Tumgik
#પનોતી
hirooparikh · 10 months
Text
હારનું માટલું ફોડો મારા પર :- એક પનોતી :~ a blog by હિરેન પરીખ
बुरी दशा का समय , मुसीबत और बुरा वक्त , बुरा आदमी , बुरा विचार , बुरा स्थल =पनौती આમ તો આ વિષય ઘણો જ કઢીન છે સમજવા અને વિચારવા માટે . એમા વળી આજે એના પર બે શબ્દો લખવા એ તો એનાથી પણ વધારે કપરુ અને અત્યંત કઢીન કામ છે . લેખકોની જમાત , writers પણ આ પનોતી શબ્દથી ડરતા થઈ ગયા છે . કાચાપોચા માણસો તો પનોતી શબ્દ બોલવાનું પળે પળે ટાળતા હોય છે , ડરતાં હોય છે , ગભરાતાં હોય છે . હું કાંઈ ડરતો નથી પનોતી થી…
Tumblr media
View On WordPress
0 notes
garavigujarat · 2 years
Text
Tumblr media
Rashi change of planet Saturn
કર્ક અને વૃશ્ચિક રાશી ને નાની પનોતી અઢી વર્ષ ની રહશે અને મકર રાશી ને સાડાસાતી નો છેલ્લો તબ્બકો, કુંભ રાશી ને સાડાસાતી નો બીજો તબ્બકો
0 notes
marootigroup-blog · 6 years
Text
શનિની સાડાસાતીમાં આટલું કરો
શનિની સાડાસાતીમાં આટલું કરો #SadeSati #ShaniSadeSati #Panoti #Hanuman #HanumanChalisa #ShaniYantra #ShaniMantra
શનિની સાડાસાતીમાં આટલું કરો, ઝડપથી દૂર થશે શનિનો પ્રકોપ, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. સાડા સાત વર્ષની સાડાસાતી કે અઢી વર્ષની પનોતીમાં શનિદેન જે તે જાતકને તેમના કર્મોનું ફળ આપવાનું શરૂ કરી દે છે. શનિદેવનો પ્રકોપ ઓછો કેટલાક ઉપાય છે જેની મદદથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.
શનિવારના દિવસે તેલની વાટકીમાં પોતાનું મુખ જોવાથી અને એ તેલનું દાન કરવાથી ફાયદો થાય છે.
સાડાસાતીનો પ્રકોપ ઓછો કરવા…
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! , Gujarat-news
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! , Gujarat-news
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! #gujarat #news #gujaratnews #janvajevu ભારતીય શાસ્ત્રો મુજબ જો વાત કરવા જઈએ તો હાલ નવે નવ ગ્રહો ની ચાલ મા બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવ ને લીધે ઘણી રાશીઓ ની ચાલતી સાડેસાતી દુર થવા જઈ રહી છે. આ સાડેસાતી દુર થવા ને લીધે આ રાશિઓ નુ ભાગ્ય બદલી શકે છે તેમજ તેમના સફળતા ના દ્વાર ખુલી જશે. તો ચાલો જાણીએ કે ભારતીય જ્યોતિષ…
Tumblr media
View On WordPress
0 notes
trishulnews · 5 years
Text
GST આવ્યા બાદ સુરત ના કાપડ ઉદ્યોગ ને લાગ્યું ગ્રહણ....
GST આવ્યા બાદ સુરત ના કાપડ ઉદ્યોગ ને લાગ્યું ગ્રહણ….
સુરતમા રોજેરોજ સાડા ચાર લાખ મીટર કાપડ તૈયાર થતુ હતુ. જો કે જીએસટી આવ્યા બાદ આ વેપાર ધંધાને પનોતી લાગી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. આ વર્ષની વાત કરીએ તો વેપારીઓ માટે નિરાશાજનક રહ્યુ છે. ઉત્તરાયણ, પોંગલ, ઓણમ, રક્ષાબંધન, લગ્નસરા સહિતની તમામ સિઝનો વેપારીઓ માટે કોઇના કોઇ કારણોસર નિરાશાજનક રહી છે. વેપારીઓને આશા હતી કે આ પર્વમા તેઓ સારી એવી કમાણી કરી લેશે. જો કે આ તમામ પર્વમા ફકત વેપારીઓને નિરાશા જ હાથે…
View On WordPress
0 notes
shareinindia · 7 years
Text
વનેચંદ વાણિયો અને સાડા ત્રણ ’દિની પનોતી
વનેચંદ વાણિયો અને સાડા ત્રણ ’દિની પનોતી
આપણા કવિઓએ વાણીના-કરૂણ, શાંત, રૌદ્ર, શૃંગાર, બિભત્સ, હાસ્ય એવા નવ રસ કહ્યા છે. બાજંદો (કુશળ) લોકવાર્તા કથક કંઠ અને કહેણી દ્વારા નવેનવ રસની અનુભૂતિ આપણને અદ્‌ભૂત રીતે કરાવે છે. લોકજીભે ફરતી તરતી લોકવાર્તાઓ સમાજમાં શિક્ષણ અને સંસ્કાર-ઘડતરનુ કામ જૂનાકાળથી કરતી આવી છે. સમાજ જીવનના આચાર-વિચાર, શિષ્ટાચાર, ભ્રષ્ટાચારનું પ્રતિબિંબ એમાં સુપેરે ઝીલાય છે. ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વતની બદી વર્તમાન સમાજની જ…
View On WordPress
0 notes
shaileshrathod · 7 years
Text
ઈસુને જન્મ આપનાર ઇઝરાયેલ ઈઝરાયેલને નથી ઓળખતા તો કશું નથી જાણતા!
