂર્વ નિકાલ કરવાની પદ્ધતિને ગર્ભપાત કહેવાય છે.
3. ગર્ભ નિરોધ
ગર્ભ ધારણ \ બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિને ગર્ભ નિરોધ કહેવાય છે.
1. MTP(medical termination of pregnancy) દફતરી ગર્ભપાત શા માટે આવશ્યક છે?
Ø ગર્ભધારણના ઈચ્છાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને દાકતરી ગર્ભપાત એમ ટી પી અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક ની નિષ્ફળતાથી થયેલ ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભ ધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક હોય ત્યારે આ બધી બાબતોમાં એમટીપી નો ખાસ ઉપયોગ થાય છે.
2. કારણ આપો- અટકાવ એ ઈલાજ કરતાં સારો છે.
1. અજાણ્યા અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
2. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધ નો ઉપયોગ કરો.
3. કોઈપણ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવું.
4. જો ચેપ નું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય
ડોક્ટર પાસે જવું.
3. ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ ઉપર નોંધ લખો.
સિદ્ધાંત : - અંડકોષ અને શુક્રકોષના સમાગમ ને અટકાવવો.
1. સામાયિક સંયમ :- દંપતી 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન ટાળવું.
Ø અંડપાતના અપેક્ષિત દિવસો દરમિયાન ફલનની તક વધુ હોય છે. તે સમયગાળાને ફલન સમય કહે છે.
Ø માટે આ સમય દરમિયાન મૈથુન ન કરવાથી ગર્ભ ધારણ થી બચી શકાય છે.
2. બાહ્ય સ્ખલન ( મૈથુન અંતરાલ) :-
Ø પુરુષ સાથી મૈથુન થવાના તરત પહેલા પોતાના શિશ્નને યોની માંથી બહાર કાઢી લે છે.
Ø વીર્ય સેચન થી બચી શકે છે.
૩. દુગ્ધસ્ત્રવણ ( એમેનોરિયા ) :-
Ø આ પદ્ધતિ એ વાત પર આધારિત છે કે પ્રસંગ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્ત્રવણ દરમિયાન અંડપાતાને ઋતુ ચક્ર શરૂ થતું નથી.
Ø જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો શૂન્ય હોય છે|હોતી નથી.
Ø મહત્તમ છ માસ સુધી અસરકારક હોય.
Ø આ ત્રણેય પદ્ધતિઓમાં દવા અથવા સાધનનો ઉપયોગ થતો નથી.
Ø આડ અસરો નહીં વત.
Ø નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો.
4. વંધ્યીકરણ પર નોંધ લખો.
Ø વાઢ કાપ પદ્ધતિઓ.
Ø ગર્ભ ધારણ ને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવાય.
Ø જનન કોષના વહનને અટકાવી ગર્ભ સ્થાપન ને રોકી શકાય.
Ø નર માટે પુરુષ નસબંધી અને માદા માટે સ્ત્રીને નસબંધી.
Ø પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે અથવા વૃષણ કોથળી પર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે.
Ø સ્ત્રી નસબંધીમાં અંડ વાહિનીના નાના ભાગને કાપીને દૂર કરવામાં આવે અથવા ઉદરમાં કે યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે. ખુબ અસરકારક પણ પુનઃસ્થાપિતા ઘણી નબળી.
5. ટૂંક નોંધ લખો: MTP (પ્રેરિત ગર્ભપાત / દાકતરી ગર્ભપાત)
Ø ગર્ભધારણના પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક અને સ્વૈચ્છિક ગર્ભપાતને એમ.ટી.પી. કહે છે.
Ø આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે.
Ø કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક.
Ø એમટીપી નો હેતુ વસ્તી ઘટ��ડવાનો નથી.
Ø ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા.
Ø ભારતમાં 1971 થી અંધિકૃત.
Ø ઘેર કાયદેસર રીતે સ્ત્રી ભૃણ હત્યા રોકવા અને ગેરકાયદેસર રીતે થતા ગર્ભપાતને અટકાવવાનો હેતુ.
કેટલાક કિસ્સામાં MTP માન્ય :
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક નિષ્ફળતા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક કે ગર્ભધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક બંને માટે હાનિકારક હોય તે ઘાતક હોય ત્યારે.
Ø 4. ગર્ભમાં વિકાસ પામતું બાળક ખોડખાંપણ વાળું હોય તો.
Ø ગર્ભધારણના પહેલા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત.
Ø બીજા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ ઘાતક.
