Tumgik
#શીખવાની પદ્ધતિ
smitatrivedi · 3 years
Text
૨૪. શીખતો નર સદા સુખી!
૨૪. શીખતો નર સદા સુખી!
24. Person who learns is always Happy! જે સતત શીખે છે તે સફળતાપૂર્વક જીવે છે.           વિશ્વવિજેતા બનવા માટે કોઈ એક લક્ષણ પૂરતું ન થાય, એ માટે તો અનેક ગુણો અને લક્ષણોનું સંયોજન થવું જોઈએ. આવાં અનેક લક્ષણોની યાદી બનાવીએ તો એમાંથી એક લક્ષણ અલગ તરી આવે છે. આ એક લક્ષણનું એટલું મહત્ત્વ છે કે જો એ ન હોય તો બાકીનાં મોટા ભાગનાં લક્ષણો એકડા વિનાનાં મીંડાં જેવા બની જાય છે. સિકંદરના જીવન પર નજર નાખીએ તો…
Tumblr media
View On WordPress
0 notes
Text
મારા મિત્રો આપ સૌનું  LETSBUILDESTINY (ચાલો એક નવા ભવિષ્ય નું ઘડતર કરીએ) માં ખુબ ખુબ સ્વાગત કરું છું.
આજે કઇંક નવીન કરવાનું વિચાર્યું અને બહુ બધા મારા મિત્રો જે નિયમિતપણે મારો બ્લોગ વાંચે છે તેમને મને કહ્યું કે ક્યારેક ગજરાતી માં લખો.તેમને પેહલા તો હું ધન્યવાદ પાઠવું છું મારો બ્લોગ નિયમિતપણે વાંચવા માટે અને અમુલ્ય સુજાવ આપવા બદલ.
તો આજે  હું આપની સમક્ષ ગુજરાતી ભાષા માં મારા વિચાર ને રજુ કરું છું. કઇંક જોડણી કે લખાણ માં ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરવા હું આપ સૌને વિનંતી કરું છું.
તો ચાલો શરૂઆત કરીએ.
કાલે હું અમદાવાદ થી ધર્મજ આવી રહ્યો હતો, બસ એની ગતિ થી ચાલી રહી હતી. મસ્ત ઠંડી હવા ચાલી રહી હતી.મને આમ પણ શિયાળા નું વાતાવરણ બહુ પ્રિય છે.હું મારા વિચારો માં મગ્ન હતો.જયારે પણ હું કુદરતી સાનિધ્ય માં હોઉં ત્યારે મને બહુ સારા વિચારો આવે. ભગવાને જે આ સરસ પ્રકૃતિ બનાવી તેનું નિરક્ષણ કરવાની મજા જ અલગ છે. એટલા માં જ મારી બાજુ માં એક વડીલ આવી ને બેઠા. શરૂઆત માં તો બંને મૌન હતા પરંતુ એમને વાત શરુ કરી.
વડીલ: ક્યાં જવાનું દીકરા?
વિરલ (હું): કાકા ધર્મજ.તમારે?
વડીલ : મારે વિરસદ(ધર્મજ,જી.આણંદ ,ગુજરાત ની નજીક નું એક ગામ))જવાનું છે દીકરા. તો ધર્મજ ના છો એમને?
ધર્મજ ગામની ઘણી વાતો કરી. અને કહ્યું કે મને ૮૫ વર્ષ થયા અને હું રીટાયર્ડ બેંક મેનેજર છું. એમના પરિવાર વિશે પણ થોડો ટૂંકો પરિચય આપ્યો.
મારા પિતાજી પણ બેંક માં હતા તેમ મેં પરિચય આપ્યો અને મારા પરિવાર વિશે પણ થોડો પરિચય આપ્યો.હવે અમારા વચ્ચે વાતો નો સેતુ રચાઈ ચુક્યો હતો.અમારી વાત આગળ ચાલી.તેમને કહ્યું કે તમારા જેવા જુવાન છોકરાઓ જોઉં ત્યારે મને ખાસ કહેવાનું મન થાય. તમને હું કહું તો તમને વાંધો તો નથી ને? મેં કીધું ના કાકા,તમારા જેવા વડીલો જે અનુભવ નું ભાથું અમને આપે એ તો અમારા માટે બહુ ઉપયોગી હોય છે. એમને પણ ગમ્યું. એમને કહેવાની શરૂઆત કરી.