-શૈલેશ રાઠોડ
  ઇઝરાયેલ દક્ષિણ પશ્ચિમ એશિયા સ્થિત એક દેશ છે.ઇઝરાયેલ શબ્દનો પ્રયોગ “બાઈબલ’ પહેલાથી થાય છે.બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો)સાથે યુદ્ધ લડ્યા બાદ “જેકબ”નું નામ ઇઝરાયેલ રાખવામાં આવ્યું.
  ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલ ના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં એક ગાભણમાં થયો હતો.પ્રભુ ઇસુના માતા પિતા ઇઝરાયેલ દેશનાં પ્રખ્યાત રાજા દાઉદનાં વંશજ હતાં.
  મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયેલ એક માત્ર એવો દેશ છે જ્યાં ઉદાર લોકશાહી છે.તેની રાજધાની જેરૂસલેમ છે.તેના મોટા શહેરોમાં તેલઅવિવ, હાઇફા, નાઝરેથ, રામલા, ગાજાઈનો સમાવેશ થાય છે.તે રણને અડીને આવેલો નાનો દેશ છે.તે એટલો નાનો દેશ છે કે જ્યાં તમે તેની પૂર્વથી પશ્ચિમ દિશા તરફ માત્ર ૯ કલાકમાં દોડીને અંતર કાપી શકો છો.એ અંતર માત્ર ૧૧૪ કિમી છે.જેની વસ્તી માત્ર ૮૭ લાખ છે.
ઇઝરાયેલ ચારેતરફ શત્રુ દેશોથી ઘેરાયેલો દેશ છે.જે ઈઝરાયેલને ગમે તે રીતે ખતમ કરવા ઈચ્છે છે પરંતુ રસપ્રદ વાત તો એ છે કે ઇઝરાયેલથી તેના શત્રુ દેશો ગભરાય છે,ઇઝરાયેલ નહિ. તેની ઉત્તરમાં લેબેનોન,પૂર્વમાં સિરિયા અને જોર્ડન તથા દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત દેશ આવેલો છે.
ઇઝરાયેલના યહૂદીઓનો ૪૦૦૦ વર્ષનો ઇતિહાસ મોટેભાગે યાતનાઓ અને કષ્ટોથી ભરેલો છે. યહૂદીઓની ઉત્પત્તિ અને વિકાસ અંગે તેમના ધર્મગ્રંથ અહદનામામાં વિસ્તારથી વર્ણન છે. ઈસુ ખ્રિસ્તના જન્મનાં ૨૦૦૦ વર્ષ પહેલાં અબ્રાહમ (ઇસ્લામમાં ઇબ્રાહિમ)ના દીકરા ઇસ્સાક અને ઇસ્સાકના દીકરા યાકુબે યહૂદીઓને સંરક્ષણ આપ્યું હતું. યાકુબે યહૂદીઓના ૧૨ જાતિ સમૂહોને ભેગા કરીને એક રાજ્ય બનાવ્યું, જે ઇઝરાયેલના નામથી ઓળખાયું. યાકુબના પુત્ર યહૂદાના નામ પરથી તેના વંશજો યહૂદીઓ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ હઝરત મુસાએ યહૂદીઓને સદાચારના દસ નિયમો તથા નિરેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. કાળક્રમે દાઉદનો પુત્ર સુલેમાન (સોલોમન) ઇઝરાયેલની ગાદી પર આવતા યહૂદીઓની પ્રગતિનાં દ્વાર ખૂલી ગયાં. સોલોમને અરબ, એશિયા, યુરોપ, આફ્રિકા અને ભારત સાથે સંબંધો જોડયા હતા. ઈ.સ. પૂર્વે ૯૩૭માં સોલોમનનું મૃત્યુ થતાં ઇઝરાયેલના માથે પનોતી બેઠી.
  .૧૯૧૭માં બ્રિટિશ સેનાએ ઇઝરાયેલ દેશનો કબજો લીધા પછી બ્રિટિશ વિદેશમંત્રીએ બાસકોટે યહૂદીઓનો ધર્મદેશ હોવાનું જાહેર કર્યું. ૧૯૩૯થી ૪૫ દરમિયાન થયેલા બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓએ ખૂબ સહન કરવું પડેલું. છેવટે ૧૯૪૮માં ઇઝરાયેલ નામનો સ્વતંત્ર દેશ દુનિયાના અસ્તિત્વમાં આવ્યો.
ઇઝરાયેલ દુનિયાનો એકમાત્ર યહૂદી રાષ્ટ્ર છે.ઈઝરાયેલની નીતિ એવી છે કે ઇઝરાયેલનો નાગરિક દુનિયાના કોઇપણ દેશમાં રહે પરંતુ તે ઇઝરાયેલનો જ નાગરિક ગણાય છે.અહી પાકિસ્તાની પાસપોર્ટ માન્ય નથી.પાકિસ્તાની પાસપોર્ટમાં લખેલું હોય છે કે,ઇઝરાયેલ સિવાય દુનિયાના અન્ય દેશોમાં માન્ય.