Ø આ કુશળ વ્યક્તિ પાસે કરવામાં આવતી MTP ગેરકાનૂની અને ઘાતક.
કાયદાકીય બાબતો :
Ø ના જન્મેલા બાળકના જાતિ પરીક્ષા માટે એમનીઓસેન્ટોસીસ કરવી તે કસોટી નો ઉપયોગ અને ખતરનાક પ્રવૃત્તિ છે.
Ø માદા ગર્ભ માટે એન્ટી પી કરું સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે.
ઉપાયો : આ સુરક્ષિત મૈથુન ને ટાડવું, અસરકારક પરમર્શ લેવું અને ગેર કાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોને સમજાવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પુરી પાડવી.
6. IUDS (અંતઃ ગર્ભાશયના ઉપાયો)
Ø કોપર – T : ડોક્ટર કે નિષ્ણાત નર્સ દ્વારા યોની માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય.
Ø બિન ઔષધીય.
Ø કોપર આયનો મુક્ત કરે.
Ø ઉદા. પ્રોજેસ્ટાસૅટ, LNG-20
Ø IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે અને મુક્ત થતા કોપર આયનનો શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતા અવરોધે છે.
Ø અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ ધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગર્ભાશયની ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે.
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણમાં વિલંબન અને બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે યોગ્ય છે.
Ø ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત.
1. પીલ્સ (pills)
Ø પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન.
Ø થોડી માત્રામાં મોં દ્વારા ગોળીઓના સ્વરૂપમાં લેવાય.
Ø ઋતુચક્ર ના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે.
Ø સાત દિવસના અંતરાય બાદ ફરી થી જ્યાં સુધી ગર્ભધારણને રોકવાય ઈચ્છે છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં.
Ø અંડપાત અને ગર્ભસ્થાપન અને અવરોધે છે ગ્રીવામાં શ્લેષ્મની ગુણવત્તા બદલાય અને શુક્રકોષોના પ્રવેશમાં રુકાવટ ઉત્પન્ન કરે.
Ø ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક.
Ø ઉદા. સહેલી. મુખ દ્વારા લેવાય.
Ø બીનસ્ટેરોઇડલ
Ø અઠવાડિયે એક વાર
Ø આડઅસર ઓછી
Ø ઊંચું ગર્ભ અવરોધક મૂલ્ય
Ø 3. અંતઃસ્ત્રાવી પદ્ધતિ
Ø પ્રોજેસ્ટ્રોજન + ઇસ્ટ્રોજન ઇન્જેક્શન દ્વારા લેવાય.
Ø ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે.
Ø કાર્ય પ્રણાલી પિલ્સ ના જેવી.
Ø અસરકારક સમય ઘણો લાંબો.
Ø મૈથુન 72 કલાકની અંદર.
Ø આપાતકાલીન ગર્ભ ગર્ભ નિરોધક, બળાત્કાર અથવા અસુરક્ષિત સમાગમ ને કારણે સંભવિત ગર્ભ ધારણ થી બચવા માટે ઉપયોગી.
7. વંધ્યતા નિવારણ માટેની પદ્ધતિઓ પર નોંધ લખો. / સહાયક પ્રજનન પદ્ધતિઓ વર્ણવો. (ART)
Ø ઇન વિટ્રો ફલન IVF
Ø શરીરની બહાર શરીરની અંદર જેવી સ્થિતિમાં ભ્રુણનું સ્થળાંતરણ ને લગતી પદ્ધતિ.
Ø ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવાય.
Ø સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને પ્રયોગશાળામાં યોગ્ય સ્થિતિમાં એકત્રિત કરી ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે.
Ø ફલિતાંડ અથવા પ્રાથમિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(ZIFT: ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ )
Ø આઠ કરતા વધુ ગર્ભકોષ્ઠથી કોષો યુક્ત ભ્રુણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(IUT: અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ )
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમના માટે ઇન વિવો ફલન થી બનતા ભ્રુણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય.
Ø જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતું નથી પણ ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે દાતા અંડકોષ લઈ અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(GIFT: જનન કોષ અંત:અંડવાહીની સ્થાનાંતરણ)
Ø પ્રયોગશાળામાં ભ્રુણ બનાવવા માટે અંતઃકોષરસીય શુક્રકોષ નીક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
Ø જો પુરુષ સાથી ઓછા શુક્રકોષ ��નાવતો હોય અથવા વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોય ત્યારે કુત્રિમ દ્વારા પુરુષના વીર્યને સ્ત્રીના યોની માર્ગમાં દાખલ કરવામાં આવે.
