Tumgik
#પ્રદૂષણ
mybiologyclass · 4 months
Text
માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો નું
1. ટૂંક નોંધ:- બાયોગેસ
Ø પ્રભાવિ વાયુઓનું મિશ્રણ(CH4 + CO2+ H2)
Ø સૂક્ષ્મ જીવો ની પ્રક્રિયાથી પ્રાપ્ત થાય.í
Ø બળતણ તરીકે ઉપયોગી.
Ø સિદ્ધાંત:- સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યોની ચયાપચયથી નિર્માણ થાય.
Ø સેલ્યુલોઝ પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા દ્વારા બને .મિથેનોજેન્સ
Ø ઉદા :-મિથેનોબેક્ટેરિયમ
Ø આ બેક્ટેરિયા સૂર્ય સૂરજ ટ્રીટમેન્ટમાં અજારક સ્લજ માં જોવા મળે.
Ø ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલર નું તેના આમાશયમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પાચન થઈ CH 4,Co2 & H2 બને.
Ø રચના :- 10 થી 15 ફૂટ ઊંધો કોંક્રીટ નો ખાડો કરવામાં આવે.
Ø તેમજ જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે.
Ø ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે.
Ø બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને લીધે આચ્છાદન ઉપર તરફ ઉચકાય.
Ø પ્લાન્ટ ની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય.
Ø જેના દ્વારા નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવામાં આવે.
Ø વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે જેનો ઉપયોગ ખાતર તરીકે થાય.
Ø ગ્રામ્ય વિસ્તારોમાં પશુનું છાણ અને જૈવિક કચરો વધુ માત્રામાં પ્રાપ્ત થતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ વધુ જોવા મળે છે.
Ø ઉપયોગ:- રાંધવા, પ્રકાશ ઉર્જા મેળવવા.
Ø કાર્ય કરતી સંસ્થા :- IARI- ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
Ø KVIC- ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન.
2. જૈવિક ખાતર
Ø કૃષિ ઉત્પાદનોની વધતી જતી માંગને પહોંચી વળવા રાસાયણિક ખાતરોમાં વધુ પડતો ઉપયોગ ઘટાડવા,પ્રદૂષણ ઘટાડવા, કાર્બનિક ખેતી કરવા જેવિક ખાતરોનો ઉપયોગ થાય છે.
Ø જૈવિક ખાતરમાં એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે જે ભૂમિને પોષક ઘટકોથી સમૃદ્ધ બનાવે.
Ø ઉદા :-બેક્ટેરિયા, ફૂગ,સાયનો બેક્ટેરિયા.
1. શિમ્બી કુળની વનસ્પતિઓનાં મૂળતંત્ર પર સહજીવી રાઈઝોબીયમ બેક્ટેરિયા મૂળ ગંડીકા નું નિર્માણ છે.
Ø બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં ના N2નું સ્થાપન થઈ કાર્બનિક દ્રવ્ય બને જે વનસ્પતિઓને પ્રાપ્ત થાય.
2. ભૂમિમાં નિવાસ કરતા મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બને. (એઝોસ્પીરીલીયમ, એઝોબેકટર)
3. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા બનાવે.
Ø ફૂગ સહજીવી તરીકે કાર્ય કરી ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે અને વનસ્પતિને પૂરું પાડે.
Ø મૂડમાં રોગ પ્રેરતા રોગો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા અને વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ વિકાસ પ્રેરે.
Ø 4. સાઈનો બેક્ટેરિયા જલીય તેમજ સ્થલીય પર્યાવરણમાં નિવાસ કરી N2નું સ્થાપન કરે.
Ø EX. એનાબિના, નોસ્ટોક, એસિલેટોરિયા.
Ø ડાંગરના ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગી. ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી ફળદ્રુપતા વધારે.
3.જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો
Ø રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે હાનિકારક, પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવનાર, ફળો, પાકો વિશાલી બનાવનાર છે.