ઇઝરાયેલના લોકોનો મુખ્ય શોખ વાંચન છે પરંતુ આખા દેશમાં માત્ર ૪૦ જ પુસ્તકાલય છે.અહી સરકાર દરેક વ્યક્તિને બુક પૂરી પાડે છે.ઈઝરાયેલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી જ્યુઈશ(યહુદી)નેશનલ યુનિવર્સીટીની લાયબ્રેરીમાં રાખવામાં આવે છે.
ઇઝરાયેલે રણમાં ટપક સિંચાઈ વડે ખેતી શરુ કરી વિકાસ કર્યો જે ભારતે શીખવા જેવી બાબત છે.દુનિયામાં સૌથી વધુ સંગ્રહાલાય ઈઝરાયેલમાં છે.
ઇઝરાયેલ દુનિયાના એ નવ દેશોમાં છે જેની પોતાની સેટેલાઈટ સિસ્ટમ છે જેનો ઉપયોગ ડ્રોન ચલાવવા માટે કરે છે.ઈઝરાયેલની મુદ્રા”નવી શેકેલ”છે.ઇઝરાયેલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને આશ્રય આપતો દેશ છે.દુનિયાભરના યહુદીને જન્મ લેતા જ ઈઝરાયેલની નાગરિકતા મળી જાય છે.એ જયારે ઈચ્છે ત્યારે ત્યાં જઈ વસી શકે છે.ઈઝરાયેલની અધિકારીક ભાષા છે હિબ્રુ અને અરબી.
યહૂદીઓનું જીવન પરંપરા અને આધુનિકતાના સંગમ જેવું છે. ટેલિવિઝન અને રેડિયો અહીંનાં લોકપ્રિય માધ્યમો છે. અહીં શનિવાર રજાનો દિવસ છે. મહિલાઓ ઘરમાં જાતજાતની ડિઝાઇનવાળાં સ્ટેન્ડ પર મીણબત્તીઓ પ્રગટાવીને ડિનર ટેબલ પાસે મૂકે છે. શનિવારની સાંજે ભોજન પહેલાં મદિરા પીવાનું ચલણ છે. તેના માટે ખાસ પ્રકારના કાચના ગ્લાસનો ઉપયોગ થાય છે.
પિટાબ્રેડ, ચિક પી ���ેટીઝ, ટામેટાંમાંથી બનતી શક્ષુકા, તાહિની ચટણી, ખામુસ વગેરે ઇઝરાયેલનાં સામાન્ય વ્યંજનો છે. ઇઝરાયેલી સલાડ જેમાં ગાજર અવશ્યપણે હોય છે. ઓલિવ ઓઇલનો છૂટથી ઉપયોગ કરે છે. લેમન જ્યૂસ તથા તેની વેરાયટીઓ પણ મળે છે. કબાબ, પેસ્ટ્રી, ચીકન સૂપ, હનીકેક વગેરેનો ઉપયોગ રોજિંદો છે. ઈંડાં, ચીઝ તથા ફળફળાદી નાસ્તામાં હોય છે. પિટાબ્રેડ ઇઝરાયેલની રાષ્ટ્રીય બ્રેડ છે.
ઇઝરાયેલ વિષે એક વિચિત્ર તથ્ય એ છે કે તે ક્યારેય તેના શત્રુને બક્ષતું નથી.ઇઝરાયેલ પર હુમલો કરનાર દુશ્મનોનું મૃત્યુ નિશ્ચિત છે.ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે–અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે.
  ઇઝરાયેલમાં છોકરો હોય કે છોકરી સ્કુલની શિક્ષણ પૂરું કરે એટલે ફરજીયાત “મિલેટ્રી સર્વિસ” ની તાલીમ આ સર્વિસનો સમય છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે ૨ વર્ષનો હોય છે.
લેવી પડે છે.૧૯૪૮માં ઇઝરાયેલ આઝાદ થયું તે પહેલાં પણ ઇઝરાયેલની મહિલાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો. ઇઝરાયેલના લશ્કરમાં ૩૪ ટકા સ્ત્રીઓ છે.
કોમ્પ્યુટર વપરાશમાં ઇઝરાયેલ દુનિયામાં પ્રથમ નંબરે છે.દુનિયામાં પ્રથમ મોબાઈલ મોટોરોલા ઈઝરાયેલે બનાવ્યો હતો.માઈક્રોસોફ્ટ માટે પ્રથમ પેન્ટીયમ ચીપ ઈઝરાયેલમાં બની હતી.પ્રથમ વોઈસ મેલ ટેકનીક ઈઝરાયેલમાં જ બની હતી.કોમ્પુટરમાં એન્ટી વાયરસ સોફ્ટવેર ઈઝરાયેલમાં શોધાયું હતું.
ઇઝરાયેલમાં ભણતા બાળકો સૌથી વધુ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પેપરો રજુ કરે છે.જે દુનિયામાં વ્યક્તિ દીઠનીની તુલનામાં સૌથી વધુ છે.ઈઝરાયેલમાં ૯૦ ટકા ઘરોમાં સોલાર પેનલ લાગેલી હોય છે જેનો ઉપયોગ પાણી ગરમ કરવામાં કરે છે.ઇઝરાયેલ પોતાના વેસ્ટ વોટરમાંથી ૭૫ ટકા પાણીનું રેસાઇકલ કરે છે.ઈઝરાયેલની ચલણી નોટો પર બ્રેઈન લીપી જોવા મળે છે જેને કારણે અંધ લોકો પણ વાંચી શકે.