તમારે મિત્રો છે ? મેં કીધું હા. એક સ્મિત સાથે એમને મને કહ્યું કે મારે તો બે જ મિત્રો છે. જે હમેશા મારી સાથે હોય.
સંગીત અને સારા પુસ્તકો.
સંગીત ની વાત કરીએ તો તે મને જિંદગી જીવવા માટે નું મનોબળ પૂરું પાડે છે. જ્યારે પણ મારો મૂડ ખરાબ હોય કે જયારે પણ એમ લાગે કે બસ જિંદગી જીવવાની મજા ચાલી ગઈ છે ત્યારે સંગીત મને જાણે કહે છે કે જો આ જિંદગી કેટલી મસ્ત છે. મુસીબતો તો આવશે અને જશે હું છું ને તારી સાથે. ચાલો હસો અને આગળ વધો. જીવન સંગીત ને મધુર બનાવો.જો માણસ ના જીવન માં સંગીત ના હોય તો માણસ કદાચ ગાંડો જ થઇ જાત.
ચાલો હવે મળીએ મારા બીજા મિત્ર ને સારા પુસ્તકો. પુસ્તકો  જિંદગી કેમ જીવવી અને જીતવી એ સમજાવે છે. જયારે પણ હું કોઈક પ્રશ્ન પર અટકી જાઉં ત્યારે મારો આ મિત્ર આવી ને મને મદદ કરે છે. સ્મિત સાથે તેમને કહ્યું મારા રૂમ માં મેં ખાસ લાઈબ્રેરી  જેવું બનાવ્યું છે. જયારે પણ સમય મળે ત્યાં જાઉં અને સારા પુસ્તકો વસાવ્યા છે તે વાંચું અને મારા પરિવાર ને  પણ તે પુસ્તક વાંચવા માટે કહું છું. રાતે સુવા જતા પહેલા અવશ્યપણે રોજ ની ૩૦ મિનીટ પુસ્તકો સાથે જ કાઢું છું. એમને મને પૂછ્યું તમારો શું અભિપ્રાય છે?મેં કહ્યું કાકા એક દમ સાચી વાત. સંગીત વિષે વધારે કહું તો સંગીત આપણ ને ઘણા બધા રોગો થી પણ બચાવે છે. સંગીત આપણા જીવન માં તણાવ ને ઓછો કરે છે. નકારાત્મક વિચારો ને દુર કરી એક સકારાત્મક અભિગમ આપે છે. આ ઉપરાંત મેં  તેમને ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગો જે સંગીત પર થયા છે તેની માહિતી આપી. મેડીકલ વિજ્ઞાન પ��� હવે તો દર્દી ઓ ની સારવાર માં સંગીત પદ્ધતિ (MUSIC THERAPY) નો ઉપયોગ કરે છે. રોજ સંગીત સાંભળવા થી અને ગીત ગાવા થી જે ફાયદાઓ થાય છે જેવા કે:
તમારી કાર્યક્ષમતા માં વધારો કરે છે.
તમને ખુશનુમા વાતાવરણ આપે છે.
સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે.
તમારી યાદશક્તિ અને કોઈ પણ વસ્તુ શીખવાની ની શક્તિ માં વધારો કરે છે.
વૃધ્ધાવસ્થા માં મગજ ની શક્તિ ક્ષીણ થતા અટકાવે છે.
બાળકો માં IQ અને અભ્યાસ માં રૂચી વધારે છે.
અને બીજા મિત્ર એટલે કે પુસ્તક ની વાત કરીએ તો પુસ્તક આપણા ને સારા વિચારો આપે છે. જે જિંદગી સુખે થી જીવવા માટે ખુબ જ જરૂરી છે. કેહવાય છે કે જેમ શરીર ને ઉર્જા માટે ખોરાક ની જરૂર છે તેમ આપણા મગજ ને સારા વિચારો ની જરૂર હોય છે. જીવન માં સકારાત્મક અભિગમ ખુબ જ જરૂરી છે જે સારા પુસ્તકો આપણા ને આપે છે. સારા પુસ્તકો વસાવવા એટલે રૂપિયા નો યોગ્ય ઉપયોગ,બીજી રીતે કહું તો,RIGHT INVESTMENT.કેટલાક સારા પુસ્તકો ની અમારા વચ્ચે ચર્ચા થઇ.કેટલાક સરસ જુના અને નવા ગીતો ની પણ ચર્ચા ચાલી.