Ø જૈવિક જંતુનાશકો, કીટકનાશકો અને નીંદણનાશકો દ્વારા ભૂમિ પ્રદૂષિત તેમજ રાસાયણિક વિશાલતા ને અટકાવી શકાય.
Ø આ પદ્ધતિ રસાયણોમાં ઉપયોગી ની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે.
Ø ખેતરમાં વસવાટ કરતાં કીટકો અને પરભક્ષી ઓના જીવન ચક્રો ખોરાક ગ્રહણ ની રીત વસવાટના સ્વરૂપો દ્વારા આપણે જૈવિક જંતુનાશકો પસંદ કરીએ છીએ.
Ø ઉદા 1. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેવા શરીર પર લાલ અને કાળા રંગના નિશાન ધરાવતા ભ્રુગ કીટકોનો ઉપયોગએફીડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ઉપયોગ.
2. બેસિલસ થુરિન્જીનેન્સીસ BT
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિયંત્રણ.
Ø શુષ્ક બીજાણું સ્વરૂપે પેકેટમાં અને જેનો ઉપયોગ પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાય અને ફડાવ વૃક્ષો પર છંટકાવ કરવા થાય.
Ø પતંગિયા અને ઈયળ નાં નિયંત્રણ માટે.
Ø કીટકો નો ડિમ્ભ છંટકાવ કરેલ BTને ખાય જેથી BT દ્વારા મુક્ત થતું વિષ તેમના અન્ન માર્ગમાં જાય જેથી ડિમ્ભ મૃત્યુ પામે.
Ø જીવનમાં રોગ કેટરપિલર ને મારી નાખે પરંતુ અન્ય કીટકો ને કોઈ નુકસાન થતું નથી.
Ø જનીન ઇજનેરી પદ્ધતિ દ્વારા બેસિલસથુરેન્જેનસીસ નાંવિષકારી જનીનને વનસ્પતિમાં દાખલ કરી જે તેઓ વનસ્પતિને કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા ધરાવતી બનાવે.
Ø ઉદા :BT કપાસ
3. ટ્રાયકોડર્મા ફૂગ
Ø સામાન્યતઃ મૂળના નિવસનતંત્રમાં જોવા મળે.
Ø ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક.
4. બકુલો વાઇરસ
Ø કીટકો અને અન્ય સંધિપાદિયોમાં રોગ સર્જે અને તેમનું નિયંત્રણ કરે.
Ø પ્રજાતિ: ન્યુક્લિઓપોલિહેડ્રો વાઇરસ
Ø લઘુવર્ણપટિય કીટકીય પ્રયોજન.
Ø વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી.
Ø આ બાબત ત્યારે અગત્યની છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય.
Ø જેથી ઇન્ટીગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ (IPM) માં આ જંતુનાશકનો ઉપયોગ કરી સંવેદી નિયંત્રંત્રીય વિસ્તારોનો ઉપચાર કરી શકાય.
4. રસાયણો, ઉત્સેચકો અને અન્ય સક્રિયઅણુઓના નિર્માણમાં સૂક્ષ્મજીવો નું મહત્વ લખો.
રસાયણો:- કાર્બનિક એસિડ આલ્કોહોલના નિર્માણમાં.
Ø 1. એસ્પરજિલસ નાઇઝર (ફૂગ):- સાઈટ્રિક એસિડ.
Ø 2. એસિટોબેક્ટર એસિટી (બેક્ટેરિયા):- એસિટીક એસિડ
Ø 3. ક્લોસ્ટિડિયમ બ્યુટીરીકમ (બેક્ટેરિયા):- બ્યુટીરીક એસિડ
Ø 4. લેક્ટોબેસિલસ(બેક્ટેરિયા):- લેક્ટિક એસિડ
Ø યીસ્ટ > સેકેરો માયસીસ-જાતિ સેરેવિસ ઇથેનોઈલ
ઉત્સેચકો :-
Ø 1. લાઈપેઝ:- ડિટર્જન્ટ ની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલીડાઘા દૂર કરવા.
