Tumgik
#સ્મરણ
Text
1445.
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું…
View On WordPress
2 notes · View notes
buzz-london · 1 year
Text
વૃદ્ધત્વ ચોથું સ્ટેશન .આ પદ્યના સર્જકના નામની જાણ નથી ...પણ બહુ જ અર્થસભર શબ્દો હોવાથી તમને ગમશે. 🙏🙏🙏🙏🙏 "વૃદ્ધત્ત્વ :- ચોથું સ્ટેશન." જીવન ના ત્રણ સ્ટોપ વટાવી ,પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતરવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, ૧ ' ) :- પહેલે સ્ટેશન મળ્યા રમકડાં, પારણું, બોટલ, ગોદડી જાડી, કોઈ હસાવે , કોઈ રડાવે, ખભો પિતાનો ,માં ની સાડી, આવ્યું ભણતર, જબરા ટીચર, સો એકડા - ને ચાલણગાડી, લંચ બોક્સ, ગણવેશ ને દફતર, રેલવે લાઈન આવે આડી , ધૂળિયા રસ્તા, લીલા ખેતર , મામા નો કૂવો, દાદા ની વાડી. છેલ્લી બેન્ચે ધીંગા-મસ્તી, સાહેબ સોટી દે વળગાડી. ચઢતાં ચઢતાં બોર્ડ માં પહોંચ્યા, ગાઈડ, ટેસ્ટ, ટ્યુશન નું ચક્કર , મેટ્રિક થવા, મેં-ટ્રીક વાપરી, જોઈ જોઈ ને લખ્યા પેપર, કોલેજ માં તો કેવા જલસા, આંખે ગોગલ્સ, ઉંચા કોલર, રોમેન્ટિક થવાના પ્રયત્ને, પડ્યા હાથ ના નકશા મોં પર, ગ્રેજ્યુએટ નો સિક્કો લાગ્યો, પેરન્ટ્સ ને મુજમાં રસ જાગ્યો, દોડવું તું ને ઢાળ મળી ગ્યો, ટુંક સમય માં હું પરણી ગ્યો. ......... ૨ ) :---યૌવન કેરું આવ્યું સ્ટેશન, ઉપજ-ખર્ચ, દૂધ-શાક ને રેશન, પહેલાં કીધા થોડા ફંદા, પણ એમાં ના ફાવ્યા બંદા, પછી નોકરી ને સ્વીકારી, જીવન નૈયા ને હંકારી, સંતાનો નું થયું આગમન, મહોરી ઉઠ્યું જીવન નું ઉપવન, નાના નાના એના હાથો, હસતું મુખ, ચમકતી આખો, ઘર આખું ચગડોળ ચઢાવે, ખુદ ઉંઘે બીજાને જગાવે , હવે જીવન માં સ્થિરતા આવી, સમજણ ને ગંભીરતા આવી, થોડી શી માનવતા શીખ્યો, સંબંધો સાચવતા શીખ્યો, ખોટા કામ થી ડરતા શીખ્યો, મદદ કોઈ ની કરતાં શીખ્યો, માણસ સિદ્ધહસ્ત કહેવાયો, હું સદગૃહસ્થ કહેવાયો. જીવન સાથી એ સાથ નિભાવ્યો, મિત્રો એ પડતો અટકાવ્યો, પ્રભુ કરુણા એ રાહ બતાવ્યો, અંતે ત્રીજે સ્ટેશન આવ્યો. ........ ૩ ) :---આવ્યું હવે પ્રૌઢત્વ નું સ્ટેશન, મન ચંગુ, થાક્યું થોડું તન, સમજાવટ ની શક્તિ આવી, સમાધાન ની વૃત્તિ આવી, સૌ ના હિત ની દ્રષ્ટિ આવી, 'સ્વ' ને સ્થાને સમષ્ટિ આવી, અગમચેતી ના પગલાં લીધા,ભવિષ્ય માટે પ્રબંધો કીધા, સ્વાસ્થ્ય નો વીમો, બેન્ક ની બચતો,ભાવિ ખર્ચ પણ ધ્યાન માં લીધા, સંતાનો ના પત્યા પ્રસઁગો, માણી લીધા એય ઉમંગો, પહેલાં તો ચિંતાઓ છોડી, પછી ઘટાડી દોડાદોડી, મજધારે થી લીધી કિનારે, હળવે હલેસે જીવન હોડી. પકડ્યું તે છોડ્યા નો અવસર, ગાંઠો ને ખોલ્યા નો અવસર, ખુદ ને ઢંઢોળ્યા નો અવસર, મન-અમરત ઘોળ્યા નો અવસર, જવાબદારીઓ પુરી કીધી, પ્રેમ તણી પ્યાલી પણ પીધી, મુસીબતો માથે પણ લીધી, પણ ક્યાંયે અંચાઈ ન કીધી, હવે આંખ પર ચશ્મા આવ્યા, દાંતો પણ દસ-બાર પડાવ્યા, કાનો માંહે તમરા બોલે, હેર -ડાઇ થી કેશ સજાવ્યા, દેખાયું વૃદ્ધત્વ નું સિગ્નલ, થઇ ગાડી એ સ્ટેશન દાખલ. ......... ૪ ) :--જીવન ના ત્રણ સ્ટોપ વટાવી પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતારવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, આ ચોથા સ્ટેશન પર ભાઈ ,ઓછું લગેજ લઇ ને આવો, મોહ-માયા ને મૂકી દઈ ને, કેવળ સદભાવો ને લાવો , સલાહ ની સંદૂકો મુકો, પ્રિય વચનો માં વાત પતાવો, ના વખોડો આજ ની રસ્મો, 'અમારા વખત' ને ના બિરદાવો, આગળ વધતી જાય છે દુનિયા, બને તો થોડા કદમ મિલાવો, મોબાઈલ પણ થોડું શીખો , બેન્ક, સ્કૂલ છે , એ બજાર છે, ફોટો વિડિઓ જાતજાત ના, હસાવનારા પણ હજાર છે થોડું એ પણ સમજો જાણો, આનંદો એમાં અપાર છે, વિડિઓ કોલિંગ સંતાનો થી , વૉટ્સએપ છે તો શાની વાર છે. વર્ષો સુધી કામ કર્યું છે, દેહ હવે આરામ ને માંગે, હળવી કસરત કરતા રહેવી , શરીર જે સ્ફૂર્તિ માં રાખે, વાંચન,મનન, સ્મરણ,લેખન થી મન ને પ્રવૃત્તિ માં રાખો, યોગ ,પ્રાર્થના, ભજન-શ્રવણ થી આત્માનંદ ની મોજ ને ચાખો, વસ્તુ, વ્યક્તિ, સંસ્થા પદવી, એ ઉપર ની પકડ ને છોડો, કશું નહિ અટકે દુનિયા માં, મોહ ની બેડી જાતે તોડો, સાથે કશું નહોતા લાવ્યા, સાથે લઇ જવાના કશું ના, જે આપ્યું અહીંનાએ આપ્યું, એ પાછું લઇ લેશે અહીંના, આમે જ્યાં જાવાનું છે ત્યાં, આ નાણાં નું કામ નથી કંઈ, પ્રેમ, પુણ્ય, સદ્કાર્ય,સાધના, ભક્તિ વિના ત્યાં નામ નથી કંઈ, હળવા થઇ પ્રભુ પાસે જાઓ, શરણો માં એ પ્રેમ થી લઇ લે, કહેજો પ્રભુ ને અહીજ રહેવું , ફરી ન મોકલ સ્ટેશન પહેલે. 🙏🙏🙏
2 notes · View notes
gujjulife · 7 months
Text
સ્મરણ નિશ્ચિત..!!