ધર્મજ આવી જતા મેં કાકા નો આવી સારી વાતો બદલ આભાર માન્યો અને કહ્યું કે મારા જીવન માં પણ હું આ બે મિત્રો તો હમેશા રાખીશ. એક સુંદર સ્મિત સાથે અમે છુટા પડ્યા.દોસ્તો એ જ ક્ષણે મેં વિચારી લીધું કે તમારી બધા ને સાથે આ વિચાર ની જરૂર થી ચર્ચા કરીશ.ખુબ જ સાચી વાત છે .જોવા જઈએ તો આપણા કાયમ ના બે મિત્રો જે આપણા ને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે તે આજ બે જ છે.ચાલો આજ થી જ આ અનુભવ ને પણ માણી જોઈએ. શું કેહવું ?તમારો અભિપ્રાય નીચે લખી ને જરૂર થી જણાવો.
કેટલાક સુંદર ગીતો જે અચૂક પણે સંભાળવવા
૧. કુછ તો લોગ કહેંગે- અમર પ્રેમ
૨. ના સર જુકાકે કે જીઓ- હમરાઝ મુવી.
૩. એક અંધેરા લાખ સિતારે.( મારા પિતાજી દ્વારા મને પેહલી વખત સાંભળવા મળ્યું હતું)-આખિર કયું.
૪. જિંદગી કૈસી હૈ પહેલી.
કેટલાક સારા પુસ્તકો:
૧. ભગવદ ગીતા તેના મૂળ સ્વરૂપે
૨. ચિંતા છોડો અને સુખ થી જીવો.
૩. વિચારો અને ધનવાન બનો- નેપોલિયન હિલ નું પુસ્તક
૪. શ્રીમદ ભાગવદ
૫. અર્ધજાગૃત મન ની શક્તિ- ડો.જોસેફ મર્ફી.
બીજા તમારા અભિપ્રાય મુજબ ના ગીતો અને પુસ્તકો વિશે નીચે જણાવો.
હંમેશા હસતા રહો. હંમેશા સુરક્ષિત રહો. સદાય સકારાત્મક અભિગમ રાખો. કાલે ફરી મળીશું.
જો આપને આ બ્લોગ ના આર્ટીકલ ગમે તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને મોકલજો.
      મારા બે સારા મિત્રો- જિંદગી જીતવાની રીત મારા મિત્રો આપ સૌનું  LETSBUILDESTINY (ચાલો એક નવા ભવિષ્ય નું ઘડતર કરીએ) માં ખુબ ખુબ સ્વાગત કરું છું. આજે કઇંક નવીન કરવાનું વિચાર્યું અને બહુ બધા મારા મિત્રો જે નિયમિતપણે મારો બ્લોગ વાંચે છે તેમને મને કહ્યું કે ક્યારેક ગજરાતી માં લખો.તેમને પેહલા તો હું ધન્યવાદ પાઠવું છું મારો બ્લોગ નિયમિતપણે વાંચવા માટે અને અમુલ્ય સુજાવ આપવા બદલ. તો આજે  હું આપની સમક્ષ ગુજરાતી ભાષા માં મારા વિચાર ને રજુ કરું છું. કઇંક જોડણી કે લખાણ માં ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરવા હું આપ સૌને વિનંતી કરું છું. તો ચાલો શરૂઆત કરીએ. કાલે હું અમદાવાદ થી ધર્મજ આવી રહ્યો હતો, બસ એની ગતિ થી ચાલી રહી હતી. મસ્ત ઠંડી હવા ચાલી રહી હતી.મને આમ પણ શિયાળા નું વાતાવરણ બહુ પ્રિય છે.હું મારા વિચારો માં મગ્ન હતો.જયારે પણ હું કુદરતી સાનિધ્ય માં હોઉં ત્યારે મને બહુ સારા વિચારો આવે. ભગવાને જે આ સરસ પ્રકૃતિ બનાવી તેનું નિરક્ષણ કરવાની મજા જ અલગ છે. એટલા માં જ મારી બાજુ માં એક વડીલ આવી ને બેઠા. શરૂઆત માં તો બંને મૌન હતા પરંતુ એમને વાત શરુ કરી. વડીલ: ક્યાં જવાનું દીકરા? વિરલ (હું): કાકા ધર્મજ.