Ø 2. પેકટીનેઝ અને પ્રોટીએઝ :- બજારમાં બોટલમાં પેક કરેલું ફ્રુટજ્યુસ ને શુદ્ધ કરો.
Ø 3. સ્ટ્રેપટોકાઈનેઝ :- બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોક્સ.
Ø દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે “clote bluster `તરીકે ઉપયોગી.
Ø જનીન ઇજનેરી વિદ્યા દ્વારા બનાવવામાં આવે. એવા દર્દીઓ માટે ઉપયોગી જેમની હૃદય વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ અટેક થવાની સંભાવના હોય.
સક્રિય અણુઓ :- 1. સાઇક્લોસ્પોરીન A = ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ દ્વારા મ���ળવાય.
Ø ઉપયોગ:- દર્દીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે.
Ø 2.સ્ટેટીન્સ = મોનાસ્કસ પુર્પુંરિયસ (યીસ્ટ )
Ø ઉપયોગ= કોલેસ્ટેરોલનાં સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે સ્પર્ધા નીગ્રાહક ની જેમ કાર્ય કરી રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે.
5. STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
Ø ગટનના ગંદા કચરાને સુએજ કહે છે.
Ø મુખ્ય ઘટક માનવ મળ.
Ø મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મ જીવો દ્વારા.
Ø સૂએઝ નો કચરો સીધો સીધો નદી કે જડા શહેરમાં છોડી શકાય પણ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરી જંતુમુક્ત અને શુદ્ધ કરવામાં આવે.
Ø A. પ્રાથમિક સારવાર :- ગાર્ડન અને અવસાદન દ્વારા ભૌતિક દ્રવ્યોનો તબક્કા વાર નિકાલ કરવામાં આવે
Ø વારંવાર ગાર્ડન કરી તરતો કચરો દૂર કરાય.
Ø માટી અને નાની કાકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે.
Ø એકત્રિત થતાં ઘન દ્રવ્યને પ્રાથમિક અને ઉપરના પાણીને ઇફ્લુઅન્ટ કહેવાય.
Ø ઇફ્લુઅન્ટ ને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે.
Ø દ્વિતિય સારવાર :- પ્રાથમિક ઈફલ્યુઅન્ટને મોટી વાયુમયજારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે.જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે.
Ø જરૂરિયાત મુજબ દબાણપૂર્વ હવા પસાર કરવામાં આવે.
Ø જેથી ઉપયોગી હોય તેવા જારક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ ઝડપી થાય અને તે ફ્લોક્સ બનાવે.
Ø ફ્લોકસમાં રહેલા સૂક્ષ્મ જીવો ઈફલુઅન્ટ માના મોટાભાગના કાર્બનિક દ્રવ્ય નો જથ્થો વાપરી નાખે જેથી BOD માં નોંધપાત્ર ઘટાડો થાય.
Ø જે દર્શાવે છે કે પાણી શુદ્ધ થઈ રહ્યું છે.
Ø BOD એટલે એક લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનનો જથ્થો.
Ø ઇફ્લુએન્ટને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય.
Ø BOD કસોટી દ્વારા પાણીના નમુનામાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા વપરાયેલ O૨ નું પ્રમાણ.
Ø જેથી પરોક્ષ રીતે BOD એ કાર્બનિક દ્રવ્ય નું માપન છે.
Ø પાણીમાં BOD જેટલો વધુ તેટલી પ્રદુષણની માત્રા વધારે.
Ø એકવાર જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુઅન્ટને સેટલિંગટાંકામાં પસાર કરવામાં આવે છે જ્યાં ફલોક્સ નું અવસાન થાય.