0 notes
aartisarticlendpoem · 10 months
Text
poem
પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં, અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં. આવો તોયે સારુ, ન આવો તોયે સારુ, તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ. આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં, યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી; મોંઘું તમારાથી સપનું તમારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ. મિલનમાં મજા શું ? મજા ઝુરવામાં… બળીને શમાના પતંગો થવામાં; માને ના મનાવ્યુ મારું હૈયું નઠારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ. આવો તોયે સારુ, ન આવો તોયે સારુ, તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.
***આરતી ગોર.
Tumblr media
0 notes
shaileshrathod · 1 year
Text
નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રા યોજાઈ
તપઋતુના 45 દિવસના સમયગાળા દરમિયાન માનવ મુક્તિ ખાતર પ્રભુ ઈસુએ બેઠેલી યાતનાઓનું સ્મરણ કરીને કૅથલિક શ્રદ્ધાળુઓ દ્વારા, પ્રાર્થના અને પ્રાયશ્ચિત માટે પ્રતિ સપ્તાહ ક્રૂસના માર્ગની ભક્તિ; વિવિધ સોસાયટીઓમાં અને ચર્ચમાં યોજવામાં આવે છે. નડિયાદ ખાતે ડુમરાલ રોડ પર આવેલા કેથોલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે આજે તા: ૩૦-૦૩-૨૦૨૩ના રોજ ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી…
Tumblr media
View On WordPress
0 notes
nehalnv · 1 year
Text
ચૂંટેલા શેર : હેમેન શાહ
વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ! વડ કને તડકાનો ડંગોરો, જુઓ. જે હજી જન્મ્યું ગયા વરસાદમાં ઘાસનો ઝાકળનો કંદોરો જુઓ. અમૃત 'ઘાયલ' સાહેબે જેમની 'ત્રિપદી'ને ગુજરાતી ગઝલ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કહીને નવાજી અને એના મિજાજને રૂબાઈ જેવો પ્રભાવક ગણાવ્યો, એ ત્રિપદી ની ફરી કોઈ વાર વાતો કરીશું. મને એમની ત્રિપદી વાંચતા વાંચતા બાશોનું સ્મરણ થયા કરતું હતું. આજે તો આ 'પોતાના અવાજમાં બોલતા' શાયરના કેટલાક ચૂંટેલા શેર…
Tumblr media
View On WordPress
0 notes
chintanlavri · 1 year
Text
Tumblr media
*વચનામૃત ગઢડા પ્રથમ 71*
*ઈર્ષા નું શું રૂપ છે ?...*
નાનો પ્રશ્ન વાત મોટી
કોઈક આપણો શત્રુ હોય અને તેનું ખરાબ થાય ત્યારે આપણે રાજી થઈએ એટલે સમજવું
*આપણા રોમરોમમાં ઈર્ષાની અગ્નિ લાગી ગયેલી છે...*હા ચોક્કસ પણ એનું હિત ચિંતન કરવું એ મહારાજની આપણને આજ્ઞા છે.....એ આપણો ધર્મ છે...ત્યારે કોઈનું ખરાબ દેખીને રાજી થવું નહીં...આપણે હર હંમેશ બીજાનું અન્યનું સારું થાય એવું જ ચિંતન કરવું...
*એક ઘટના*
રાત્રે એક કુવાની અંદર સિંહ અને સિંહણ પડી ગયા ને મરી ગયા તે મેસેજ આવ્યા એટલે...
*તરત જ* *સ્વામિનારાયણ સ્વામિનારાયણ*
સ્મરણ કર્યું અને
*સંકલ્પ કર્યો*
એ સિંહ અને સિંહણનો જીવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ ધારણ કરે, સિંહ તે શૂરવીર સત્સંગી બને અને સિંહણ છે એ શૂરવીર મહિલા બને...આ પ્રકાર ના વિચાર આવવા જોઈએ....મોળા વિચાર ન આવવા જોઈએ....
*બે બાબતો*
એક સર્વોપરી ઉપાસના
અને બીજી બાબત
*મૂર્તિમાં રોમરોમ રસબસ રહી દેહ છતાં અનાદી મુક્તની સ્થિતિએ મૂર્તિનું સુખ ભોગવવું...*
*આ બે સિધ્ધાંત...*
શૂરવીર થઈને દેશ દુનિયામાં પ્રવર્તાવવા...