Ø જો ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે તેને અંતઃ ગર્ભાશય વીર્ય સેચન કહે છે.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
Text
માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો નું
1. ટૂંક નોંધ:- બાયોગેસ
Ø પ્રભાવિ વાયુઓનું મિશ્રણ(CH4 + CO2+ H2)
Ø સૂક્ષ્મ જીવો ની પ્રક્રિયાથી પ્રાપ્ત થાય.í
Ø બળતણ તરીકે ઉપયોગી.
Ø સિદ્ધાંત:- સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યોની ચયાપચયથી નિર્માણ થાય.
Ø સેલ્યુલોઝ પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા દ્વારા બને .મિથેનોજેન્સ
Ø ઉદા :-મિથેનોબેક્ટેરિયમ
Ø આ બેક્ટેરિયા સૂર્ય સૂરજ ટ્રીટમેન્ટમાં અજારક સ્લજ માં જોવા મળે.
Ø ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલર નું તેના આમાશયમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પાચન થઈ CH 4,Co2 & H2 બને.
Ø રચના :- 10 થી 15 ફૂટ ઊંધો કોંક્રીટ નો ખાડો કરવામાં આવે.
Ø તેમજ જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે.
Ø ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે.
Ø બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને લીધે આચ્છાદન ઉપર તરફ ઉચકાય.
Ø પ્લાન્ટ ની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય.
Ø જેના દ્વારા નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવામાં આવે.
Ø વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે જેનો ઉપયોગ ખાતર તરીકે થાય.
Ø ગ્રામ્ય વિસ્તારોમાં પશુનું છાણ અને જૈવિક કચરો વધુ માત્રામાં પ્રાપ્ત થતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ વધુ જોવા મળે છે.
Ø ઉપયોગ:- રાંધવા, પ્રકાશ ઉર્જા મેળવવા.
Ø કાર્ય કરતી સંસ્થા :- IARI- ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
Ø KVIC- ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન.
2. જૈવિક ખાતર
Ø કૃષિ ઉત્પાદનોની વધતી જતી માંગને પહોંચી વળવા રાસાયણિક ખાતરોમાં વધુ પડતો ઉપયોગ ઘટાડવા,પ્રદૂષણ ઘટાડવા, કાર્બનિક ખેતી કરવા જેવિક ખાતરોનો ઉપયોગ થાય છે.
Ø જૈવિક ખાતરમાં એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે જે ભૂમિને પોષક ઘટકોથી સમૃદ્ધ બનાવે.
Ø ઉદા :-બેક્ટેરિયા, ફૂગ,સાયનો બેક્ટેરિયા.
1. શિમ્બી કુળની વનસ્પતિઓનાં મૂળતંત્ર પર સહજીવી રાઈઝોબીયમ બેક્ટેરિયા મૂળ ગંડીકા નું નિર્માણ છે.
Ø બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં ના N2નું સ્થાપન થઈ કાર્બનિક દ્રવ્ય બને જે વનસ્પતિઓને પ્રાપ્ત થાય.
2. ભૂમિમાં નિવાસ કરતા મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બને. (એઝોસ્પીરીલીયમ, એઝોબેકટર)
3. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા બનાવે.
Ø ફૂગ સહજીવી તરીકે કાર્ય કરી ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે અને વનસ્પતિને પૂરું પાડે.
Ø મૂડમાં રોગ પ્રેરતા રોગો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા અને વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ વિકાસ પ્રેરે.
Ø 4. સાઈનો બેક્ટેરિયા જલીય તેમજ સ્થલીય પર્યાવરણમાં નિવાસ કરી N2નું સ્થાપન કરે.
Ø EX. એનાબિના, નોસ્ટોક, એસિલેટોરિયા.
Ø ડાંગરના ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગી. ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી ફળદ્રુપતા વધારે.
3.જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો
Ø રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે હાનિકારક, પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવનાર, ફળો, પાકો વિશાલી બનાવનાર છે.
Ø જૈવિક જંતુનાશકો, કીટકનાશકો અને નીંદણનાશકો દ્વારા ભૂમિ પ્રદૂષિત તેમજ રાસાયણિક વિશાલતા ને અટકાવી શકાય.
Ø આ પદ્ધતિ રસાયણોમાં ઉપયોગી ની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે.