Ø અવસાદન પામેલા ફ્લોક્સ ને ક્રિયાશીલ સ્લજ કહે છે જેનો ઉપયોગ જારક ટકામાં નિવેશ દ્રવ્ય તરીકે કરી શકાય.
Ø મોટા ભાગના સ્લજ ને અને એરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં લઈ જવામાં આવે.
Ø આ ટાંકામાં અજારક બેક્ટેરિયા અને ફૂગ દ્વારા સ્લજ નું પાચન થઈ મિથેન, હાઈડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય.
Ø જેમાના બાયોગેસનો ઉપયોગ જ્વલનશીલ હોવાથી ઉર્જા સ્ત્રોત તરીકે કરી શકાય.
Ø દ્વિતીય સારવાર માંથી પ્રાપ્ત થતા ઇફલૂઅ ન્ટને નૈસર્ગિક જળાશયમાં મુક્ત કરી શકાય.
Ø ઉદા = ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ.
6. પ્રતિ જૈવિક દ્રવ્યોના નિર્માણમાં સૂક્ષ્મ જીવોનું મહત્વ.
Ø Anti= વિરુદ્ધ , Bio= જીવન
Ø માનવ કલ્યાણ ની મોટી ઉત્પત્તિ.
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ થતા રસાયણો જે અન્ય સૂક્ષ્મ જીવોને મારી નાખે અથવા તેમની વૃદ્ધિ અટકાવવા.
Ø ઉદા= એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા સ્ટેફાયલોકોકાઈ બેક્ટેરિયા પર થતા કાર્ય સમયે સંવર્ધિત પ્લેટમાં પ્રાપ્ત થયેલી પેનિસિલિયમ ફૂગ દ્વારા બનતું પેનિસિલિન.
Ø તીવ્ર ક્ષમતા ધરાવતું એન્ટિબાયોટિક અર્નેસ્ટચૈન અને હાવર્ડફ્લોરે પ્રસ્થાપિત કર્યું.
Ø અન્ય એન્ટિબાયોટિકથી મટતા રોગો – કાળી ખાંસી, ટીપ્થેરિયા,રક્તપિત.
7. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનું મહત્વ.
Ø દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા.
Ø લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લો સર્જે છે.
Ø જે દૂધને જમાવે એને દૂધમાંના લેકટોસ નું પાચન થઈ દહીં બને.
Ø વિટામીન બી12 ની માત્રા વધુ.
Ø અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગોને અટકાવે.
Ø બ્રેકર્સ યીસ્ટ ( સેકેરોમાયસીસ સેરેવીસી )
Ø ઢોસા,ઈડલી જેવા આથો ધરાવતા પદાર્થોની બનાવટમાં અજારક પ્રક્રિયા કરે છે.
Ø CO2 ઉત્પન્ન થવાથી ખોરાક ફૂલે છ.
Ø ટોડ્ડી :- પ્રણાલીગત પીણું
Ø દક્ષિણ ભારતમાં
Ø પામના રસના આથવણથી બનાવાય.
Ø માછલી, સોયાબીન, વાંસને આથવણથી ખાદ્ય સામગ્રી બનાવી શકાય.
Ø ચીઝ ની બનાવટમાં વિવિધ સુગંધ અને સ્વાદ લાવી શકાય.
Ø સ્વીસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા co2 ના કારણે હોય છે.
Ø જે બેક્ટેરિયાને કારણે સર્જાય.
Ø ચોક્કસ સ્વાદ કે સુગંધ ધરાવતી રોકવીફોર્ટ ચીઝને બનાવવા ચોક્કસ ફૂગ નું સંવર્ધન કરવામાં આવે.
If you like this then like and comment...