વ���નામૃત કારિયાણીનું આઠમું પુરષોત્તમ ભગવાન સર્વના આત્મારુપે કરીને...
*પ્રગટ પ્રમાણ મનુષ્ય આકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે...*
ભગવાન તથા ભગવાનના ભક્તનું મહિમા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અડધો વિમુખ જાણવો...
અનંત કોટી બ્રહ્માંડમાં પ્રગટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ એટલેકે સ્વામિનારાયણ ભગવાનનું જ કર્યું થાય છે પણ કાળ કર્મ માયા આદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી...આ વાર્તા દ્રઢ થઈ જવી જોઈએ....
દાસાનુદાસ સેવક ચિંતન ના
જય સ્વામિનારાયણ
👏🏻
0 notes
newsmaker1 · 2 years
Text
આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે દિવાળી પહેલા નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લીધી, ધર્મોમાં ભાઈચારાનું સ્મરણ કર્યું | ભારત સમાચાર
આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે દિવાળી પહેલા નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લીધી, ધર્મોમાં ભાઈચારાનું સ્મરણ કર્યું | ભારત સમાચાર
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) રાષ્ટ્રીય કારોબારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આશ્રયદાતા ઇન્દ્રેશ કુમાર શનિવારે હઝરતની મુલાકાત લીધી નિઝામુદ્દીન દરગાહનવી દિલ્હી, અને દિવાળી પહેલા મંદિરના પરિસરમાં માટીના દીવા પ્રગટાવે છે. આરએસએસની મુસ્લિમ પાંખ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચે દેશમાં શાંતિ અને સમૃદ્ધિની હાકલ કરી હતી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક અને વરિષ્ઠ આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારનું…
View On WordPress
0 notes
winjoyworld · 2 years
Text
ઝવેરચંદ મેઘાણી
જન્મ ૧૮૯૭ ચોટીલા. દેહાવસાન ૧૯૪૭ બોટાદ.
ભાવનગર ની પ્રખ્યાત શામળદાસ કોલેજ માં થી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયી ને કલકત્તા ની ટોચની કંપની માં મેનેજર નો મોટો હોદ્દો ભોગવનાર જુવાન ઝવેરચંદ મેઘાણી ને જન્મ ભોમકા યાદ આવતાં બધું ય છોડીને મેઘાણી એ વતનમાં પત્ર લખી નાખ્યો,
"ગામના પાદરે પાછી
વળતી ગાયું ની ઘંટડી ઓનો રણકાર મને સંભળાય છે હું આવું છું." ઝવેરચંદ મેઘાણી
*Jવતન સૌરાષ્ટ્ર માં આવી ને મેઘાણી લોકસાહિત્ય ના સંશોધન માં ગળાડૂબ થયી ગયા.૫૦ વર્ષ ની આયુ સુધી એમણે લોકસાહિત્ય, આત્મકથા, પ્રવાસ, કવિતા, જીવનકથા, નવલકથા,નાટક, લેખ સંગ્રહ,નવલીકા, વિવેચન ના ક્ષેત્રમાં ૮૦ જેટલા ગ્રંથો નું ગુજરાતી સાહિત્ય માં પ્રદાન કર્યું.
૧૯૩૧ માં ગોળમેજી પરિષદમાં વિલાયત જતા ગાંધીજી ને"છેલ્લો કટોરો " કવિતા મોકલતાં તે કવિતા થી અભિભૂત થઈ ને ગાંધીજી એ મેઘાણી ને"રાષ્ટ્રીય શાયર " નું બિરૂદ આપ્યું.