તમારે? વડીલ : મારે વિરસદ(ધર્મજ,જી.આણંદ ,ગુજરાત ની નજીક નું એક ગામ))જવાનું છે દીકરા. તો ધર્મજ ના છો એમને? ધર્મજ ગામની ઘણી વાતો કરી. અને કહ્યું કે મને ૮૫ વર્ષ થયા અને હું રીટાયર્ડ બેંક મેનેજર છું. એમના પરિવાર વિશે પણ થોડો ટૂંકો પરિચય આપ્યો. મારા પિતાજી પણ બેંક માં હતા તેમ મેં પરિચય આપ્યો અને મારા પરિવાર વિશે પણ થોડો પરિચય આપ્યો.હવે અમારા વચ્ચે વાતો નો સેતુ રચાઈ ચુક્યો હતો.અમારી વાત આગળ ચાલી.તેમને કહ્યું કે તમારા જેવા જુવાન છોકરાઓ જોઉં ત્યારે મને ખાસ કહેવાનું મન થાય. તમને હું કહું તો તમને વાંધો તો નથી ને? મેં કીધું ના કાકા,તમારા જેવા વડીલો જે અનુભવ નું ભાથું અમને આપે એ તો અમારા માટે બહુ ઉપયોગી હોય છે. એમને પણ ગમ્યું. એમને કહેવાની શરૂઆત કરી. તમારે મિત્રો છે ? મેં કીધું હા. એક સ્મિત સાથે એમને મને કહ્યું કે મારે તો બે જ મિત્રો છે. જે હમેશા મારી સાથે હોય. સંગીત અને સારા પુસ્તકો. સંગીત ની વાત કરીએ તો તે મને જિંદગી જીવવા માટે નું મનોબળ પૂરું પાડે છે. જ્યારે પણ મારો મૂડ ખરાબ હોય કે જયારે પણ એમ લાગે કે બસ જિંદગી જીવવાની મજા ચાલી ગઈ છે ત્યારે સંગીત મને જાણે કહે છે કે જો આ જિંદગી કેટલી મસ્ત છે. મુસીબતો તો આવશે અને જશે હું છું ને તારી સાથે. ચાલો હસો અને આગળ વધો. જીવન સંગીત ને મધુર બનાવો.જો માણસ ના જીવન માં સંગીત ના હોય તો માણસ કદાચ ગાંડો જ થઇ જાત. ચાલો હવે મળીએ મારા બીજા મિત્ર ને સારા પુસ્તકો. પુસ્તકો  જિંદગી કેમ જીવવી અને જીતવી એ સમજાવે છે. જયારે પણ હું કોઈક પ્રશ્ન પર અટકી જાઉં ત્યારે મારો આ મિત્ર આવી ને મને મદદ કરે છે. સ્મિત સાથે તેમને કહ્યું મારા રૂમ માં મેં ખાસ લાઈબ્રેરી  જેવું બનાવ્યું છે. જયારે પણ સમય મળે ત્યાં જાઉં અને સારા પુસ્તકો વસાવ્યા છે તે વાંચું અને મારા પરિવાર ને  પણ તે પુસ્તક વાંચવા માટે કહું છું. રાતે સુવા જતા પહેલા અવશ્યપણે રોજ ની ૩૦ મિનીટ પુસ્તકો સાથે જ કાઢું છું. એમને મને પૂછ્યું તમારો શું અભિપ્રાય છે?