ઈઝરાયેલની વાયુસેના એટલી પાવરફુલ છે કે જેનાથી અમેરિકા અને રશિયા પણ ડરે છે.ઈઝરાયેલના જન્મથી જ અનેક મુસ્લિમ દેશો તેના શત્રુ ��ે.એક સમયે તો સાત દેશોએ સાથે મળી હુમલો કર્યો હતો પરંતુ જીત તો ઈઝરાયેલની જ થઇ હતી.
ઇઝરાયેલ દુનિયામાં સૌથી વધુ કટિંગ અને પોલિશ કરે છે.અહીથી હોલસેલમાં હીરાનું વેચાણ થાય છે.દુનિયાની સૌથી નાની બાઈબલ ઈઝરાયેલમાં છે જેની સાઈઝ ૪.૧૬ મીલીમીટર લાંબી અને પહોળી છે.
-શૈલેશ રાઠોડ
ઈસુને જન્મ આપનાર ઇઝરાયેલ ઈઝરાયેલને નથી ઓળખતા તો કશું નથી જાણતા! ઈસુને જન્મ આપનાર ઇઝરાયેલ ઈઝરાયેલને નથી ઓળખતા તો કશું નથી જાણતા! -શૈલેશ રાઠોડ   ઇઝરાયેલ દક્ષિણ પશ્ચિમ એશિયા સ્થિત એક દેશ છે.ઇઝરાયેલ શબ્દનો પ્રયોગ "બાઈબલ' પહેલાથી થાય છે.બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો)સાથે યુદ્ધ લડ્યા બાદ "જેકબ"નું નામ ઇઝરાયેલ રાખવામાં આવ્યું.   ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલ ના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં એક ગાભણમાં થયો હતો.પ્રભુ ઇસુના માતા પિતા ઇઝરાયેલ દેશનાં પ્રખ્યાત રાજા દાઉદનાં વંશજ હતાં.   મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયેલ એક માત્ર એવો દેશ છે જ્યાં ઉદાર લોકશાહી છે.તેની રાજધાની જેરૂસલેમ છે.તેના મોટા શહેરોમાં તેલઅવિવ, હાઇફા, નાઝરેથ, રામલા, ગાજાઈનો સમાવેશ થાય છે.તે રણને અડીને આવેલો નાનો દેશ છે.તે એટલો નાનો દેશ છે કે જ્યાં તમે તેની પૂર્વથી પશ્ચિમ દિશા તરફ માત્ર ૯ કલાકમાં દોડીને અંતર કાપી શકો છો.એ અંતર માત્ર ૧૧૪ કિમી છે.જેની વસ્તી માત્ર ૮૭ લાખ છે. ઇઝરાયેલ ચારેતરફ શત્રુ દેશોથી ઘેરાયેલો દેશ છે.જે ઈઝરાયેલને ગમે તે રીતે ખતમ કરવા ઈચ્છે છે પરંતુ રસપ્રદ વાત તો એ છે કે ઇઝરાયેલથી તેના શત્રુ દેશો ગભરાય છે,ઇઝરાયેલ નહિ. તેની ઉત્તરમાં લેબેનોન,પૂર્વમાં સિરિયા અને જોર્ડન તથા દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત દેશ આવેલો છે. ઇઝરાયેલના યહૂદીઓનો ૪૦૦૦ વર્ષનો ઇતિહાસ મોટેભાગે યાતનાઓ અને કષ્ટોથી ભરેલો છે. યહૂદીઓની ઉત્પત્તિ અને વિકાસ અંગે તેમના ધર્મગ્રંથ અહદનામામાં વિસ્તારથી વર્ણન છે. ઈસુ ખ્રિસ્તના જન્મનાં ૨૦૦૦ વર્ષ પહેલાં અબ્રાહમ (ઇસ્લામમાં ઇબ્રાહિમ)ના દીકરા ઇસ્સાક અને ઇસ્સાકના દીકરા યાકુબે યહૂદીઓને સંરક્ષણ આપ્યું હતું. યાકુબે યહૂદીઓના ૧૨ જાતિ સમૂહોને ભેગા કરીને એક રાજ્ય બનાવ્યું, જે ઇઝરાયેલના નામથી ઓળખાયું. યાકુબના પુત્ર યહૂદાના નામ પરથી તેના વંશજો યહૂદીઓ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ હઝરત મુસાએ યહૂદીઓને સદાચારના દસ નિયમો તથા નિરેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. કાળક્રમે દાઉદનો પુત્ર સુલેમાન (સોલોમન) ઇઝરાયેલની ગાદી પર આવતા યહૂદીઓની પ્રગતિનાં દ્વાર ખૂલી ગયાં. સોલોમને અરબ, એશિયા, યુરોપ, આફ્રિકા અને ભારત સાથે સંબંધો જોડયા હતા. ઈ.સ. પૂર્વે ૯૩૭માં સોલોમનનું મૃત્યુ થતાં ઇઝરાયેલના માથે પનોતી બેઠી.   .૧૯૧૭માં બ્રિટિશ સેનાએ ઇઝરાયેલ દેશનો કબજો લીધા પછી બ્રિટિશ વિદેશમંત્રીએ બાસકોટે યહૂદીઓનો ધર્મદેશ હોવાનું જાહેર કર્યું. ૧૯૩૯થી ૪૫ દરમિયાન થયેલા બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓએ ખૂબ સહન કરવું પડેલું. છેવટે ૧૯૪૮માં ઇઝરાયેલ નામનો સ્વતંત્ર દેશ દુનિયાના અસ્તિત્વમાં આવ્યો. ઇઝરાયેલ દુનિયાનો એકમાત્ર યહૂદી રાષ્ટ્ર છે.