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note · View note
newscontinuous · 5 months
Text
0 notes
Text
દિલ્હી પ્રદૂષણ: દિલ્હીમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ, સંપૂર્ણ સમાચાર વાંચો
દિલ્હી પ્રદૂષણ: દિલ્હીમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ, સંપૂર્ણ સમાચાર વાંચો
દિલ્હી પ્રદૂષણ વાહન પ્રતિબંધ: દિલ્હી સરકારે બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને મંગળવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર વ્હીલરના સંચાલન પર અસ્થાયી પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ – શાંત પવન અને નીચા તાપમાનને કારણે સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં સરકી ગઈ હતી. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 1 year
Text
આંદામાનની શાર્ક, હિમાલયનું ફૂલ, કર્ણાટકનો દેડકો IUCNની રેડ લિસ્ટમાં શામેલ
આંદામાનની શાર્ક, હિમાલયનું ફૂલ, કર્ણાટકનો દેડકો IUCNની રેડ લિસ્ટમાં શામેલ
ભારતમાં હાજર જીવ જંતુઓની 29 પ્રજાતિઓ જોખમમાં આવી ગઇ છે. તેમનું નામ ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર એટલે કે, IUCNની રેડ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ જીવો પર સૌથી વધારે જોખમ છે. તે છે વ્હાઇટ ચીક્ડ ડાંસિંગ ફ્રોગ, આંદામાન સ્મૂથહાઉન્ડ શાર્ક અને યલો હિમાલિયન ફ્રિટિલરી. આ જીવ જંતુઓના ખતમ થવાનું સૌથી મોટું કારણ છે તેમનો ગેરકાયદે શિકાર, પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન અને બિમારીઓ. IUCNની…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years
Text
IIT-D હાઉસ નોલેજ પાર્ટનર બની શકે છે; સાંસદોને 5G, આબોહવા પર અપડેટ રાખો
IIT-D હાઉસ નોલેજ પાર્ટનર બની શકે છે; સાંસદોને 5G, આબોહવા પર અપડેટ રાખો
નવી દિલ્હી: IIT દિલ્હીતેના ઉત્કૃષ્ટ સંશોધન અને નવીનતાઓ માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું, બની શકે છે.નોલેજ પાર્ટનર‘ સંસદની. ‘નોલેજ પાર્ટનર’ તરીકે, IIT દિલ્હીના નિષ્ણાતો સાંસદો સાથે 5G ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેક્નોલોજી, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા વિષયો પર નિર્ણાયક માહિતી શેર કરશે. IIT દિલ્હીના ડિરેક્ટર, રંજન બેનર્જી IANS ને જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત હોવાને…
View On WordPress
0 notes
smartpollindia · 2 years
Text
કર્ણાટકમાં 80 લાખ વાહનોને સ્ક્રેપ કરવાની તૈયારી
કર્ણાટકમાં 80 લાખ વાહનોને સ્ક્રેપ કરવાની તૈયારી