Ø ખેતરમાં વસવાટ કરતાં કીટકો અને પરભક્ષી ઓના જીવન ��ક્રો ખોરાક ગ્રહણ ની રીત વસવાટના સ્વરૂપો દ્વારા આપણે જૈવિક જંતુનાશકો પસંદ કરીએ છીએ.
Ø ઉદા 1. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેવા શરીર પર લાલ અને કાળા રંગના નિશાન ધરાવતા ભ્રુગ કીટકોનો ઉપયોગએફીડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ઉપયોગ.
2. બેસિલસ થુરિન્જીનેન્સીસ BT
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિયંત્રણ.
Ø શુષ્ક બીજાણું સ્વરૂપે પેકેટમાં અને જેનો ઉપયોગ પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાય અને ફડાવ વૃક્ષો પર છંટકાવ કરવા થાય.
Ø પતંગિયા અને ઈયળ નાં નિયંત્રણ માટે.
Ø કીટકો નો ડિમ્ભ છંટકાવ કરેલ BTને ખાય જેથી BT દ્વારા મુક્ત થતું વિષ તેમના અન્ન માર્ગમાં જાય જેથી ડિમ્ભ મૃત્યુ પામે.
Ø જીવનમાં રોગ કેટરપિલર ને મારી નાખે પરંતુ અન્ય કીટકો ને કોઈ નુકસાન થતું નથી.
Ø જનીન ઇજનેરી પદ્ધતિ દ્વારા બેસિલસથુરેન્જેનસીસ નાંવિષકારી જનીનને વનસ્પતિમાં દાખલ કરી જે તેઓ વનસ્પતિને કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા ધરાવતી બનાવે.
Ø ઉદા :BT કપાસ
3. ટ્રાયકોડર્મા ફૂગ
Ø સામાન્યતઃ મૂળના નિવસનતંત્રમાં જોવા મળે.
Ø ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક.
4. બકુલો વાઇરસ
Ø કીટકો અને અન્ય સંધિપાદિયોમાં રોગ સર્જે અને તેમનું નિયંત્રણ કરે.
Ø પ્રજાતિ: ન્યુક્લિઓપોલિહેડ્રો વાઇરસ
Ø લઘુવર્ણપટિય કીટકીય પ્રયોજન.
Ø વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી.
Ø આ બાબત ત્યારે અગત્યની છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય.
Ø જેથી ઇન્ટીગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ (IPM) માં આ જંતુનાશકનો ઉપયોગ કરી સંવેદી નિયંત્રંત્રીય વિસ્તારોનો ઉપચાર કરી શકાય.
4. રસાયણો, ઉત્સેચકો અને અન્ય સક્રિયઅણુઓના નિર્માણમાં સૂક્ષ્મજીવો નું મહત્વ લખો.
રસાયણો:- કાર્બનિક એસિડ આલ્કોહોલના નિર્માણમાં.
Ø 1. એસ્પરજિલસ નાઇઝર (ફૂગ):- સાઈટ્રિક એસિડ.
Ø 2. એસિટોબેક્ટર એસિટી (બેક્ટેરિયા):- એસિટીક એસિડ
Ø 3. ક્લોસ્ટિડિયમ બ્યુટીરીકમ (બેક્ટેરિયા):- બ્યુટીરીક એસિડ
Ø 4. લેક્ટોબેસિલસ(બેક્ટેરિયા):- લેક્ટિક એસિડ
Ø યીસ્ટ > સેકેરો માયસીસ-જાતિ સેરેવિસ ઇથેનોઈલ
ઉત્સેચકો :-
Ø 1. લાઈપેઝ:- ડિટર્જન્ટ ની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલીડાઘા દૂર કરવા.
Ø 2. પેકટીનેઝ અને પ્રોટીએઝ :- બજારમાં બોટલમાં પેક કરેલું ફ્રુટજ્યુસ ને શુદ્ધ કરો.
Ø 3. સ્ટ્રેપટોકાઈનેઝ :- બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોક્સ.
Ø દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે “clote bluster `તરીકે ઉપયોગી.
Ø જનીન ઇજનેરી વિદ્યા દ્વારા બનાવવામાં આવે. એવા દર્દીઓ માટે ઉપયોગી જેમની હૃદય વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ અટેક થવાની સંભાવના હોય.
સક્રિય અણુઓ :- 1. સાઇક્લોસ્પોરીન A = ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ દ્વારા મેળવાય.
Ø ઉપયોગ:- દર્દીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે.