ઈઝરાયેલની નીતિ એવી છે કે ઇઝરાયેલનો નાગરિક દુનિયાના કોઇપણ દેશમાં રહે પરંતુ તે ઇઝરાયેલનો જ નાગરિક ગણાય છે.અહી પાકિસ્તાની પાસપોર્ટ માન્ય નથી.પાકિસ્તાની પાસપોર્ટમાં લખેલું હોય છે કે,ઇઝરાયેલ સિવાય દુનિયાના અન્ય દેશોમાં માન્ય. ઇઝરાયેલના લોકોનો મુખ્ય શોખ વાંચન છે પરંતુ આખા દેશમાં માત્ર ૪૦ જ પુસ્તકાલય છે.અહી સરકાર દરેક વ્યક્તિને બુક પૂરી પાડે છે.ઈઝરાયેલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી જ્યુઈશ(યહુદી)નેશનલ યુનિવર્સીટીની લાયબ્રેરીમાં રાખવામાં આવે છે. ઇઝરાયેલે રણમાં ટપક સિંચાઈ વડે ખેતી શરુ કરી વિકાસ કર્યો જે ભારતે શીખવા જેવી બાબત છે.દુનિયામાં સૌથી વધુ સંગ્રહાલાય ઈઝરાયેલમાં છે. ઇઝરાયેલ દુનિયાન�� એ નવ દેશોમાં છે જેની પોતાની સેટેલાઈટ સિસ્ટમ છે જેનો ઉપયોગ ડ્રોન ચલાવવા માટે કરે છે.ઈઝરાયેલની મુદ્રા"નવી શેકેલ"છે.ઇઝરાયેલ વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓને આશ્રય આપતો દેશ છે.દુનિયાભરના યહુદીને જન્મ લેતા જ ઈઝરાયેલની નાગરિકતા મળી જાય છે.એ જયારે ઈચ્છે ત્યારે ત્યાં જઈ વસી શકે છે.ઈઝરાયેલની અધિકારીક ભાષા છે હિબ્રુ અને અરબી. યહૂદીઓનું જીવન પરંપરા અને આધુનિકતાના સંગમ જેવું છે. ટેલિવિઝન અને રેડિયો અહીંનાં લોકપ્રિય માધ્યમો છે. અહીં શનિવાર રજાનો દિવસ છે. મહિલાઓ ઘરમાં જાતજાતની ડિઝાઇનવાળાં સ્ટેન્ડ પર મીણબત્તીઓ પ્રગટાવીને ડિનર ટેબલ પાસે મૂકે છે. શનિવારની સાંજે ભોજન પહેલાં મદિરા પીવાનું ચલણ છે. તેના માટે ખાસ પ્રકારના કાચના ગ્લાસનો ઉપયોગ થાય છે. પિટાબ્રેડ, ચિક પી પેટીઝ, ટામેટાંમાંથી બનતી શક્ષુકા, તાહિની ચટણી, ખામુસ વગેરે ઇઝરાયેલનાં સામાન્ય વ્યંજનો છે. ઇઝરાયેલી સલાડ જેમાં ગાજર અવશ્યપણે હોય છે. ઓલિવ ઓઇલનો છૂટથી ઉપયોગ કરે છે. લેમન જ્યૂસ તથા તેની વેરાયટીઓ પણ મળે છે. કબાબ, પેસ્ટ્રી, ચીકન સૂપ, હનીકેક વગેરેનો ઉપયોગ રોજિંદો છે. ઈંડાં, ચીઝ તથા ફળફળાદી નાસ્તામાં હોય છે. પિટાબ્રેડ ઇઝરાયેલની રાષ્ટ્રીય બ્રેડ છે. ઇઝરાયેલ વિષે એક વિચિત્ર તથ્ય એ છે કે તે ક્યારેય તેના શત્રુને બક્ષતું નથી.ઇઝરાયેલ પર હુમલો કરનાર દુશ્મનોનું મૃત્યુ નિશ્ચિત છે.ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડ��� જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે.   ઇઝરાયેલમાં છોકરો હોય કે છોકરી સ્કુલની શિક્ષણ પૂરું કરે એટલે ફરજીયાત "મિલેટ્રી સર્વિસ" ની તાલીમ આ સર્વિસનો સમય છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે ૨ વર્ષનો હોય છે. લેવી પડે છે.૧૯૪૮માં ઇઝરાયેલ આઝાદ થયું તે પહેલાં પણ ઇઝરાયેલની મહિલાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો. ઇઝરાયેલના લશ્કરમાં ૩૪ ટકા સ્ત્રીઓ છે. કોમ્પ્યુટર વપરાશમાં ઇઝરાયેલ દુનિયામાં પ્રથમ નંબરે છે.દુનિયામાં પ્રથમ મોબાઈલ મોટોરોલા ઈઝરાયેલે બનાવ્યો હતો.માઈક્રોસોફ્ટ માટે પ્રથમ પેન્ટીયમ ચીપ ઈઝરાયેલમાં બની હતી.પ્રથમ વોઈસ મેલ ટેકનીક ઈઝરાયેલમાં જ બની હતી.