લોકસાહિત્ય અભણ,ગમાર અને ગામઠી લોકો નું સાહિત્ય છે એવું કહેનાર શિષ્ટ સાહિત્યકાર નરસિંહ રાવ દિવેટિયા અને કે.મા.મુનશીના વિધાન ને ખોટું ઠરાવીને લોકસાહિત્ય પણ શિષ્ટ સાહિત્યનું સમોવડીયુ સાહિત્ય છે એવું મેઘાણી એ તાર્કીક રીતે સિદ્ધ કરી દીધું.
પોતાની જાતને લોકસાહિત્ય ના ધૂળ ધોયા અને ચારણી સાહિત્યના ટપાલી ગણાવતા ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મ જયંતી ટાણે એ કસુંબલ કેફના સર્જકનું સુખદ સ્મરણ.
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
Text
1665.
મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !…..
View On WordPress
1 note · View note
gujjulife · 1 year
Text
સ્મરણ ના..!!
0 notes
Text
1356.
મોણ નાંખી વારતા કરતા રહે.સ્થાપના ખુદની ઘણાં કરતા રહે.મિત્ર પણ કેવી કૃપા કરતા રહે.વાત વાતે હા જી હા કરતા રહે.કાયમી રહેવાની જીદ કરતા નથી,આ સ્મરણ બસ આવ-જા કરતા રહે.કેટલાં જ્ઞાની હશે વિવેચકો!આંસુના પણ તરજુમા કરતા રહે.સ્થિર છું ને ધીર છું..કહેતાં નથી,ઝાડવાં બસ, સાધના કરતા રહે.લાલસા આગળ જવાની હોય ત્યાં,નિત નવાં મ્હોરાં જગા કરતા રહે.— લક્ષ્મી ડોબરિયા…2.2.2023
View On WordPress
1 note · View note
chintanlavri · 1 year
Text
🙏🏻
*વચનામૃત પ્રથમ 62*
ભગવાનને કાળકર્મ માયા જેવા ન જાણે કારણ આપણ ને જે તકલીફ પડે છે તે ભગવાન નથી આપતા આપડા કર્મો આપે છે છત્તા પણ ભગવાન ની ભક્તિ કરતા હોય તો ભગવાન શૂળી નું દુઃખ સોયા થી મટાડી જ આપે છે...
બીજી વાત
ભગવાનના જેવા ગુણ આવે એ માટે મોટા ની મન કર્મ વચન થી સેવા તો કરવી જ પડશે................
આ સમજવા માટે નેત્ર અને દિવાનું દ્રષ્ટાંત આપ્યું છે...
ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે તેમ મોટા પણ નિર્બંધ બને છે...અને સહાય કરવાને સમર્થ થાય છે......
આ ભગવાનના ગુણોને લઈ અને મોટાની આ મોટાઈ છે...
આભથી ઊંચી અને પાતાળથી નીચે બ્રહ્માંડમાં સમાય નહિ એવી આ મોટપ છે છતાં પણ એ દાસભાવે વર્તે છે અને પામર અને તુચ્છ મનુષ્યો ને સહન કરે છે છતાં પણ પામર ને દંડ નથી આપતા અને એનું ભલું થાય એવો ઉપાય મોટાપુરુષ સતત કરે જ છે..
કારણ શું છે ?
ભગવાનના કલ્યાણકારી ગુણ ભગવાન ની કૃપાએ કરીને આવ્યા છે અથવા તો પહેલાથી જ મોટાપુરુસ માં પણ છે જ એ એક જ એનું કારણ છે..........
ભગવાન ની વાત જે કોઈ શાસ્ત્રો એ કરી છે તે પરમતત્વ છે.......એ એક જ છે...... અને અનાદિ છે... અને એ જ પરમાત્મા ને આપણે આજે સ્વામિનારાયણ ભગવાન નામથી ઓળખીએ છીએ એમ ચોખ્ખું સમજવું.......આમાં કોઈ શંશય છે જ નહીં રાખવો પણ નહીં......