Ø 2.સ્ટેટીન્સ = મોનાસ્કસ પુર્પુંરિયસ (યીસ્ટ )
Ø ઉપયોગ= કોલેસ્ટેરોલનાં સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે સ્પર્ધા નીગ્રાહક ની જેમ કાર્ય કરી રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે.
5. STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
Ø ગટનના ગંદા કચરાને સુએજ કહે છે.
Ø મુખ્ય ઘટક માનવ મળ.
Ø મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મ જીવો દ્વારા.
Ø સૂએઝ નો કચરો સીધો સીધો નદી કે જડા શહેરમાં છોડી શકાય પણ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરી જંતુમુક્ત અને શુદ્ધ કરવામાં આવે.
Ø A. પ્રાથમિક સારવાર :- ગાર્ડન અને અવસાદન દ્વારા ભૌતિક દ્રવ્યોનો તબક્કા વાર નિકાલ કરવામાં આવે
Ø વારંવાર ગાર્ડન કરી તરતો કચરો દૂર કરાય.
Ø માટી અને નાની કાકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે.
Ø એકત્રિત થતાં ઘન દ્રવ્યને પ્રાથમિક અને ઉપરના પાણીને ઇફ્લુઅન્ટ કહેવાય.
Ø ઇફ્લુઅન્ટ ને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે.
Ø દ્વિતિય સારવાર :- પ્રાથમિક ઈફલ્યુઅન્ટને મોટી વાયુમયજારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે.જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે.
Ø જરૂરિયાત મુજબ દબાણપૂર્વ હવા પસાર કરવામાં આવે.
Ø જેથી ઉપયોગી હોય તેવા જારક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ ઝડપી થાય અને તે ફ્લોક્સ બનાવે.
Ø ફ્લોકસમાં રહેલા સૂક્ષ્મ જીવો ઈફલુઅન્ટ માના મોટાભાગના કાર્બનિક દ્રવ્ય નો જથ્થો વાપરી નાખે જેથી BOD માં નોંધપાત્ર ઘટાડો થાય.
Ø જે દર્શાવે છે કે પાણી શુદ્ધ થઈ રહ્યું છે.
Ø BOD એટલે એક લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનનો જથ્થો.
Ø ઇફ્લુએન્ટને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય.
Ø BOD કસોટી દ્વારા પાણીના નમુનામાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા વપરાયેલ O૨ નું પ્રમાણ.
Ø જેથી પરોક્ષ રીતે BOD એ કાર્બનિક દ્રવ્ય નું માપન છે.
Ø પાણીમાં BOD જેટલો વધુ તેટલી પ્રદુષણની માત્રા વધારે.
Ø એકવાર જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુઅન્ટને સેટલિંગટાંકામાં પસાર કરવામાં આવે છે જ્યાં ફલોક્સ નું અવસાન થાય.
Ø અવસાદન પામેલા ફ્લોક્સ ને ક્રિયાશીલ સ્લજ કહે છે જેનો ઉપયોગ જારક ટકામાં નિવેશ દ્રવ્ય તરીકે કરી શકાય.
Ø મોટા ભાગના સ્લજ ને અને એરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં લઈ જવામાં આવે.
Ø આ ટાંકામાં અજારક બેક્ટેરિયા અને ફૂગ દ્વારા સ્લજ નું પાચન થઈ મિથેન, હાઈડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય.
Ø જેમાના બાયોગેસનો ઉપયોગ જ્વલનશીલ હોવાથી ઉર્જા સ્ત્રોત તરીકે કરી શકાય.
Ø દ્વિતીય સારવાર માંથી પ્રાપ્ત થતા ઇફલૂઅ ન્ટને નૈસર્ગિક જળાશયમાં મુક્ત કરી શકાય.
Ø ઉદા = ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ.
6. પ્રતિ જૈવિક દ્રવ્યોના નિર્માણમાં સૂક્ષ્મ જીવોનું મહત્વ.
Ø Anti= વિરુદ્ધ , Bio= જીવન
Ø માનવ કલ્યાણ ની મોટી ઉત્પત્તિ.
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ થતા રસાયણો જે અન્ય સૂક્ષ્મ જીવોને મારી નાખે અથવા તેમની વૃદ્ધિ અટકાવવા.
Ø ઉદા= એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા સ્ટેફાયલોકોકાઈ બેક્ટેરિયા પર થતા કાર્ય સમયે સંવર્ધિત પ્લેટમાં પ્રાપ્ત થયેલી પેનિસિલિયમ ફૂગ દ્વારા બનતું પેનિસિલિન.