કોમ્પુટરમાં એન્ટી વાયરસ સોફ્ટવેર ઈઝરાયેલમાં શોધાયું હતું. ઇઝરાયેલમાં ભણતા બાળકો સૌથી વધુ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પેપરો રજુ કરે છે.જે દુનિયામાં વ્યક્તિ દીઠનીની તુલનામાં સૌથી વધુ છે.ઈઝરાયેલમાં ૯૦ ટકા ઘરોમાં સોલાર પેનલ લાગેલી હોય છે જેનો ઉપયોગ પાણી ગરમ કરવામાં કરે છે.ઇઝરાયેલ પોતાના વેસ્ટ વોટરમાંથી ૭૫ ટકા પાણીનું રેસાઇકલ કરે છે.ઈઝરાયેલની ચલણી નોટો પર બ્રેઈન લીપી જોવા મળે છે જેને કારણે અંધ લોકો પણ વાંચી શકે. ઈઝરાયેલની વાયુસેના એટલી પાવરફુલ છે કે જેનાથી અમેરિકા અને રશિયા પણ ડરે છે.ઈઝરાયેલના જન્મથી જ અનેક મુસ્લિમ દેશો તેના શત્રુ છે.એક સમયે તો સાત દેશોએ સાથે મળી હુમલો કર્યો હતો પરંતુ જીત તો ઈઝરાયેલની જ થઇ હતી. ઇઝરાયેલ દુનિયામાં સૌથી વધુ કટિંગ અને પોલિશ કરે છે.અહીથી હોલસેલમાં હીરાનું વેચાણ થાય છે.દુનિયાની સૌથી નાની બાઈબલ ઈઝરાયેલમાં છે જેની સાઈઝ ૪.૧૬ મીલીમીટર લાંબી અને પહોળી છે. -શૈલેશ રાઠોડ
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ (જનમંગલ મંત્ર ૪૯) શતાનંદસ્વામી કહે - જીવ પ્રાણી માત્રના સ્વામિનારાયણ છે. સ્વામી અને નારાયણ જુદા મંત્ર છે. તે બેને એક સ્વરૂપ આપી અને અવતારના અવતારી એ પોતે જ શ્રીમુખે એ મંત્ર આપણને આપ્યો છે. સોરઠ દેશના તેમાં ફણેણી ગામ. ત્યાં જગદ્ગુરૂ રામાનંદસ્વામીએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. દિવ્ય ધામમાં ગયા પછી ચૌદમાને દિવસે શ્રીહરિએ ત્યાં સભા કરી, ત્યારે પ્રભુએ કહ્યું :- -: એક પ્રભાવશાળી મંત્ર બનાવ્યો :- "હે ભકતજનો ! તમો હજારોની સંખ્યામાં છો. ભગવદીય છો મને વહાલા છો. તમે બધા જુદા જુદા મંત્રનો જપ કરો છો. કોઇ કૃષ્ણ, કૃષ્ણ કહો છો. કોઇ રામ, રામ કહો છો, કોઇ હરિ, કૃષ્ણ, ગોપાલ, મુકુંદનું ભજન કરો છો. તે બહુ સારૂં છે, પણ આજ તમને હું એક પ્રભાવશાળી મંત્ર આપું છું. વેદ પણ એ મંત્રની ઊપાસના કરે છે. તે મંત્ર છે, સ્વામિનારાયણ. તમે આજથી બધા આ વૈદિક મંત્ર પરાત્પર બ્રહ્મના નામનો જપ કરજો. ત્યારે સભામાં બેઠેલા બધા ભકતજનોએ કહ્યું," હવેથી અમે રાત દિવસ સ્વામિનારાયણ મંત્રનો જપ કરશું. વહાલામાં વહાલો મંત્ર છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વહાલું લાગે સ્વામિનારાયણ નામ, રાત દિવસ મારા હૃદિયા ભીતર, જંપીશ આઠો જામ... વહાલું... ભવજળ તરવા પાર ઊતરવા, ઠરવાનું છે મારે ઠામ ...વહાલું... સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાંનું ધામ ...વહાલું... નિષ્કુળાનંદના નાથને ભજતાં, વારે તેનું નહિ કામ ...વહાલું... સ્વામિનાાયણ મંત્ર ફણેણી ગામમાં જાહેર કર્યો, ભગવાને કહ્યું :- "હું એવો આધાર રૂપી જહાજ તમારી પાસે મૂકું છું કે, જેના બાવડાંમાં તાકાત નથી. તપ કે સાધાનાનું કોઇ સામર્થ્ય નથી. એવા ભકતો પણ સુખેથી ભવસાગર પાર થઇ જાય, આ બન્ને મંત્ર વેદમાં છે. ‘નારાયણ’ મંત્ર વેદમાં છે. ‘સ્વામિ’ મંત્ર પણ વેદમાં છે, શ્રીજી મહારાજે બે મંત્રને એક કર્યો, અને પ્રભાવશાળી મંત્ર બનાવયો. સ્વામી નામની ભાવના નારાયણ સાથે જોડી મૂળ મંત્ર તરફ પ્રભુએ વધારે ભાર આપ્યો. અયોધ્યામાં રામનું પ્રાગટ્ય થયું, વશિષ્ઠ મુનિએ નામ રાખ્યું રામ. આપણે બધાએ જપ કર્યો