આ સમજણમાં કોઈ પંથ નથી...કોઈ વાડો નથી...કોઈ સમૂહ નથી....કોઈ પક્ષાપક્ષી નથી....કોઈ સંસ્થા નથી કેવળ પરમાત્મા ની ઉપાસના શીખવા અને સિદ્ધ કરવાની સ્કૂલો છે એ ન્યાયે જેટલી ફી ભરી શકવાની ક્ષમતા હોય એવી સ્કૂલ માં ભરતી થઈ જવું જોઈએ પણ ભણવું એટલે કે ઉપાસના કરવી તો અનિવાર્ય છે જ....નહિતર આ લોક માં જન્મ લીધું એ નું કોઈ ફળ ઉપાસના કર્યા વગર પ્રાપ્ત થશે નહીં......
કોઈ નેરોગેજ નથી...
મીટરગેજ નથી...આ તો બ્રોડ ગેજ છે જો ચાલવું હોય તો......
એટલે સૌ કોઈ પ્રેમથી આ વાતને સ્વીકારે છે...આપડે પણ આંનંદ થી સ્વીકારી લઈને ભજન કરવું....
પ્રેમથી સ્વીકારવા જેવી આ વાત છે....જો સદબુદ્ધિ હોય તો નહિતર જેસી જીસકી સોચ.....
🌻
*પુરષોત્તમ પ્રકાશ*
અષાઢી મેઘે આવી કર્યા...
ઝાઝા બીજા ઝાકળ....
પૂર ચાલ્યા પૃથ્વી ઉપરે....
ધોયા ધરતીના મળ...
ગાજ વીજ અને વરસવું...
અગમ સુગમ કર્યું સોય...
-નિષ્કુળાનંદ સ્વામી
સમજવા જેવી આ વાત છે પણ એક વાત જાણી લો સમજવું હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે સુખી થવું હોયતો પણ સેવા સ્મરણ અને ભક્તિ તો કરવી જ પડશે એ અનિવાર્ય છે.....
તો ચાલો આપ સૌ અને મારા પોતાના આત્માના કલ્યાણ માટે પણ ભગવાન ને આજીજી વિન્નતી કરું છું પ્રાર્થના કરું છું કે એવી સમજણ બલ બુદ્ધિ અને સગવડ આપ સર્વે ને આપે એવી આર્ત નાદ પૂર્વક મારી એ પરમતત્વ પરમાત્માના શ્રી ચરણો માં પ્રાર્થના સહ દંડવત......
દાસાનુદાસ સેવક ચિંતન ના દાસભાવે ઝાઝા હેત કરીને જય શ્રી સ્વામિનારાયણ.....
👏🏻
Tumblr media
0 notes
nehalnv · 1 year
Text
માણસ ઉર્ફ : નયન દેસાઈ
માણસ ઉર્ફ : નયન દેસાઈ
હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે, આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો. નયમ દેસાઈને વાંચું છું ને ર.પા. નું સ્મરણ થયા કરે છે. એ જ ઊર્જા, એ જ ' expect the unexpected ' શબ્દ ગૂંથણી, વિષય વૈવિધ્ય,... એક જાતનો ગીરાનો ધોધ! એમની અનેક રચનાઓમાંથી એકનું ચયન કરવું, અઘરું જ નહીં, અસંભવ છે. અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જો ને; હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને! ... -નહીં મળે આ સાંજ સવારોની…
Tumblr media
View On WordPress
0 notes
Text
1260.
સ્મરણ લીલું કપૂરી પાન જેવું હવામાં ચોતરફ લોબાન જેવું ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ હસી એક છોકરી વિમાન જેવું ઉઘાડી આંખ છે મેં દૃશ્ય ગાયબ સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું હશે આ ઘરની બારીનેય આંખો હશે આ ભીંતને પણ કાન જેવું ખબરઅંતર પૂછે ખેરાત જાણે કરે છે સ્મિત તે પણ દાન જેવું ઊભી પૂછડીએ જે ભાગી રહ્યું છે એ લાગે છે કોઈ ઇન્સાન જેવું હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ ને જાગી જોઉં તો કંતાન જેવું અદમ આ શ્વાસની…
View On WordPress
1 note · View note