Ø તીવ્ર ક્ષમતા ધરાવતું એન્ટિબાયોટિક અર્નેસ્ટચૈન અને હાવર્ડફ્લોરે પ્રસ્થાપિત કર્યું.
Ø અન્ય એન્ટિબાયોટિકથી મટતા રોગો – કાળી ખાંસી, ટીપ્થેરિયા,રક્તપિત.
7. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનું મહત્વ.
Ø દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા.
Ø લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લો સર્જે છે.
Ø જે દૂધને જમાવે એને દૂધમાંના લેકટોસ નું પાચન થઈ દહીં બને.
Ø વિટામીન બી12 ની માત્રા વધુ.
Ø અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગોને અટકાવે.
Ø બ્રેકર્સ યીસ્ટ ( સેકેરોમાયસીસ સેરેવીસી )
Ø ઢોસા,ઈડલી જેવા આથો ધરાવતા પદાર્થોની બનાવટમાં અજારક પ્રક્રિયા કરે છે.
Ø CO2 ઉત્પન્ન થવાથી ખોરાક ફૂલે છ.
Ø ટોડ્ડી :- પ્રણાલીગત પીણું
Ø દક્ષિણ ભારતમાં
Ø પામના રસના આથવણથી બનાવાય.
Ø માછલી, સોયાબીન, વાંસને આથવણથી ખાદ્ય સામગ્રી બનાવી શકાય.
Ø ચીઝ ની બનાવટમાં વિવિધ સુગંધ અને સ્વાદ લાવી શકાય.
Ø સ્વીસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા co2 ના કારણે હોય છે.
Ø જે બેક્ટેરિયાને કારણે સર્જાય.
Ø ચોક્કસ સ્વાદ કે સુગંધ ધરાવતી રોકવીફોર્ટ ચીઝને બનાવવા ચોક્કસ ફૂગ નું સંવર્ધન કરવામાં આવે.
If you like this then like and comment...
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note
·
View note
Text
શબ્દ સમજૂતી :-
વહન :- વિવિધ પ્રકારના આવશ્યક દ્રવ્યો શરીરના એક સ્થાનેથી ગ્રહણ કરીને શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાની ક્રિયાને વહન કહે છે.
આનુવંશિકતા :- પિતૃપેઢીના લક્ષણો ��ંશ પરંપરાગત રીતે પિતૃઓમાં ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે.
જૈવિક ઉત્ક્રાંતિ :- સજીવોમાં થતી રચનાત્મક અને સુવ્યવસ્થિત ક્રમિક પરિવર્તનની ક્રિયા.
NEERI (નીરી) :- NATIONAL ENVIRONMENT ENGINEERING RESEARCH INSTITUTE
રાષ્ટ્રીય પર્યાવરણ પ્રૌદ્યોગિકી સંશોધન કેન્દ્ર
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note
·
View note
Text
Garden Experiments
Bio Pesticide Preparation :- 11. 200 gm Molasis
2. 200 gm Curd
3. 1 bottle Yeast powder
4. 200 gm Rice (Backed)
5. 5 ltr Water
Mix it well in a backet and after 15-20 days filter and spray.
Biopesticide Preparation :- 2
1. Green Chilli - 4 nos
2. Garlic bud - 5 nos
3. Cow urine - 3 ml
4. Liquid soap - 3 ml
Method: - Make Green chili and garlic paste, strain the paste, add little water, Add cow urine and liquid soap ;Fill in the spray after adding water 3 part
Spray Unit per week
Rose Fertilizer :-
1. Bone meal - 1 kg
2. Neem Khali - 1 kg
3. Super Phosphate - 250 gm
4. DAP - 250 gm
5. Potash - 250 gm
6. NPK (20:20:20) - 250 gm
Mix it well, store it and use as required.
If you like this then like and comment...
0 notes
Text
Control your acidity fungus ultimately controlled.
think... those creams which are used for the control of fungus on skin (ringworm, axima etc.) contains sulfur which is alkaline in nature which neutralize the skin pH as a result fungus removed.
Black fungus, white fungus, yellow fungus etc. ultimately fungus.
now think if we slightly change our routine eating habits and our menu then I don't think it's not easy to control fungus. Can't we change our taste ? not for all days ...
4 notes
·
View notes
Text
Check out this post… "Biomolecules Structure".
1 note
·
View note
Photo
Nature
“Adopt the pace of nature: her secret is patience.” - Ralph Waldo Emerson
43K notes
·
View notes