મેં કહ્યું કાકા એક દમ સાચી વાત. સંગીત વિષે વધારે કહું તો સંગીત આપણ ને ઘણા બધા રોગો થી પણ બચાવે છે. સંગીત આપણા જીવન માં તણાવ ને ઓછો કરે છે. નકારાત્મક વિચારો ને દુર કરી એક સકારાત્મક અભિગમ આપે છે. આ ઉપરાંત મેં  તેમને ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગો જે સંગીત પર થયા છે તેની માહિતી આપી. મેડીકલ વિજ્ઞાન પણ હવે તો દર્દી ઓ ની સારવાર માં સંગીત પદ્ધતિ (MUSIC THERAPY) નો ઉપયોગ કરે છે. રોજ સંગીત સાંભળવા થી અને ગીત ગાવા થી જે ફાયદાઓ થાય છે જેવા કે: તમારી કાર્યક્ષમતા માં વધારો કરે છે. તમને ખુશનુમા વાતાવરણ આપે છે. સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે. તમારી યાદશક્તિ અને કોઈ પણ વસ્તુ શીખવાની ની શક્તિ માં વધારો કરે છે. વૃધ્ધાવસ્થા માં મગજ ની શક્તિ ક્ષીણ થતા અટકાવે છે. બાળકો માં IQ અને અભ્યાસ માં રૂચી વધારે છે. અને બીજા મિત્ર એટલે કે પુસ્તક ની વાત કરીએ તો પુસ્તક આપણા ને સારા વિચારો આપે છે. જે જિંદગી સુખે થી જીવવા માટે ખુબ જ જરૂરી છે. કેહવાય છે કે જેમ શરીર ને ઉર્જા માટે ખોરાક ની જરૂર છે તેમ આપણા મગજ ને સારા વિચારો ની જરૂર હોય છે. જીવન માં સકારાત્મક અભિગમ ખુબ જ જરૂરી છે જે સારા પુસ્તકો આપણા ને આપે છે. સારા પુસ્તકો વસાવવા એટલે રૂપિયા નો યોગ્ય ઉપયોગ,બીજી રીતે કહું તો,RIGHT INVESTMENT.કેટલાક સારા પુસ્તકો ની અમારા વચ્ચે ચર્ચા થઇ.કેટલાક સરસ જુના અને નવા ગીતો ની પણ ચર્ચા ચાલી. ધર્મજ આવી જતા મેં કાકા નો આવી સારી વાતો બદલ આભાર માન્યો અને કહ્યું કે મારા જીવન માં પણ હું આ બે મિત્રો તો હમેશા રાખીશ. એક સુંદર સ્મિત સાથે અમે છુટા પડ્યા.દોસ્તો એ જ ક્ષણે મેં વિચારી લીધું કે તમારી બધા ને સાથે આ વિચાર ની જરૂર થી ચર્ચા કરીશ.ખુબ જ સાચી વાત છે .જોવા જઈએ તો આપણા કાયમ ના બે મિત્રો જે આપણા ને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે તે આજ બે જ છે.ચાલો આજ થી ��� આ અનુભવ ને પણ માણી જોઈએ. શું કેહવું ?તમારો અભિપ્રાય નીચે લખી ને જરૂર થી જણાવો. કેટલાક સુંદર ગીતો જે અચૂક પણે સંભાળવવા ૧. કુછ તો લોગ કહેંગે- અમર પ્રેમ ૨. ના સર જુકાકે કે જીઓ- હમરાઝ મુવી. ૩. એક અંધેરા લાખ સિતારે.( મારા પિતાજી દ્વારા મને પેહલી વખત સાંભળવા મળ્યું હતું)-આખિર કયું. ૪. જિંદગી કૈસી હૈ પહેલી. કેટલાક સારા પુસ્તકો: ૧. ભગવદ ગીતા તેના મૂળ સ્વરૂપે ૨. ચિંતા છોડો અને સુખ થી જીવો. ૩. વિચારો અને ધનવાન બનો- નેપોલિયન હિલ નું પુસ્તક ૪. શ્રીમદ ભાગવદ ૫. અર્ધજાગૃત મન ની શક્તિ- ડો.જોસેફ મર્ફી. બીજા તમારા અભિપ્રાય મુજબ ના ગીતો અને પુસ્તકો વિશે નીચે જણાવો. હંમેશા હસતા રહો. હંમેશા સુરક્ષિત રહો. સદાય સકારાત્મક અભિગમ રાખો. કાલે ફરી મળીશું. જો આપને આ બ્લોગ ના આર્ટીકલ ગમે તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને મોકલજો.
0 notes