દેશમાં પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારની જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિનો અમલ કરતા રાજ્યોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કર્ણાટક સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં નોંધાયેલા લગભગ 2.8 કરોડ વાહનોમાંથી લગભગ 80 લાખ વાહનો 15 વર્ષ કે તેથી વધુ જૂના છે. રાજ્ય સરકારે જૂના વાહનોના રજિસ્ટ્રેશનને રદ કરીને પ્રદૂષણ ઘટાડવાનું આયોજન કર્યું છે. આઈટી હબ કહેવાતા બેંગ્લોરમાં લગભગ…
View On WordPress
0 notes
Text
પાણીની સમસ્યા (save water)
મહાવીર સ્વામી એ વરસો પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે "પાણીને ઘી ની જેમ વાપરો" તેવા સમયે આ વાત કેમ કરી હતી? આવુ તેમને કેમ કહ્યુ હસે? વરસો પહેલાં વિપુલ પ્રમાણમાં પાણી હતું.બારેમાસ જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળતું હતું. તે સમયમા ઘી અમુલ્ય હશે. લોકો પર્યાવરણ ના નિયમોનું પાલન કરતા હતા.. સમય જતાં જતાં પાણી નો વપરાશ વધતો ગયો છે
જેમ જેમ વર્ષો વીતતાં ગયા તેમ તેમ પાણી ની સમસ્યા વધતી ગઈ. કારણ! વધતી જતી માનવોની સંખ્યા,મોટા મોટા કારખાનાઓ, ઈન્ડસ્ટ્રીઓ, મકાન બાંધકામો,મોટી મોટી હાઇરાઝ બિલ્ડિંગ, હવાનું પ્રદૂષણ,સૂર્ય ના તાપમાં વધારો,વરસાદ પડવામા અનિયમિતતા, પાણી વપરાશમાં જંગી વધારો, બિન જરૃરી પાણીનો બગાડ
પૂરા બ્રહ્માંડની અંદર માત્ર પૃથ્વી ઉપર માનવ વસ્તી અને પાણી ધરાવે છે. માટે આપણે પાણીનું મૂલ્ય સમજવું જોઈએ. પાણીનું અસ્તિત્વ ટકાવી રાખવા બની શકે તેટલા પ્રયત્નો કરવા જોઈએ. એવા પગલા લેવા જોઈએ કે પાણીની સમસ્યા ઓછી થાય. સમગ્ર પૃથ્વી પર પાણી 71% જેટલુ છે. તેમાંય પીવાનું પાણી બહુજ ઓછા પ્રમાણમાં છે. કુદરત ના ચક્ર પ્રમાણે વરસાદ અને બાષ્પીભવન આપમેળે ચાલે છે. લોકોની સારી આદતોથી પાણીની સમસ્યા નિવારી શકાય છે.
 કુદરતે દરેક જીવને ઘણી બધી  મૂલ્યવાન વસ્તુઓ ભેટમાં આપેલી છે. જે વસ્તુઓ માનવી ક્યારેય અને કોઈ પણ ભોગે બનાવી નહિ શકે. પાણી એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તો શા માટે આપણે પાણીનો બગાડ કરીએ!! પાણીની બચત કરીને આપણે કુદરતના નિયમનું પાલન કરીએ. આપણે આજે પાણીની બચત કરીશું તો આપણી આવનારી પેઢીઓ માટે પાણી સહેલાઈથી મળી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે "કર્મ કરતો જા ફળની આશા ન રાખીશ". તેમ આપણે કર્મ ના રૂપમાં પાણીની બચત કરવાની છે. આપણે કરેલા કર્મ રૂપી પાણીની બચત, ફળ સ્વરૂપે આપણી આવનારી પેઢીને મળશે જ.
 શા માટે આપણે પાણીની બચત કરવી જોઈએ
 # સ્વચ્છ પાણીના અભાવે અને ગંદા પાણીના કારણે લોકો વધુ બિમાર પડે છે. 
# ગ્રામ્ય વિસ્તારોમાં લોકો 4 થી 5 km સુધી ચાલીને પીવા માટેનું પાણી ભરવા  જવુ પડે છે. 
 # વીજળીના ઉત્પાદન માટે.
 # રોજીંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓ માટે.
# પૃથ્વી પર દરેક જીવો ને ટકાવી રાખવા માટે.
# દેશનું આર્થિક અર્થતંત્ર ટકાવી રાખવા માટે.
 # ���ોટા મોટા કારખાનાઓ ઈન્ડસ્ટ્રીયલો બાગ બગીચાને જીવંત રાખવા માટે.
 # તમારા મનગમતા ફુલોને સુગંધિત રાખવા માટે.
પાણી બચાવવાની પધ્ધતિઓ;
# દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને.
# વસ્તુઓ સાફ કરતી વખતે, શાકભાજી, ફળો, કઠોળ, વિગેરેની  નળની ની જગ્યાએ પાણીના વાસણમાં સાફ કરવા.
# ખેતીવાડી બાગ બગીચા ફૂલછોડમાં ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરવો.
# શૌચાલયમા ક્રિયાઓ દરમિયાન જરૂરી પાણીનો ઉપયોગ કરવો.
# નહાતી વખતે ડોલ અને મગનો ઉપયોગ કરવો, શાવર થી બાથ કરતી વખતે જરૂરી વગરનું પાણી બંધ      કરી દેવું જોઈએ.
# જ્યાં જ્યાં પાણીની લાઇન લીકેજ હોય ત્યાં ત્યાં રીપેરીંગ કરી દેવું જોઈએ.
# વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ભૂગર્ભ માં ટાંકી, ચેક ડેમ, તળાવો, બાંધવા. 
message; water is very important for human, so let's to do something and we will save water for next generation.
Tumblr media
0 notes
theswarnimbharat · 2 years
Text
0 notes
satyamanthan · 2 years
Text
0 notes
krcscbhavnagar · 2 years
Photo
Tumblr media
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૨ અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર દ્વારા કલા કેન્દ્ર, ભાવનગર ખાતે #OnlyOneEarth વિષય પર વય મર્યાદાને આધારે A, B, C, D કુલ ચાર વિભાગોમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ. આ ચિત્ર સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં શ્રીજે. બી. ગોહિલ (આચાર્ય શ્રી, શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર), ડો. અશોક પટેલ (ચિત્ર શિક્ષક, M.S.B - 45), શ્રી યોગેન્દ્રભાઈ વેદની (ચિત્ર શિક્ષક, અમર જ્યોતિ શાળા), અને શ્રી જયેશભાઈ જાદવ (ચિત્ર શિક્ષક, વિદ્યાધિશ શાળા) ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ ચિત્ર સ્પર્ધામાં 186 કલા પ્રેમીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા. https://www.instagram.com/p/CeasG18gKEc/?igshid=NGJjMDIxMWI=
0 notes
smitatrivedi · 3 years
Text
૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?
૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?
18. Where did Gir’s pride go? Credit: https://stock.adobe.com ગીરના આ સિંહો માત્ર ગુજરાત નહીં પણ ભારતનું ગૌરવ છે. ગીરનાં જંગલો અને ગીરના સિંહોનું ગૌરવ લેવાનો હવે આપણને કોઈ જ અધિકાર નથી. માત્ર છેલ્લાં પચાસ વર્ષોમાં ગીરના જંગલનું કદ આપણે પા ભાગનું કરી નાખ્યું છે અને એને પરિણામે સિંહોની વસ્તી પણ ઘટી છે. છેક બરડા ડુંગરો સુધી પથરાયેલા ગીરનાં જંગલને હવે એ બોડા ડુંગરા ઘૂરકિયા કરે…
Tumblr media
View On WordPress
2 notes · View notes
Text
હવાનું પ્રદૂષણ અને ઠંડીએ બિહારમાં લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું, બજારમાં હીટર-એર પ્યુરિફાયરની માંગ વધી
હવાનું પ્રદૂષણ અને ઠંડીએ બિહારમાં લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું, બજારમાં હીટર-એર પ્યુરિફાયરની માંગ વધી
બિહાર સમાચાર: રાજધાની પટના સહિત અન્ય શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. રોજિંદા મજૂરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેઓ વહેલી સવારે નોકરીએ જતા હોય છે. આ બધાની વચ્ચે માર્કેટમાં એર પ્યુરીફાયર અને રૂમ હીટરની માંગ ઝડપથી વધી છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં એર પ્યુરીફાયરની માંગ વધી છે પટના શોરૂમના સંચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે-ત્રણ મહિનાથી એર…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 2 years