રામનો. રામ નામ જપીને અનેક જીવો તરી ગયા. પથ્થર પણ રામ નામથી તર્યા. પતિતને પણ તાર્યા. મથુરામાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગંર્ગાચાર્યજીએ નામ રાખ્યું શ્રીકૃષ્ણ, ગોપી અને ગોપ બાળ વગેરે અનેક ભકતજનો, તેમજ આખું ગોકુળ, વૃંદાવન અને આખી દુનિયાએ કૃષ્ણનો જપ કર્યો. અનેક તરી ગયા, અનેકનો ઊધ્ધાર થયો. છપૈયામાં ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. માર્કંડેય ઋષિએ નામ રાખ્યું હરિ, કૃષ્ણ અને નીલકંઠ, હરિકૃષ્ણનું નામ જપાવવું હોત તો શ્રીજીમહારાજ જપાવી શકત, પણ નારાયણ મંત્ર તરફ, મૂળ મંત્ર તરફ પ્રભુએ ઘણી ભાવના આપી અને સ્વામિનારાયણ નામ જપવાનું જાહેર કર્યું. પરાત્પર નારાયણના નામનો ઊચ્ચાર ગૌણ થયો હતો. સ્વામી એટલે સર્વે બ્રહ્માંડનો માલિક આખા જગતનો એક જ ધણી તે છે નારાયણ. નારાયણ તો ઘણાને કહેવાય, ��િરાટને પણ નારાયણ કહેવાય, સૂર્યને પણ નારાયણ કહેવાય,આ ધરતીને ધરી રહેલા શેષજીને પણ નારાયણ કહેવાય, લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય, પણ શ્રેષ્ઠતા તો એ છે કે. "પ્રભુ સર્વેના સ્વામી છે. એનો કોઇ સ્વામી નહિ, એ બધાયના સ્વામી છે. -: સ્વામિનારાયણ નામ છે એ મણિ છે :- ભાગવતજીમાં કથા છે, સત્રાજીતે તપશ્ચર્યા કરી, ને સૂર્યનારાયણ રાજી થયા, ત્યારે સ્યમંતક મણિ સૂર્યનારાયણે સત્રાજીત જાદવને આપ્યો. એ સ્યમંતક મણિનો પ્રભાવ કેટલો ? એ મણિ જેની પાસે હોય ત્યાં કયારેય દુષ્કાળ ન પડે, રોગચાળો ન થાય, એ મણિ જયાં હોય ત્યાં કાળા સર્પો આવી શકે નહિ. એ સ્યમંતક મણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શકિતનો પ્રવેશ ન થાય. એ મણિ રોજ ૮૦ ભાર મણ સોનું આપે. ભગવાનનું નામ છે એ પણ મણિ છે. આ સ્વામિનારાયણનો કાયમ જપ કરે તો એને ખોટા વિચાર ન આવે. આ મણિને સદાય જીભ ઊપર રાખે તો એ અમર બની જાય, જન્મ મરણનો રોગ મટી જાય. આ મણિ જયાં હોય ત્યાં અજ્ઞાનરૂપ અંધારું ગાયબ થઇ જાય. આ મણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શકિત, કામ, ક્રોધ, લોભ આદિક અધર્મ સર્ગ આવી ન શકે. આ મણિ પ્રભાવશાળી છે, એનો પ્રભાવ શું છે ? તમને સમજાવું. પહેલી વાત એ છે કે, સીધી પરમાત્મા સાથે વાતચીત કરાવી આપે. પણ એક શરત, વૃત્તિ રૂપી લાઇન બગડેલી ન હોવી જોઇએ, લાઇન કલીયર હોવી જોઇએ, વૃત્તિરૂપી લાઇન બરાબર પ્રભુમાં જ સતત પરોવેલી હોય તો જ લાઇન કલીયર થાય. લાઇન કલીયર હોય તો જ તમે ટેલીફોન ધ્વારા વાત કરી શકો. ભલેને દૂર દેશમાં હોય. લાઇન કલીયર જોઇએ. યુગાન્ડા હોય કે કેનિયા હોય, આરબિયા હોય કે ઇન્ડિયા હોય, અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, જયાં ફોન કરો ત્યાં તેની સાથે વાતચીત કરી શકો, શરત એક જ લાઇન કલીયર હોવી જોઇએ, તેમ વૃત્તિરૂપી લાઇન સાવ ચોખ્ખી હોય, કોઇ ગળબળાટ કે ડખો ન હોય તો પ્રભુ સાથે વાત કરી શકો. કોઇએ વાત કરી ખરી!....