Text
વૈજ્ઞાનિકોએ બનાવી રોબોટ ફિશ જે અપાવશે પ્લાસ્ટિક પોલ્યૂશનથી છુટકારો
વૈજ્ઞાનિકોએ બનાવી રોબોટ ફિશ જે અપાવશે પ્લાસ્ટિક પોલ્યૂશનથી છુટકારો
વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો કહેર વધી રહ્યો છે. જો પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવામાં ન આવ્યો તો આ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની શકે છે. સમુદ્રમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે ચીનની એક યુનિવર્સિટીએ રોબો માછલી બનાવી છે. ચીનની સિચુઆન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિકને સાફ કરવા માટે રોબોટ માછલી બનાવી છે. તે પાણીમાં તરતા પ્લાસ્ટિકના ટુકડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા સક્ષમ…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years
Text
'બ્લેમ ગેમનો સમય નથી': દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કારણ કે ઉત્તર ભારતમાં પ્રદૂષણ વધુ વણસી રહ્યું છે | ભારત સમાચાર
‘બ્લેમ ગેમનો સમય નથી’: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કારણ કે ઉત્તર ભારતમાં પ્રદૂષણ વધુ વણસી રહ્યું છે | ભારત સમાચાર
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ શુક્રવારે કહ્યું હતું કે બગડતી વખતે દોષની રમતનો સમય નથી પ્રદૂષણ દિલ્હી-એનસીઆરમાં સ્તર. “હવા પ્રદૂષણ ઉત્તર ભારતની સમસ્યા છે. AAP, દિલ્હી સરકાર કે પંજાબ સરકાર એકમાત્ર જવાબદાર નથી. હવે દોષની રમતનો સમય નથી,” કહ્યું કેજરીવાલ પંજાબના સીએમ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભગવંત માન. દિલ્હીના મુખ્યમંત્રીએ…
View On WordPress
0 notes
smartpollindia · 2 years
Text
Xiaomi MIJIA Air Purifier 4 MAX લૉન્ચ, વધુ ક્ષમતાઓ સાથે સારી હવા મળશે
Xiaomi MIJIA Air Purifier 4 MAX લૉન્ચ, વધુ ક્ષમતાઓ સાથે સારી હવા મળશે
Xiaomiએ ચીનમાં નવું MIJIA Air Purifier 4 MAX સત્તાવાર રીતે રજૂ કર્યું છે. વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ દરેક માટે મહત્વનું બની ગયું છે, કારણ કે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, Xiaomiનું આ ઉપકરણ ગ્રાહકોને ઘર અથવા ઓફિસમાં સ્વચ્છ હવાનો આનંદ આપી શકે છે. તે હાલમાં 2,799 યુઆન એટલે કે ભારતીય ચલણમાં આશરે રૂ. 32,614 ની પ્રારંભિક કિંમત સાથે પ્રી-સેલ પર ઉપલબ્ધ છે.MIJIA એર પ્યુરિફાયર 4 MAX…
View On WordPress
0 notes
newsgkguj · 2 years
Text
બજેટ: વાયુ પ્રદૂષણ એ બજેટની સૌથી મોટી પર્યાવરણીય ખામીઓમાંની એક છે: ગ્રીન થિંક ટેન્ક | ભારત સમાચાર
બજેટ: વાયુ પ્રદૂષણ એ બજેટની સૌથી મોટી પર્યાવરણીય ખામીઓમાંની એક છે: ગ્રીન થિંક ટેન્ક | ભારત સમાચાર
નવી દિલ્હીઃ ધ બજેટ 2022-23 ભારતને નીચા કાર્બન વૃદ્ધિના માર્ગ પર લઈ જવા માટે ઉર્જા સંક્રમણ, આબોહવાની ક્રિયા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વખાણવામાં આવ્યું છે, પરંતુ વિવિધ મંત્રાલયોમાં અમુક પ્રવૃત્તિઓ માટે ભંડોળની ફાળવણી પર નજીકથી જોવામાં આવે છે તે દર્શાવે છે કે ઘણી દરખાસ્તો ભારતની વિરુદ્ધ હશે. આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને સમગ્ર પર્યાવરણને સુરક્ષિત રાખવાનો પ્રયાસ. વાર્ષિક નાણાકીય…
Tumblr media
View On WordPress
0 notes