હા.... દ્રોપદીજીએ કેશવ સાથે વાત કરી કે- "હે કૃષ્ણ ! જલ્દી પધારો ! મારી લાજ જાય છે. પ્રભુને ચોખ્ખી વૃત્તિરૂપી દોરીથી પોકાર્યા તો પ્રભુ આવ્યા અને ૯૯૯ સાડીના થપ્પા મૂકી દીધા. લાઇન કલીયર છે તેથી પ્રભુ સાંભળી ગયા, જીવુબાએ ભગવાનને પોકાર્યા, દૂધ પી જાવ નહિતર મારા બાપુ મને મારશે, તો તરત આવ્યા દૂધ પી ગયા. દાદાખાચરે પ્રભુ વિયોગમાં પ્રભુને પોકાર્યા તો સાદ સાંભળી ગયા અને ફૂલના હાર પહેરાવીને કહ્યું "દાદા ! હું કયાંય ગયો નથી, તમારી સાથે જ છું, તમે ચિંતા ન કરો." સંત સખુબાઇને પૂરી મૂકયાં ઓરડામાં, તો લાઇન કલીયર હતી તો વૃત્તિ દ્વારા ભગવાન સાદ સાંભળી ગયા, તરત દોડતા આવ્યા. "સખુ ! ચિંતા ન કર. હું આવી ગયો છું. તું યાત્રા કરવા જા, હું તારા સાટે ઘરનું બધું કામ કરીશ." આવા તો અનેકના સાદ ભગવાને સાંભળ્યા છે, ને વર્તમાનકાળે પણ સાંભળે છે, શરત એકજ છે કે વૃત્તિ રૂપી લાઇન આપણી કલીયર હોવી જોઇએ. વૃત્તિમાં કામ, ક્રોધ, લોભ, માન, મોટાઇ, ઇર્ષા, અદેખાઇ, વેર, ઝેર, કુડ, કપટ એ બધો કચરો ન હોવો જોઇએ, લાઇન બગડેલી હોય તો કાંઇ ન સંભળાય. ખોટો અવાજ ડખો થાય તો કંટાળીને ફોન રાખી દઇએ, જો ભગવાન સાથે વાત કરવી હોય તો વૃત્તિ રૂપી લાઇન કલીયર રાખવી પડશે. લાઇનને કલીયર કરવા માટે આ સ્વામિનારાયણ મંત્ર છે. રાતદિવસ મારું, તારું બધું મૂકીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ્યા કરો, તો હૃદય ચોખ્ખું થાશે અને ભગવાન સાથે વાત કરાશે. આપણા ઘણા સંતો ભગવાન સાથે વાતો કરે છે. નામથી તરત પરમાત્મા મળે, આ સાધન સીધું, સરળ અને સાદું છે સરળ હોવાં છતાં સર્વોપરી છે. આ મંત્ર સાંભળીને યમદૂતો ધ્રુજી જાય છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, શ્રવણે સુણતાં કંપે દિનકર દૂત જો, ભવનાં બંધન કાપી સદા સુખિયા કરે, શું કહી દાખું મહિમા અતિ અદ્ભુત જો ! સ્વામિનારાયણ જે માણસે આ જીવનમાં પાપ જ કર્યાં હોય, કોઇ સત્કાર્ય ન કર્યું હોય, એવો પાપી મનુષ્ય, મરણ પથારીએ પડ્યો હોય. અને હમણાંજ પ્રાણ પંખેરું ઊડી જશે, આવી સ્થિતિ હોય,એના ખાટલાની આજુબાજુ જો બેસીને સ્વામિનારાયણ મંત્રનો જપ કરે તો ગમે તેવો પાપી હોય, છતાંય તાકાત નથી, કે જમદૂત એને અડી શકે. એવો સ્વામિનારાયણ નામનો પ્રભાવ છે. પ્રભુના નામના જાપ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકણી, રાક્ષસ, ગ્રહ કે પનોતી વિગેરે ઊપદ્રવ એને નડતા નથી. એવો અજબ ગજબનો ભગવાન નામમાં પ્રતાપ છે. આ કથા જે કોઇ સાંભળે છે, સંભળાવે છે, તેનું હૃદય ગંગાજળ જેવું પવિત્ર થાય છે. મનની ચંચળતા દૂર થાય છે. ધન, યશની પ્રાપ્તિ થાય છે અને અંતે ઊત્તમ ગતિને પામે છે. આટલા આશીર્વાદ આપી શતાનંદ સ્વામી અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરે છે.
0 notes
gujarat-news · 3 years
Text
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! , Gujarat-news
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! , Gujarat-news
આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી હવે તેના માટે ખુલી જશે સફળતાના દ્વાર ! #gujarat #news #gujaratnews #janvajevu ભારતીય શાસ્ત્રો મુજબ જો વાત કરવા જઈએ તો હાલ નવે નવ ગ્રહો ની ચાલ મા બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવ ને લીધે ઘણી રાશીઓ ની ચાલતી સાડેસાતી દુર થવા જઈ રહી છે. આ સાડેસાતી દુર થવા ને લીધે આ રાશિઓ નુ ભાગ્ય બદલી શકે છે તેમજ તેમના સફળતા ના દ્વાર ખુલી જશે. તો ચાલો જાણીએ કે ભારતીય જ્યોતિષ…
Tumblr media
View On WordPress
0 notes